Versuchen GOLD - Frei
એમના વિરોધનું કારણ સમજો...
Chitralekha Gujarati
|22 June, 2026
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
આપણા મિત્ર ન હોય એ તમામ આપણા દુશ્મન નથી હોતા. આપણી સાથે જે સહમત ન હોય એ બધા આપણા વિરોધી નથી હોતા... કમનસીબે અત્યારના સોશિયલ મિડિયા પર નભી રહેલા માહોલમાં આવા શબ્દો વચ્ચેની ભેદરેખા બહુ સૂક્ષ્મ અને ક્યાંક તો સાવ વિલોપ થઈ ગઈ છે.
વડા પ્રધાન તરીકે મનમોહન સિંહની બીજી મુદત દરમિયાન, ૨૦૧૦ના દાયકાની શરૂઆતમાં એમની સરકારનાં એક પછી એક ભોપાળાં બહાર આવવા લાગ્યાં. મનમોહન સિંહ પોતે નખશિખ પ્રામાણિક, પણ એમની આજુબાજુ, કોંગ્રેસ અને એના સાથી પક્ષોના મંત્રીઓ ભ્રષ્ટાચારમાં રત હતા અને તેમ છતાં એ કોઈ પગલાં લઈ શકે એમ નહોતા. પોતાની સ્વચ્છ પ્રતિભા ખરડાય નહીં એ માટે આમ તો એમણે હોદ્દો છોડી દેવો જોઈતો હતો, પરંતુ કોઈક કારણસર એ મોઢે તાળું મારીને સત્તા પર બેઠા રહ્યા અને નાહકના વગોવાઈ ગયા. એક જાણીતા ઉદ્યોગપતિએ એ વખતે મનમોહન સરકાર માટે પંગુ-લકવો મારી ગયેલી સરકાર એવો શબ્દપ્રયોગ કર્યો હતો.
‘કોક્રોચ પાર્ટી’ના અભિજિત દીપકેનું આંદોલન સારું પરિણામ લાવી શકશે?
એ સમયે દેશમાં જે રાજકીય અરાજકતા હતી એને કારણે અણ્ણા હજારેના લોકપાલ ખરડા માટેના આંદોલનને પ્રચંડ જનસમર્થન મળ્યું હતું. એ જ ગાળામાં ગાજેલા દિલ્હીના નિર્ભયા બળાત્કાર કેસ વખતની સરકારની નિષ્ક્રિયતા પછી વાતાવરણ એટલું સરકારવિરોધી બની ગયું કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ભાગે ૫૪૩માંથી રોકડી ૫૦ બેઠક પણ ન આવી.
છેલ્લા દાયકા-દોઢ દાયકામાં તો સ્થિતિ બહુ બદલાઈ ગઈ છે. સોશિયલ મિડિયાના પ્રભાવને કારણે કોઈ નક્કર આધાર વિના પણ લોકોની માનસિકતા એક પ્રકારની ગ્રંથિ જેવી વાડાબંધીમાં કેદ થઈ રહી છે. આવે સમયે સત્તાસ્થાને, જવાબદારીભર્યા હોઠે બેસેલા લોકોએ એમનાં વાણી અને વર્તન વિશે સભાન રહેવું જોઈએ. થોડાં સપ્તાહ અગાઉ સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ સૂર્ય કાન્તે બેરોજગાર યુવાનો અને સામાજિક કાર્યકરોની સરખામણી વાંદા (કોક્રોચ) સાથે કરી એમને ઉપદ્રવી લેખાવ્યા. પાછલાં વર્ષોમાં દેશ ગરીબી નાબૂદ કરવાની દિશામાં આગળ વધ્યો હોય તો પણ બેકારીનું પ્રમાણ હજી ખાસ નીચે આવ્યું નથી એ હકીકત છે. શિક્ષિત યુવાનો લાંબો સમય બેરોજગાર રહે તો એમની હતાશા ક્યારેક હુતાશનનું રૂપ લઈ શકે.
Diese Geschichte stammt aus der 22 June, 2026-Ausgabe von Chitralekha Gujarati.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

