Versuchen GOLD - Frei

આપણે તો પ્રવાસી પારાવારના ને પડકારના...

Chitralekha Gujarati

|

May 05, 2025

દિવસે ને દિવસે ચૅલેન્જિંગ બની રહેલા જીવનમાંથી ઘડીક છૂટવાનો હાથવગો ઉપાય છેઃ પ્રવાસ. જો કે વૅકેશનમાં બિસ્તરા-પોટલાં બાંધીને ભટકવા નીકળી પડવાના દિવસો હવે ગયા. ઈન્સ્ટાયુગમાં પ્રવાસને જીવનની ઉત્તમ ક્ષણો બનાવી દેવા અવનવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. હવે તો રહસ્ય-રોમાંચથી લઈને માત્ર ઊંઘવાની ટૂરો પણ નીકળી છે. ચાલો, ‘ચિત્રલેખા’ની સંગાથે ટ્રાવેલના કેટલાક નવીનવાઈના ટ્રેન્ડની સફર પર.

- ઉમંગ વોરા (મુંબઈ)

આપણે તો પ્રવાસી પારાવારના ને પડકારના...

“શું વાત કરો છો? ધખધખતો જ્વાળામુખી જોવાની ટૂરનું પ્લાનિંગ કરી રહ્યા છો?’

‘હા.’ ‘હેં?! જ્વાળામુખી ફાટે ત્યારે તો આસપાસના કિલોમીટરો સુધીના ગામવાસીઓ પોટલાં બાંધી નાસદોટ કરી મૂકે અને તમે કહો છો, સેંકડો કિલોમીટરો દૂરથી ઘેલા પ્રવાસીઓ એ જ્વાળામુખી જોવા દોટ મૂકે છે?’

‘હા. યસ. વાય ઈ એસ... યસ.'

imageવાચકમિત્રો, આ છે એક્સ્ટ્રીમ ટૂરિઝમ. આત્યંતિક પર્યટન. જોખમનો આનંદ માણવાની યાત્રા. આ જ નહીં, આવા અનેક ટ્રાવેલ ટ્રેન્ડ અત્યારે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. રોજ સવારે ઊઠીને મોબાઈલ ફોનમાં ઈન્સ્ટાગ્રામ ખોલો એટલે બે-ચાર નવજાત ટ્રેન્ડ જગતમાં અવતરી ચૂક્યા હોય છે.

દાખલા તરીકે, આજકાલ ઍરપોર્ટ થિયરી ચાલી છે. આમાં પ્રવાસીઓ ઍરપોર્ટ પર બે-ત્રણ કલાક વહેલા પહોંચી, સમયસર ચેક-ઈન કરાવી એય...ને નિરાંતે વિવિધ દુકાનો, રેસ્ટોરાંની લટાર મારવાને બદલે છેલ્લી ઘડીએ ઍરપોર્ટ પર આવે. આ છે ઍરપોર્ટ થિયરી. ફ્લાઈટ ગેટ બંધ થાય એના થોડા જ સમય પહેલાં ઘાંઘા થઈને આવવાનું, જરાય વાટ નહીં જોવાની, દોડાદોડી કરીને ફ્લાઈટ પકડવાની. ઘણા છેલ્લી ઘડીએ અમદાવાદના કાળુપર સ્ટેશને પહોંચીને ગુજરાત મેલ પકડે એમ. આવો ટ્રેન્ડ શરૂ કરનાર ભેજાગેપનું કહેવું છે કે આનાથી પ્રતીક્ષા ટળે છે અને પૈસાની બચત થાય છે. તો ઍવિયેશન એક્સ્પર્ટનું કહેવું છે કે આ કેવળ બાલિશ થિયરી છે. આમાં ફ્લાઈટ મિસ થવાનું તથા પેનલ્ટી ભરવાનું જોખમ છે. વળી, ઍરપોર્ટ સ્ટાફ પર એ પ્રેશર વધારી મૂકે છે. પ્રવાસીઓને એ રોમાંચક લાગે, પણ એ સ્ટ્રેસ વધારી મૂકે છે. ખેર, પણ શું થાય? આ તો લેટેસ્ટ ટ્રેન્ડ છે!

હશે. આપણે ફરવા જવામાં કેવાં કેવાં પરિવર્તન આવ્યાં એની વાત કરીએ છીએ. આજકાલ લોકો સ-દેહે પર્યટનસ્થળે પહોંચે એ પહેલાં ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યૂબ જેવાં માધ્યમથી મનથી તો ત્યાં પહોંચી જ જાય છે. પરિણામે સામાન્ય પ્રવાસનસ્થળો, હરવાફરવાનાં ટ્રાવેલ ડેસ્ટિનેશન્સ, હેરિટેજ સ્થાનોનો લોકોમાં ખાસ રોમાંચ નથી રહ્યો. ખાસ કરીને યુવાનોમાં. ફરવા જવું અને રોમાંચ અનુભવીને ફરવા જવું એ બે જુદા પ્રવાસ-અનુભવ થઈ ગયા છે.

WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size