Versuchen GOLD - Frei

ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને

Chitralekha Gujarati

|

June 17, 2024

એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.

- મહેશ શાહ (અમદાવાદ)

ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને

બારેક વર્ષ પહેલાં અમદાવાદના એક શ્રીમંત વેપારીએ આર્કિટેક્ટ અને લેન્ડસકેપ ડીઝાઇનર લોકન્દ્ર બાલાસરિયાને પોતાના બંગલે બોલાવેલા. ઔપચારિક વાત બાદ વેપારીએ બગીચો બતાવીને કહ્યું: ‘અહીં સુકાયેલાં પાંદડાં અને લો બહુ ખરે છે, એનો કચરો થાય છે. મારે ગાર્ડન સફાચટ કરી ફ્લોરિંગ કરાવવું છે અથવા તો શું કરી શકાય એનાં સજેશન આપો.’

સામાન્યપણે લોકો ગાર્ડન બનાવવા માટે માર્ગદર્શન લે, પણ અહીં ઊંધો સીન જોઈને લોકેન્દ્રભાઈને આઘાત લાગ્યો. એમણે વેપારીને વૃક્ષો ન કાપવાની સલાહ આપી, વૃક્ષોની મહત્તા પણ સમજાવી. જો કે વેપારીનો વિચાર ન બદલી શકાયો એટલે લોકેન્દ્રભાઈ ત્યાંથી નીકળી ગયા.

એ ઘટના બાદ એમને ચિંતા થઈઃ ખરી પડતાં પાંદડાં, ડાળી, ફૂલને કચરો માનીને કેટલા લોકો વૃક્ષ કપાવતા હશે?

ઉકેલ એમણે જાતે જ શોધ્યો. એમણે લોકોને વિવિધ વૃક્ષોનો વૈજ્ઞાનિક પરિચય કરાવીને ઉપિયોગિતા સમજાવવા સાથે વૃક્ષારોપણ અને વૃક્ષોનાં જતનની વિનામૂલ્યે જાણકારી આપવાનું કામ સ્વેચ્છાએ હાથ ધર્યું. એમાં કેટલાક હોર્ટિકલ્ચરિસ્ટનું માર્ગદર્શન લીધું. વૃક્ષની જાણકારી ચાલતાં કે હરતાં-ફરતાં આપવી હતી એટલે અર્થસભર નામ રાખ્યુંઃ ટ્રી વૉક. એ હતું વર્ષ ૨૦૧૩. ટ્રી વૉનો સમય નક્કી કર્યો દર મહિનાના બીજા શનિવારે સવારે દોઢ કલાક.

શરૂમાં દસેક સહભાગીની સંખ્યા આગળ જતાં વધીને દોઢસોએ પહોંચી. વૉકના પ્રથમ કલાકમાં એ વૃક્ષ પાસે ઊભા રહીને ઝાડનું નામ, વૈજ્ઞાનિક ઓળખ, સીઝન, પાંદડાં-ફુલ-ફળનાં રંગ-રૂપ-સુગંધ, એના પર આશરો લેતાં પંખીઓની ઓળખ, વૃક્ષની મહત્તાથી માંડીને વૃક્ષ સાથે સંકળાયેલી પૌરાણિક કે દંતકથા, વગેરેની સરળ સમજ આપે. તો એ પછી માટી, દેશી ખાતર બનાવવાની રીત, સિંચાઈની પદ્ધતિ, સુકાયેલાં અને ખરી પડેલાં પાંદડાં કે ફૂલનો ઉપયોગ, વગેરે પણ જણાવે. છેલ્લે પ્રશ્નોત્તરી થાય. આખરમાં રોપા અને બીજનું વિનામૂલ્યે વિતરણ પણ કરે.

WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size