Intentar ORO - Gratis
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati
|September 04, 2023
અહીં બોધ સ્પષ્ટ છે. કોઈ પણ વ્યક્તિએ ક્યારેય, કોઈ પણ વાતે એકલાએ યશ લેવો નહીં. એક સિદ્ધિ પાછળ અનેક પરિબળ તથા અનેક લોકોનું પ્રદાન હોય છે માટે ક્રેડિટ શૅર કરવી, એકલાએ ઉસેટવી નહીં.
જનમેજયે યોજેલું સર્પસત્ર લાંબું ચાલેલું. આવા દીર્ઘ યજ્ઞો દરમિયાન, યજ્ઞકર્મની વચ્ચે વેદોને લગતી કથાઓ કહેવાનો રિવાજ હતો. એ પરંપરા મુજબ જનમેજયના સર્પસત્ર દરમિયાન પણ વેદઆધારિત કથાઓ તો કહેવાયેલી, પરંતુ એ ઉપરાંત, જનમેજયની વિનંતીને માન આપીને વેદ વ્યાસે મહાભારતની કથા પોતે કહેવાને બદલે શિષ્ય વૈશમ્પાયન થકી કહેવડાવી.
યતો ધર્મોસ્તતો જયઃ.. એટલે કે જ્યાં ધર્મ છે ત્યાં જય છે એવો કેન્દ્રીય સૂર ધરાવતી વેદ વ્યાસની જયકથા સાંભળ્યા બાદ જનમેજયને પોતાનો ધર્મ સમજાયો. નાગવંશ નાસમજ હોય તો પણ પોતે સમજદાર બનવું રહ્યું એવું સમજાતાં જનમેજયે યજ્ઞ અટકાવી દીધો અને પોતાના પિતા પરીક્ષિતની હત્યા કરનારા નાગ તક્ષકને જીવતો જવા દીધો. એણે નાગવંશ સામેનું યજ્ઞયુદ્ધ પૂરું કરીને નહીં, પરંતુ અટકાવીને જય મેળવ્યો.
યજ્ઞ રોકવાની માગણી કરનારા આસ્તિકને જનમેજયે સારુંએવું દ્રવ્યદાન આપીને માનભેર વિદાય કર્યો. સ્ફૂર્તિલો કિશોર આસ્તિક પછી ચાલતો ચાલતો નહીં, પણ લગભગ દોડતો દોડતો માતા જરત્કારુ અને મામા વાસુકિ પાસે પાછો ફર્યો. ભાણિયાએ નાગવંશની રક્ષા કરી એ વાતે મામા વાસુકિ ખૂબ એટલે ખૂબ જ રાજી થયા. એમણે ભાણિયાને વરદાન આપ્યું કે હવેથી એનું (આસ્તિકનું) સ્મરણ કરનાર કોઈ પણ મનુષ્યને નાગનો ભય નહીં રહે.
ઉમંગના એ વાતાવરણમાં પણ જમાનાના ખાધેલ એવા વિચક્ષણ મામા વાસુકિને આછી શંકા ગઈ કે આવડા મોટા નાગવંશને ઉગારનાર આવડા અમસ્તા છોકરાના મનમાં કદાચ અહંકાર પ્રવેશી શકે એટલે એમણે આસ્તિકને પૂછ્યું: ‘સર્પસત્ર અટકાવવાનું શ્રેય કોને જાય?’
આસ્તિકે અભિમાન કર્યા વિના સપાટ સ્વરમાં પોતાને જે લાગ્યું એ કહ્યું: ‘મારા આગ્રહને લીધે સર્પસત્ર અટક્યો.'
Esta historia es de la edición September 04, 2023 de Chitralekha Gujarati.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Translate
Change font size

