Intentar ORO - Gratis
આદિવાસીઓને પણ પ્રસન્ન કરે છે બીલીપત્ર..
Chitralekha Gujarati
|September 04, 2023
શિવજીને પસંદ એવાં બીલીનાં પાનનો શ્રાવણ માસમાં નોખો જ મહિમા જામે છે ત્યારે વાત આ પાન વીણીને બે પાંદડે થતા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની.
આમ તો આ બીજા કોઈ પણ ઝાડ જેવું જ વૃક્ષ છે. તો પછી એવું શું છે, જે એને કંઈક વિશેષ બનાવે છે?
આવો સવાલ બીલીના ઝાડ માટે કોઈ પૂછે તો એનો જવાબ છેઃ આ વૃક્ષનાં ફળ અનેક પ્રકારનાં વિટામિન અને ખનિજ તત્ત્વથી ભરપૂર છે, જે હૃદયથી માંડી પાચનતંત્રની બીમારી સામે અસરકારક ઈલાજનો ભાગ બની શકે છે અને એનાં પાન આપણા શરીરના ત્રણેય દોષનું શમન કરે છે. ત્રિદોષના શમન ઉપરાંત બીલીપત્ર (બીલીનાં પાન) શરીરની અંદરની બળતરા પણ ઠારે છે. કદાચ એટલે જ એવું માનવામાં આવે છે કે સમુદ્રમંથન પછી ભોળાનાથ શંકરે વિષ પીધું એ પછી શરીરમાં ઊપડેલી બળતરા શાંત પાડવા એમને બીલીપત્ર જ આપવામાં આવ્યાં હતાં.
ખેર, કારણ જે હોય તે, શંકર ભગવાનને બીલીપત્ર ચડે છે એ હકીકત છે. આ બીલી કે બિલ્વપત્ર વિશે વાત કરવી હોય તો શ્રાવણ જેટલો સારો કયો સમયગાળો હોઈ શકે?
બીલીપત્ર કહો કે બિલ્વપત્ર અથવા તો બેલપત્ર, શિવજીને પ્રિય એવાં પાન આપતું આ વૃક્ષ છે. દેખીતી રીતે શ્રાવણમાં આ વૃક્ષનો મહિમા વધી જાય છે, કારણ કે આસ્થાળુઓ શિવજીને પ્રસન્ન કરવા માટે બીલીનાં પાન શ્રદ્ધાથી શિવલિંગ પર ચડાવે છે.
બીલીવૃક્ષનું મૂળ વતન તો ભારત છે, પણ એ મ્યાનમાર, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, વગેરે દેશોમાં પણ મોટા પ્રમાણમાં ઊગે છે. જો કે આજે આપણે વાત કરવી છે દક્ષિણ ગુજરાતની, જ્યાં સુરત જિલ્લાની માંડવી જંગલ રેન્જમાં મોટા પ્રમાણમાં બીલીનાં વૃક્ષો છે. આ વૃક્ષો શ્રાવણ મહિનામાં આખા દક્ષિણ ગુજરાતને બીલીપત્રો પૂરાં પાડે છે. એટલું જ નહીં, એને કારણે હજારો લોકોને રોજી પણ મળે છે.
માંડવી વન વિભાગ દક્ષિણ રેન્જના ફોરેસ્ટ ઑફિસર એસ.જે. વાંદા ચિત્રલેખાને કહે છેઃ ‘માંડવી તાલુકાનાં બારેક ગામની રેન્જનાં જંગલોમાં ૧૦ હજારથી વધુ બીલીવૃક્ષો છે. આજુબાજુનાં ગામમાં વસતા આદિવાસીઓ શ્રાવણ દરમિયાન આ વૃક્ષો પર ચડીને બીલીપત્ર તોડે છે. આ વૃક્ષો વન વિભાગની સંપત્તિ છે, પરંતુ આ દિવસોમાં ગામવાસીઓને બીલીપત્ર તોડવાની શરતી પરવાનગી આપવામાં આવે છે. જો કે વન્યસંપત્તિને નુકસાન ન થાય એ રીતે આ કામગીરી કરવા સૂચના આપવામાં આવે છે.’
Esta historia es de la edición September 04, 2023 de Chitralekha Gujarati.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Translate
Change font size
