Intentar ORO - Gratis
રશિયાના નામે રાજનીતિની રમતમાં જીત્યું છે ભારત
Chitralekha Gujarati
|September 25, 2023
બાર ભાયા ને તેર ચોકા જેવી વૈશ્વિક રાજકારણની સ્થિતિમાં G20 સમૂહના રાષ્ટ્રનેતાઓની પરિષદ વિના વિઘ્ન પાર પાડી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્કૃષ્ટ નેતાગીરી દાખવી છે અને કેટલાક પેચીદા પ્રશ્ન ઉકેલવાની દિશામાં પહેલ પણ કરી છે. સવાલ બસ, યોગ્ય રીતે આગળ વધવાનો છે.
G20 શિખર પરિષદ નિમિત્તે દિલ્હી આવેલા જો બાઈડન સહિતના આગેવાનો સાથે નરેન્દ્ર મોદી: 'ગ્લોબલ બાયો-ફ્યુઅલ્સ એલાયન્સ’ રૂપી પહેલ.
આંતરરાષ્ટ્રીય સ્તરની પરિષદમાં ભાગ્યે જ જોવા મળે એવી તમામ ઉપસ્થિત આગેવાનોની સહમતી મેળવવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમૂહના રાષ્ટ્રનેતાઓની બેઠકનું સંચાલન સફળતાપૂર્વક પાર પાડ્યું. મોદીના વિરોધીઓ આ શિખર પરિષદના આયોજનમાં પોરા કાઢવા ધારે તોય એમને ઝાઝું કંઈ મળવાનું નથી.
આવા મોટા સ્તરની બેઠકોમાં મૂળ તો મોટા આગેવાનોના અહં સૌથી વધુ સાચવવાના હોય છે. એમાંય આપણા માટે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે રાજનીતિને લગતા ઠરાવમાં આપણું નિકટનું સાથીદાર રશિયા અપરાધીના પાંજરામાં હતું. યુક્રેન પરના આક્રમણના મામલે અમેરિકા ઉપરાંત પશ્ચિમ યુરોપના દેશો દિલ્હીની શિખર પરિષદમાં રશિયાની ઝાટકણી કાઢતો ઠરાવ પસાર કરાવવા ઈચ્છતા હતા. રશિયાની કડક ટીકા કરતો પ્રસ્તાવ રજૂ પણ થાય તો યજમાન અને એથીય વિશેષ રશિયાના મિત્ર તરીકે આપણે શરમમાં મુકાવું પડે એવી નોબત આવી શકે. આ સ્થિતિમાં પડદા પાછળ દિવસો સુધી મોદી અને એમના અધિકારીઓએ મુત્સદ્દીગીરીની રમત રમી છેવટે સાપ પણ મરે નહીં ને લાઠી પણ તૂટે નહીં એવો મુસદ્દો પ્રસ્તુત કર્યો. રશિયાનું નામ લીધા વગર યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને કોઈ દેશે બીજા રાષ્ટ્રની જમીન પર બળજબરીથી કબજો જમાવવો નહીં એવી ચેતવણી આપવામાં આવી, એ પણ રશિયાના નામોલ્લેખ વિના! મભમ જેને જે સમજવું હોય એ ભલે સમજે.
Esta historia es de la edición September 25, 2023 de Chitralekha Gujarati.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Translate
Change font size

