મુંબઈ-મહારાષ્ટ્રની મૂંઝવણ કેવી છે?
Chitralekha Gujarati|May 27, 2024
છેલ્લાં બે-ત્રણ વર્ષના રાજકીય દાવપેચમાં મહારાષ્ટ્રનું રાજકારણ ખાસ્સું ઉપર-તળે થયું. ૨૦ મેએ મુંબઈ સહિત મહારાષ્ટ્રની કેટલીક બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે તદ્દન અસ્પષ્ટ સ્થિતિમાં અટવાયેલા મતદારો પૂછે છેઃ ‘ક્યા કરે, ક્યા ના કરે...’
સમીર પાલેજા (મુંબઈ)
મુંબઈ-મહારાષ્ટ્રની મૂંઝવણ કેવી છે?

રાજકારણમાં કાયમી શત્રુ કે મિત્ર હોતા નથી એ વાતનો મહારાષ્ટ્રના મતદારોને પ્રેક્ટિકલ અનુભવ છે, જેમ કે ૨૦૧૯માં દરેક સભામાં નરેન્દ્ર મોદીને દેશની શાન ગણાવનારા શિવસેનાના સંજય રાઉત હવે મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરીને એમને મહારાષ્ટ્રની ધરતીમાં દાટી દેવાની ધમકી આપે છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી)ના અજિત પવારના કથિત સિંચાઈ સ્કેમ સામે વર્ષો સુધી કાગારોળ મચાવનારા ભાજપના નેતાઓ-કાર્યકરો હવે અજિતદાદાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. એમ તો ૨૦૧૪થી ૨૦૧૯ સુધી ભાજપના સાંસદ તરીકે નરેન્દ્ર મોદીનું સમર્થન કરનારા નાના પટોળે (હવે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ) કહે છે કે અમે સત્તા પર આવીશું તો રામમંદિરને ગંગાજળથી ધોઈને શુદ્ધ કરી નાખીશું. આવા તો અનેક રાજકીય વિરોધાભાસ મુંબઈ-મહારાષ્ટ્રના ચૂંટણીમંચ પર ભજવાઈ રહ્યા છે.

૧૯૭૭થી તમામ ચૂંટણી કવર કરનારા મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક પ્રકાશ આકોલકર ચિત્રલેખાને કહે છેઃ ‘મહારાષ્ટ્રમુંબઈ માટે આ પહેલી ચૂંટણી એવી છે જેમાં મતદારોને આકર્ષે કે એમને રસ પડે એવો કોઈ ચોક્કસ મુદ્દો નથી, જેમ કે મરાઠવાડાના સૌથી વિકસિત શહેર લાતુરમાં સપ્તાહમાં એક જ વાર પાણી આવે છે, છતાં આશ્ચર્યજનક રીતે ચૂંટણીમાં આ સમસ્યા મુદ્દો જ ન બની. જાન્યુઆરીમાં અધૂરા મંદિરે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને એને ચૂંટણીનો મુદ્દો બનાવવાની ભાજપની ગણતરી હતી, પણ મહારાષ્ટ્રના લોકો તો શું, ભાજપના ઉમેદવારો સુદ્ધાં હવે રામમંદિરને ભૂલી ગયા છે. અરે, મોદીજી પોતે જ એટલા ગૂંચવાયેલા લાગે છે કે એમણે એક સભામાં શરદ પવારને ભટકતો આત્મા કહ્યા તો બીજી સભામાં ભાજપના સાથી થવાનું આમંત્રણ આપી દીધું. સામે પક્ષે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર બેરોજગારી જેવા મુદ્દા ઉખેળી રહ્યા છે અને પ્રિયંકા ગાંધીને પણ મહારાષ્ટ્રમાં સપોર્ટ મળી રહ્યો છે.

Diese Geschichte stammt aus der May 27, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der May 27, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
Chitralekha Gujarati

ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને

એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.

time-read
3 Minuten  |
June 17, 2024
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
Chitralekha Gujarati

સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...

માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.

time-read
4 Minuten  |
June 17, 2024
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
Chitralekha Gujarati

ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!

ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.

time-read
5 Minuten  |
June 17, 2024
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
Chitralekha Gujarati

શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?

અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.

time-read
3 Minuten  |
June 17, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.

time-read
1 min  |
June 17, 2024
વન-વેથી મન-વે સુધી
Chitralekha Gujarati

વન-વેથી મન-વે સુધી

આપણી વચ્ચે ઘણું અંતર છે એની જાણ છે તે છતાં વચ્ચે જ મળવા, હું હવે તૈયાર છું. – સુધીર દવે

time-read
2 Minuten  |
June 17, 2024
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
Chitralekha Gujarati

કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!

આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.

time-read
2 Minuten  |
June 10, 2024
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
Chitralekha Gujarati

કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...

સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?

time-read
4 Minuten  |
June 10, 2024
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
Chitralekha Gujarati

ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ

સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.

time-read
6 Minuten  |
June 10, 2024
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
Chitralekha Gujarati

રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...

ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?

time-read
5 Minuten  |
June 10, 2024