ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ એટલે કે વેપાર કરવાનું સરળ બનાવવાના સૂત્ર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈઝ ઑફ ડુઈંગ બૅન્કિંગ (બધા માટે બૅન્કિંગ વ્યવહાર સરળ બનાવવા)નું સૂત્ર પણ જાહેર કર્યું છે. રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનાં ૯૦ વરસની ઉજવણી પ્રસંગે નરેન્દ્ર મોદીએ આરબીઆઈની ભૂમિકા અને ભારતીય બૅન્કિંગ ક્ષેત્રે થયેલા સુધારા સાથે હવે પછી આવનારા પરિવર્તનના સંકેત આપ્યા. જો કે એ સાથે એમણે જે મહેચ્છા પ્રગટ કરી એ રૂપિયાને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાની છે.
ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યની સાથે રૂપિયાનું ચલણ જગતભરમાં માન્ય રાખવામાં આવે એવું બનાવવાની નેમને આ દિશામાં એક અતિ મહત્ત્વનું કદમ ગણી શકાય. અલબત્ત, વર્તમાન સંજોગો અને સંકેતો ધ્યાનમાં લેતાં આ ચઢાણ કપરાં લાગે છે.
મજબૂત અર્થતંત્ર છતાં રૂપિયો નબળો
આમ તો રૂપિયો મજબૂત થાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય બને એ ભારતીય અર્થતંત્રના બહુ મોટા લાભમાં જ ગણાય. અત્યારે તો દરેક આયાત વખતે મહદંશે ડૉલરમાં પેમેન્ટ કરવાનું આવતું હોવાથી ભારતને એ મોંઘું પડે છે. નવાઈની વાત એ છે કે અમેરિકી ડૉલર અત્યારે ઘણી આર્થિક સમસ્યા વચ્ચે પણ રૂપિયા સામે ઊંચો રહે છે (એટલે કે રૂપિયો ડૉલર સામે નીચો જ રહે છે). રૂપિયાની નબળાઈને કારણે આયાત તો મોંઘી પડે છે. આપણા નિકાસકારોને ભલે એનો લાભ મળે, પણ અર્થતંત્રને એનો લાભ થતો નથી.
Diese Geschichte stammt aus der April 22 , 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 22 , 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.