લોકોની અપેક્ષા સામે ખાતરી આપતા મેનિફેસ્ટો કેટલા કારગર?
ABHIYAAN|December 10, 2022
ગુજરાતના મતદારો પહેલા-બીજા તબક્કાના મતદાન માટે સજ્જ છે. રાજકીય પક્ષોએ તેમના મૅનિફેસ્ટો - ચૂંટણી ઢંઢેરા - સંકલ્પપત્ર જાહેર કરી દીધા છે. તેમાં મતદારો માટે વાયદા અને વચનો છે. સત્તા મળે તો શાસનનો એજન્ડા છે. ગુજરાતમાં સુવર્ણયુગ લાવી દેવાના સૂર સંભાળાય છે. ચૂંટણીમાં જેમ મતદારો આ મૅનિફેસ્ટો વાંચીને મતદાન કરતા નથી તેમ રાજકીય પક્ષો પણ ચૂંટણી પરિણામ પછી ભાગ્યે જ તેમના મૅનિફેસ્ટો પર નજર નાખતા હશે. મૅનિફેસ્ટો એ એક પ્રકારે રાજકીય પક્ષો માટે કર્મકાંડ જેવી વિધિ બની ગઈ છે. એટલે આ કવાયત કરવી તો પડે જ. આ મૅનિફેસ્ટોમાં તેમની નિષ્ઠા કેટલી છે, કેટલી ગંભીરતાથી તે તૈયાર થયો છે અથવા રાજ્યના ક્યા ક્યા વર્ગને, ક્યા વિસ્તારને લક્ષમાં રાખીને એજન્ડા તૈયાર કરાયો છે તેનો અંદાજ તેમાંથી આવી શકે છે. ગુજરાતના વિકાસ માટે ક્યા પક્ષનો કેવો દૃષ્ટિકોણ છે તેનું પ્રતિબિંબ તેમાં જોઈ શકાય છે. તેના આધારે જે-તે રાજકીય પક્ષના વલણ અને વિચાર તેમ જ દૂરંદેશિતા પણ જોઈ-જાણી શકાય છે. એ રીતે રાજકીય પક્ષોના મૅનિફેસ્ટોની ઉપયોગિતા છે જ. એક પ્રકારે એ ચૂંટણીનો દસ્તાવેજ છે, જે કમ સે કમ આગામી ચૂંટણી સમયે નોંધ લેવા કામમાં આવી શકે. ચૂંટણી મૅનિફેસ્ટોની સાવ ઉપેક્ષા કરી શકાય નહીં. તેના આધારે બીજી ચૂંટણીમાં શાસન સંભાળનાર પક્ષનો જવાબ પણ માગી શકાય છે.
સુધીર એસ. રાવલ
લોકોની અપેક્ષા સામે ખાતરી આપતા મેનિફેસ્ટો કેટલા કારગર?

લોકશાહીમાં નાગરિકો મતદાર તરીકે જનપ્રતિનિધિને ચૂંટે છે અને તેને ચૂંટતા પહેલાં જ પોતાની શી અપેક્ષાઓ છે, તે તેને જણાવે છે. સામે પક્ષે જનપ્રતિનિધિ બનવા માંગતા ઉમેદવારે ખાતરી આપવી પડે છે કે તે મતદારોની અપેક્ષા પૂરી કરશે. આપણે ત્યાં રાજકીય પક્ષો વતી ઉમેદવારો મેદાનમાં ઝૂકાવે છે એટલે સૌ ઉમેદવારો વતી રાજકીય પક્ષ અને મતદારો વચ્ચે એક વણલિખિત પરંતુ વિશ્વાસપૂર્વકનો કરાર ચૂંટણી પહેલાં થાય છે. જેમાં જનતાની અપેક્ષાઓ અને રાજકીય પક્ષની ખાતરીનું સંકલિત પ્રતિબિંબ રજૂ થતું હોય. આ કરાર એટલે મૅનિફેસ્ટો. એક એવો દસ્તાવેજ, જેનો કાયદાકીય આધાર નથી, પરંતુ નૈતિકતાનું બંધન છે. કોઈ આને મૅનિફેસ્ટો કહે, કોઈ સંકલ્પપત્ર કહે, કોઈ તેને ગૅરંટીકાર્ડ રૂપમાં રજૂ કરે, પણ અસલમાં આ મતદારોનો વિશ્વાસ જીતવા માટેની કવાયત છે, જે ચૂંટણી બાદ રાજકીય પક્ષો માટે શાસન ચલાવવા માટે દીવાદાંડી સમાન દસ્તાવેજ હોવાથી તેનું અત્યંત મહત્ત્વ છે. એ વાત અલગ છે કે મૅનિફેસ્ટોમાં અપાયેલાં વચનોને કોઈ લાભ તરીકે ગણાવે, કોઈ રાહત કહીને સંબોધે તો કોઈ રેવડી તરીકે ટીકા કરે, સૌ પોતપોતાની સગવડતા મુજબ વ્યાખ્યા કરે, પરંતુ જે અપાય છે તે આખરે તો પ્રજાના ખિસ્સામાંથી સેરવેલી રકમમાંથી થોડી ઘણી પરત કરવાની જ ચેષ્ટા છે. આમ છતાં આ ‘ખાતરી’ આપવાની પરંપરા મહત્ત્વપૂર્ણ છે અને જ્યાં સુધી આપણી લોકશાહીમાં જનતાજનાર્દનને દર પાંચ વર્ષે હિસાબ આપવા જવું પડે છે ત્યાં સુધી થોડી ઘણી લોકલાજ જળવાય છે તે જરૂર માનવું પડે, પરંતુ છેલ્લી ઘડીએ જે રીતે મૅનિફેસ્ટો જાહેર કરાતા હોય ત્યારે મતદારોને તેના પર પૂરતો વિચાર કરીને, જુદા-જુદા પક્ષોના મૅનિફેસ્ટોનાં લેખાંજોખાં અને પોતાના અધિકાર અને લાભાલાભની ગણતરી કરવાનો કેટલો અવકાશ રહેતો હશે તે મોટો પ્રશ્ન છે. નિયમિતરૂપે આવો વિલંબ થતો હોય ત્યારે મૅનિફેસ્ટો પ્રત્યેની રાજકીય પક્ષોની નિષ્ઠા અને ગંભીરતા વિષે ચોક્કસ શંકા ઊપજે કે શું આ માત્ર ચૂંટણી સમયે કરવામાં આવતો કર્મકાંડ છે? ખેર, આ પ્રથા-પરંપરા ચાલુ જ છે ત્યારે ત્રણેય મુખ્ય પક્ષો મતદારોની અપેક્ષા સામે શી ખાતરી આપી રહ્યા છે તેના પર નજર નાખવી જોઈએ.

કોંગ્રેસ બનાવશે ‘શ્રેષ્ઠ ગુજરાત - ખુશહાલ ગુજરાત'

Esta historia es de la edición December 10, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición December 10, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
ABHIYAAN

વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)

બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
મુવી-ટીવી
ABHIYAAN

મુવી-ટીવી

થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
તસવીર કથા
ABHIYAAN

તસવીર કથા

સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
ABHIYAAN

બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...

તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 minutos  |
Abhiyaan Magazine 04/05/2024