Facebook Pixel વિધાનસભા ચૂંટણીનાં પરિણામઃ ફિફ્ટી-ફિફ્ટી! | Chitralekha Gujarati – news – Lesen Sie diese Geschichte auf Magzter.com
Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

વિધાનસભા ચૂંટણીનાં પરિણામઃ ફિફ્ટી-ફિફ્ટી!

Chitralekha Gujarati

|

October 21, 2024

હરિયાણા અને જમ્મુ-કશ્મીર... દેશના રાજકારણમાં આમ તો બન્નેનું બહુ નાનું કદ. જો કે લોકસભામાં ભાજપને ધારી સફળતા ન મળી એ પછી આ બે વિધાનસભા ચૂંટણીનું મહત્ત્વ ખૂબ વધી ગયું હતું. અનેક પૂર્વધારણા ખોટી પાડી ભાજપે હરિયાણામાં તો ફરી સત્તા મેળવી છે, પરંતુ કશ્મીરમાં કમળ ખીલવવાની ભાજપની આશા ફળીભૂત થઈ નથી.

- હીરેન મહેતા

વિધાનસભા ચૂંટણીનાં પરિણામઃ ફિફ્ટી-ફિફ્ટી!

મોટા ભાગના વરતારા ખોટા પાડી ભારતીય જનતા પક્ષે હરિયાણામાં સતત ત્રીજી મુદત માટે વિધાનસભામાં બહુમતી મેળવી. જો કે જમ્મુ-કશ્મીરમાં ભાજપ સર્વેક્ષણો ખોટાં ન પાડી શક્યો અને નયા કશ્મીરના નિર્માણનું શમણું ઢબૂરીને એણે બીજા ક્રમ સાથે સંતોષ માનવો પડ્યો. જમ્મુ-કશ્મીરમાં ફારુક અબદુલ્લાની નૅશનલ કૉન્ફરન્સે આમ તો એકલપંડે જ ૯૦માંથી ૪૨ બેઠક જીતી લીધી છે અને કોંગ્રેસ તથા બીજા કેટલાક નાના પક્ષોનો સાથ લઈ એ સહેલાઈથી સરકાર બનાવી લેશે. જમ્મુ-કશ્મીર વિધાનસભા સંયોજનને લગતા નવા ફેરફાર પ્રમાણે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે નાયબ રાજ્યપાલ પાંચ સભ્યોની નિમણૂક કરી શકશે. જો કે એમના ટેકાથી પણ ભાજપ કશ્મીરમાં એનો મુખ્ય મંત્રી બેસાડી શકે એમ નથી.

imageજમ્મુ-કશ્મીરમાં નૅશનલ કૉન્ફરન્સ તો હરિયાણામાં ભાજપ: હવે નજર મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી પર રહેશે.

લોકસભામાં સાદી બહુમતી મેળવવામાં પણ નિષ્ફળ જનારા ભારતીય જનતા પક્ષ માટે એ સાર્વજનિક ચૂંટણી પછી જનસમર્થન દાખવવાનો આ પહેલો મોકો હતો. જો કે હરિયાણામાં ભાજપને ઝાઝી અપેક્ષા નહોતી. કૃષિ કાયદામાં સૂચિત સુધારા અને લશ્કરમાં ભરતી માટેની અગ્નિવીર યોજના એ બે મામલે ભાજપે હરિયાણામાં લોકસભાની દસમાંથી પાંચ બેઠક ગુમાવી હતી અને વિધાનસભામાં પણ ભાજપના એ જ હાલ થશે એવી સંભાવના લાગતી હતી. લોકસભા ચૂંટણી પહેલાં જ આમ તો હરિયાણાની સ્થિતિનો તાગ આવી જતાં ભાજપે દલિત અને પછાત વર્ગનો ટેકો મેળવવા મુખ્ય પ્રધાન બદલ્યા હતા.

WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Listen

Translate

Share

-
+

Change font size