ફૂટબોલ વિશ્વકપ માટે સજ્જ કતાર
ABHIYAAN|November 26, 2022
આરબ દેશોમાં યોજાનારો આ સર્વ પ્રથમ ફીફા કપ છે. આટલો મોટો ફિજૂલ ખર્ચ કરવાનું કતાર જેવા દેશને પોષાય, કારણ કે દુનિયામાં એ સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો દેશ છે
વિનોદ પંડ્યા
ફૂટબોલ વિશ્વકપ માટે સજ્જ કતાર

આ વીસ નવેમ્બર રવિવારના રોજ ખાડીના દેશ કતાર ખાતે જગતના રમતગમતના આજ સુધીના ઇતિહાસમાં યોજાયો ન હોય તેવો ભવ્યાતિભવ્ય રંગારંગ, જગતને આંજી નાખે એવો ઉદ્ઘાટન સમારંભ યોજાશે. તેનું ખાસ કારણ છે. કારણ કે હમણાં સુધી દર ચાર ચાર વરસે ફેડરેશન ઑફ ઇન્ટરનેશનલ ફૂટબૉલ એસોસિયેશન્સ (ફીફા) દ્વારા વિશ્વ કપ સ્પર્ધાઓ યોજાઈ છે. તેમાં યજમાન દેશે ત્રણથી ચાર અબજ ડૉલરનો ખર્ચ કર્યો હતો. ૨૦૧૮માં રશિયા યજમાન હતું અને સાડા ત્રણ અબજ ડૉલર વાપર્યા હતા. છતાં રશિયાના એ ફૂટબૉલ મહોત્સવને આજ સુધીમાં શ્રેષ્ઠ રીતે યોજાયેલો ગણવામાં આવ્યો છે અને હવે કતારની વાત. વરસ ૨૦૨૨ના કપના આયોજનમાં કતાર રશિયાથી લગભગ નેવુંથી સો ગણો ખર્ચ કરી રહ્યું છે. બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે કતાર ત્રણસો અબજ ડૉલર વાપરશે. જ્યારે સત્તાવાર આંકડો કહે છે કે ત્રણસો વીસ અબજ ડૉલર વપરાશે. ભારત પાસે જે ડૉલર (વિદેશી હૂંડિયામણ) રિઝર્વ છે તેની લગભગ અરધોઅરધ ૨કમ કતાર એક ફૂટબૉલ સ્પર્ધાના આયોજન માટે વાપરી નાખશે. જેમ એક અતિ શ્રીમંતને ત્યાં યોજાતાં લગ્ન તે શહેર, રાજ્ય કે દેશ માટે ચર્ચાનો વિષય અને માણવાલાયક જોણું બની જાય છે તેમ આ ટચૂકડા દેશના યજમાનપદે યોજાઈ રહેલો કપ દુનિયાના સાડા ત્રણથી ચાર અબજ લોકો નિહાળશે એવો અંદાજ છે. રશિયાનો વર્લ્ડ કપ સાડા ત્રણ અબજ લોકોએ નિહાળ્યો હતો.

કતારના શહેર દોહા ખાતે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ૨૦ નવેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી, લગભગ એક મહિનો આ સ્પર્ધા યોજાશે, જેમાં ફીફાના ૩૨ સભ્ય દેશોની ટીમો ભાગ લેશે. ફૂટબૉલ દુનિયાની સૌથી વધુ લોકપ્રિય રમત ગણાય છે અને વિશ્વ કપના દિવસોમાં દુનિયાભરનાં બાળકોથી માંડીને યુવાનો સુધીમાં ફૂટબૉલ જોવાનો અને રમવાનો બુખાર ચડે છે. તે થોડા મહિનાઓ પછી ભારત જેવા દેશમાં ઊતરી જાય છે. ભારતની શેરીઓમાં અને મેદાનોમાં હવે બાળકો રમતાં જોવા મળશે.

Esta historia es de la edición November 26, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición November 26, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
ABHIYAAN

વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)

બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
મુવી-ટીવી
ABHIYAAN

મુવી-ટીવી

થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
તસવીર કથા
ABHIYAAN

તસવીર કથા

સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
ABHIYAAN

બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...

તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 minutos  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 minutos  |
Abhiyaan Magazine 04/05/2024