Intentar ORO - Gratis
અજાયબ હાર્મોનિયમ મંદિરની સુરીલી જાત્રા..
Chitralekha Gujarati
|October 31 - November 07, 2022
અવનવાં દેશી-વિદેશી સંગીતવાદ્યોની ભરમાર વચ્ચે પણ સીધાસાદા હાર્મોનયમના મધુર સૂરોની લોકપ્રિયતા ઓસરી નથી. ત્યાં સુધી કે ગુજરાતના એક ભજનિકે કચ્છમાં આ વાજિંત્રનું સંગ્રહાલય સર્જી એને મંદિરનો દરજ્જો દીધો છે.
હમણાં ૧૧ ઑક્ટોબરે હિંદી સિનેમાના એક મોટા ગજાના અદાકાર અમિતાભ બચ્ચનની ૮૦મી વર્ષગાંઠ સિનેમાપ્રેમીઓએ દેશભરમાં ઊજવી. આ ઍક્ટરની કારકિર્દીમાં ટર્નિંગ પૉઈન્ટ સાબિત થયેલી ફિલ્મ એટલે ઝંજીર. આ ફિલ્મનું એક યાદગાર ગીત છેઃ દીવાને હૈ દીવાનો કો ન ઘર ચાહિયે.. આ ફિલ્મ, આ ગીત, ગીતનું શૂટિંગ બચ્ચનદંપતીનાં દિલમાં એક વિશેષ સ્થાન ધરાવે છે, કેમ કે ત્યારે એમનો પ્રણયકાળ ચાલી રહ્યો હતો. ૧૯૭૩ના મે મહિનામાં ઝંજીર રિલીઝ થઈ, જૂનમાં એમનાં લગ્ન થયાં. આ ગીતના રચિયતા ગીતકાર ગુલશન બાવરા પર ચિત્રિત થયેલા સોન્ગમાં એ ખભા પર ભેરવેલું હાર્મોનિયમ વગાડતા-નાચતા-ગાતા જાય છે. સ્વરાંકનમાં કચ્છી માડું કલ્યાણજી-આણંદજીએ હાર્મોનિયમનો બખૂબી ઉપયોગ કર્યો છે.
હાર્મોનિયમ એ ભારતીય સંગીતસૃષ્ટિનું એક અવિભાજ્ય વાઘ રહ્યું છે. જૂની રંગભૂમિ, દેશી નાટક સમાજનાં નાટકોની ભજવણી વખતે એક ખુરસી પર વાજાપેટી લઈને બેસેલા વાદ્યકાર સીનની જરૂરત મુજબ પગથી વગાડતા. એ પહેલાં, છેક મૂક ફિલ્મના જમાનામાં સંગીત-ઉસ્તાદો પરદા પાસે બેસીને હાર્મોનિયમ પર જુદી જુદી ધૂન વગાડી પ્રેક્ષકોનું મનોરંજન કરતા. એક સમય હતો, જ્યારે ગામડાંમાં કલાકારો હાર્મોનિયમને કમર પર કપડાંથી બાંધી એની સંગતે ગીતો લલકારી સંગીતપ્રેમીઓ પાસેથી શાબાશી અને બક્ષિસ મેળવતા. શાળાની પ્રાર્થના, સાંસ્કૃતિક કાર્યક્રમો, ચર્ચ, ગુરુદ્વારા, મંદિર, વગેરેમાં ગવાતાં ભક્તિગીતોમાં હાર્મોનિયમની સંગત અનિવાર્ય હોય છે.
પેટી, પેટીવાજું, વાજાપેટી, હાર્મોનિયમ એમ વિવિધ ઓળખ ધરાવતા આ વાદ્યને તાજેતરમાં શીખ ધર્મસ્થાનકોમાંથી ત્રણ વર્ષમાં દૂર કરવાનો વિચાર રજૂ થયો છે, કારણ કે હાર્મોનિયમ વિદેશી વાદ્ય છે!
આમ એક બાજુ આ વાદ્ય સામે અણગમો વ્યક્ત કરવામાં આવ્યો છે તો બીજી બાજુ ગુજરાતના એક પેટીવાજાના પ્રેમીએ હાર્મોનિયમનું મંદિર બનાવ્યું છે, જ્યાં દરરોજ હાર્મોનિયમની પૂજા થાય છે. આ હાર્મોનિયમભક્તનું નામ પાલુ ગઢવી.
ભચાઉ-ગાંધીધામ હાઈ-વે પર રાજબાઈ મંદિર પાસે આવેલા પાલુભાઈના હાર્મોનિયમ સંગ્રહાલય (ભજનધામ)માં આશાપુરા માતા, પ્રસિદ્ધ ભજનિક નારાયણ સ્વામી અને કાનદાસ બાપુના ફોટા પાસે ૧૬૫થી વધુ હાર્મોનિયમ મૂકવામાં આવ્યાં છે.
Esta historia es de la edición October 31 - November 07, 2022 de Chitralekha Gujarati.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Translate
Change font size

