Intentar ORO - Gratis
પંચગવ્ય પ્રોડક્ટ્સનું શુદ્ધ-દાણેદાર અર્થતંત્ર..
Chitralekha Gujarati
|June 05, 2023
ભારતમાં ગાય પૂજનીય ગણાય છે. આ ધાર્મિક માન્યતાની સાથે હવે એના પાલનમાં આર્થિક કારણ ઉમેરાઈ રહ્યાં છે. આજે કાઉ બેઝ્ડ પ્રોડક્ટ્સનું હજારો કરોડ રૂપિયાનું માર્કેટ ઊભું થયું છે. આનો પુરાવો મળે છે રાજકોટમાં યોજાયેલો ગૌ આધારિત અર્થવ્યવસ્થાને પ્રકાશમાં આણતો દેશનો સૌથી વિરાટ ‘ગૌ-ટેક ૨૦૨૩’ એક્સ્પો.
‘એક સમય હતો, જ્યારે અમે ગાયનું દૂધ ઘેર ઘેર વેચવા જતા ત્યારે પૂરતા પૈસા મળતા નહીં અને દૂધ પાતળું આવે છે એવી ફરિયાદ થતી. ગાય લીલી મકાઈ ખાય તો દૂધ પાતળું થઈ જાય એવી અમારી વાત કોઈ સમજવા તૈયાર નહોતું. પછી કંટાળીને દૂધ વેચવાનું બંધ કરી ઘી વેચવાનું ચાલુ કર્યું. આજે કેસર જેવાં હર્બલ દ્રવ્યો નાખીને દેશી ઘી બનાવીએ છીએ, એ
ભારતમાં રૂપિયા ૩૦૦૦થી માંડી ૩૫૦૦નું કિલો અને વિદેશમાં ૧૦ હજારથી વધુ કિંમતે વેચાય છે. આમ નાના પરિવર્તનથી મોટી મૂલ્યવૃદ્ધિ થઈ.’
આ શબ્દો છે સૌરાષ્ટ્રમાં ગોંડલથી ૧૮ કિલોમીટર દૂર આવેલા સાંઢવાયા ગામમાં ગૌશાળાનું સંચાલન કરતા રમેશભાઈ રૂપારેલિયાના. એક સમયે ગાયો ચરાવવાનું કામ કરનારા રમેશભાઈ આજે ૧૨૦થી વધુ દેશોમાં ગૌ આધારિત ઉત્પાદનોની નિકાસ કરે છે. ગૌ આધારિત વ્યવસાયને વિકસાવી પોતે તો સારી કમાણી કરતા જ હોય, સાથે અનેક લોકોને રોજગારી પણ અપાવતા હોય એવા અઢળક દાખલા પણ હવે આપણે ત્યાં જોવા મળે છે. ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થામાં ગાયનું મહત્ત્વ કરોડરજ્જુ સમાન છે. દેશમાં છેલ્લાં થોડાં વર્ષોથી ગાય આધારિત અર્થતંત્રનો પ્રભાવ વધી રહ્યો છે. લોકોને હવે ધીરે ધીરે સમજાઈ રહ્યું છે કે ગાયનું માત્ર ધાર્મિક મહત્ત્વ નથી, એનો આર્થિક દૃષ્ટિકોણ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે.
આમ પણ ભારતના ગ્રામ્ય અર્થતંત્રને ધબકતું રાખવામાં ગૌવંશ આધારિત પ્રવૃત્તિનો મોટો હિસ્સો છે. ભારતમાં ગૌવંશના આંકડા પર નજર કરીએ તો કૉર્પોરેટ વર્લ્ડ કરતાં અનેક ગણી રોજગારી આપતું અને ઉત્પાદનોનું આ એક મોટું માર્કેટ છે. ભારતમાં ૩૦ કરોડથી વધુ ગૌવંશ હોવાનું સરકારી આંકડા કહે છે. દૂધના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં મોખરે છે. વિશ્વના દૂધના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો આશરે ૨૪ ટકા છે. ભારતમાં દૂધનું ઉત્પાદન થાય છે એમાં ગૌવંશનું પ્રમાણ ૪૮ ટકા જેટલું ઊંચું છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભારતમાં કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝના વિકાસની શક્યતા કેટલી છે, પરંતુ આ દિશામાં જે પ્રયાસ થવા જોઈએ એ અધૂરા છે

Esta historia es de la edición June 05, 2023 de Chitralekha Gujarati.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Translate
Change font size

