રામસેતુઃ શ્રદ્ધાના વિષયને સંશોધનનું સમર્થન
ABHIYAAN|November 26, 2022
રામસેતુના નિર્માણ સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે. તામિલનાડુના રામેશ્વરમમાં સ્થિત આ પુલ આજે પણ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. આ પુલ ભારતના પમ્બન દ્વીપથી શ્રીલંકાના મન્નાર દ્વીપ સાથે જોડાયેલો છે. તેને સેતુબંધ, સેતુ મંદિર, નલ સેતુ, સેતુ તીર્થ અથવા એડમ-બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. રામસેતુ ફિલ્મ અને ઇતિહાસની વાત.
લતિકા સુમન
રામસેતુઃ શ્રદ્ધાના વિષયને સંશોધનનું સમર્થન

ભગવાન શ્રીરામ દ્વારા બંધાયેલો રામસેતુ રામભક્તોની આસ્થા સાથે જોડાયેલો છે, જે વર્ષોથી ચર્ચાનો વિષય પણ બન્યો છે. આ જ વિષય પર બનેલી અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘રામસેતુ’એ દર્શકોના મનમાં ફરીથી રામસેતુનો પ્રશ્ન ઊભો કર્યો છે. એવું કહેવાય છે કે, આ ફિલ્મ પુરાતત્ત્વવિદ્ ડૉ. આલોક ત્રિપાઠીના સંશોધન પર આધારિત છે.

ડૉ. આલોક ત્રિપાઠીએ પોતે આ ફિલ્મ જોઈ નથી અને ન તો આ ફિલ્મ સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિએ તેમની સાથે તે વિષય પર ચર્ચા કરી છે, એવું તેમની નજીકના સૂત્રો કહે છે. તેમ છતાં રામસેતુ પર બનેલી અને ભક્તોની લાગણી સાથે જોડાયેલી આ ફિલ્મ વિશે દર્શકો અને વાચકોએ વિચારવું જરૂરી છે કે રામસેતુ ખરેખર ભગવાન શ્રીરામે વાનરસેના સાથે મળીને બંધાવ્યો હતો કે પછી તે કુદરતી સેતુ છે, જેનો કેટલોક ભાગ તોડીને વિકાસનાં કામો કરવા જોઈએ?

આ રામસેતુનું વર્ણન તમિલ સાહિત્યકાર કમ્બનની કમ્બ રામાયણ અને મહર્ષિ વાલ્મીકિના રામાયણ તેમ જ તુલસીના રામચિરતમાનસમાં કરવામાં આવ્યું છે. ૧૪ વર્ષના વનવાસના સમયગાળા દરમિયાન દંડકારણ્યમાં ૧૦ વર્ષ ગાળ્યા પછી જ્યારે શ્રીરામ, સીતા અને લક્ષ્મણ સાથે અગસ્ત્ય મુનિના દર્શન કરવા ચિત્રકૂટ આવ્યા ત્યારે તેમણે શ્રીરામને ગોદાવરીના કિનારે પંચવટીમાં થોડા દિવસો રહેવાનો આદેશ આપ્યો. પછી શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણ સાથે પંચવટીમાં આવ્યા. રાક્ષસી શૂર્પણખા, જે તેના બે ભાઈઓ ખર અને દૂષણ સાથે ત્યાં રહેતી હતી, તે લંકાપતિ રાવણ, વિભીષણ અને કુંભકર્ણની બહેન પણ હતી. તે શ્રીરામથી મોહિત થઈ ગઈ હતી. તેણે પહેલાં શ્રીરામને લલચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એનો કોઈ પ્રભાવ ન પડ્યો એટલે તેણે લક્ષ્મણને પોતાના મોહમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ગુસ્સામાં લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું, જે રામાયણના યુદ્ધ અને માતા સીતાના અપહરણનું કારણ હતું. શૂર્પણખાના કપાયેલા નાકનો બદલો લેવા માટે પંચવટીના રાજા એવા તેના ભાઈઓ ખર અને દૂષણે શ્રીરામ સહિત તેમની સેના સાથે ભીષણ યુદ્ધ લડ્યું. આ યુદ્ધમાં માત્ર એક જ રાક્ષસ બચ્યો હતો, જેનું નામ અકમ્પન હતું. તે શ્રીલંકામાં રાવણ પાસે ગયો અને રાવણને પંચવટીના વિનાશની રાક્ષસકુળના કથા સંભળાવી, સાથે તેના અહંકારને પણ ઉશ્કેર્યો. પોતાની બહેનના કપાયેલા નાકનો બદલો લેવાની લાયમાં રાવણની બુદ્ધિ બહેર મારી ગઈ અને અને તેણે માતા સીતાનું અપહરણ કર્યું.

Esta historia es de la edición November 26, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición November 26, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
ABHIYAAN

‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...

રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’

time-read
2 minutos  |
Abhiyaan Magazine 27/04/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!

time-read
5 minutos  |
Abhiyaan Magazine 27/04/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વાગ્દ્ત્તાના વિઝા

time-read
3 minutos  |
Abhiyaan Magazine 27/04/2024
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
ABHIYAAN

ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને

બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
ABHIYAAN

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન

જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
ABHIYAAN

અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!

સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 27/04/2024
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
ABHIYAAN

કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ

કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.

time-read
6 minutos  |
Abhiyaan Magazine 27/04/2024
વન્ય જીવન
ABHIYAAN

વન્ય જીવન

ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 27/04/2024
શ્રદ્ધા
ABHIYAAN

શ્રદ્ધા

રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન

time-read
5 minutos  |
Abhiyaan Magazine 27/04/2024