ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
Chitralekha Gujarati|April 22 , 2024
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
રાધિકા રાઓલ (અમદાવાદ)
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!

યે દિલ માંગે મોર..., કુછ મીઠા હો જાયે..., નયે ભારત કી નયી તસવીર..., ક્યોંકિ હર એક ફ્રેન્ડ જરૂરી હોતા હૈ... આ કેટલીક અતિ જાણીતી બનેલી ટીવી કે પ્રિન્ટ જાહેરાતોની કૅચલાઈન ઓછા શબ્દોમાં લાગણી વ્યક્ત કરતી છે. બહુ હોવાને કારણે જ આવી ચોટડૂક પંક્તિ આપણામાંથી ઘણાને આજેય યાદ હશે. 

ચૂંટણીસૂત્રોનું પણ એવું જ છે. ભલે હોય એ શબ્દોની રમત, પણ મતદારો પર એ જબરો જાદુ કરી જાય છે. સૂત્રોની પોતાની એક ઊર્જા હોય છે, જે મતદારોને આકર્ષે છે. આ વાત રાજકીય પક્ષો ખૂબ સારી રીતે સમજે છે અને એટલે જ ચૂંટણીપ્રચાર શરૂ થતાંની સાથે જ રાજકીય પક્ષો એના કાર્યકરો અને મતદારોને નવાં સૂત્રો દ્વારા ઉત્સાહિત કરવાનું શરૂ કરી દે છે.

૧૯૮૪માં તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે જુદાં જુદાં સ્લોગન અને જાહેરાતો દ્વારા જ દેશભરમાં સહાનુભૂતિનો એવો માહોલ જમાવી દીધેલો કે એના આધારે પક્ષને ૫૪૨માંથી ૪૦૦થી વધુ બેઠકો મળી. ભાજપે પણ આ વખતે ૪૦૦ પાનું જ ટાર્ગેટ રાખ્યું છે ને? ભાજપનું પ્રચારકાર્ય સંભાળનારા આમ પણ આ બાબતમાં બહુ હોશિયાર  છે. એમને ખબર છે કે અત્યારે પણ મોદીના નામના સિક્કા પડે છે એટલે ભાજપ તરફથી આવતાં મોટા ભાગનાં સ્લોગન મોદી-કેન્દ્રિત જ હોય છે, જેમ કે મોદી કી ગારન્ટી!

 ૨૦૧૪ અને ૨૦૧૯ની જેમ આ વર્ષે પણ ભાજપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર સ્લોગન તૈયાર કર્યાં છે. ૨૦૧૪માં ભાજપે સૂત્ર આપ્યું હતું: અબ કી બાર મોદી સરકાર... જે કામ પણ કરી ગયું. (બીજી તરફ કોંગ્રેસનું સૂત્ર હતું: હર હાથ તરક્કી, હર હાથ શક્તિ). ૨૦૧૯માં ભાજપે સૂત્ર આપ્યું: મોદી હૈ તો મુમકિન હૈ તથા અબ કી બાર ફિર મોદી સરકાર. હવે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે ભાજપનું સૂત્ર છેઃ તીસરી બાર મોદી સરકાર, અબ કી બાર ૪૦૦ પાર. ભાજપનો દાવો છે કે આ વખતે સૌથી વધુ સીટ્સ મેળવીને એ કોંગ્રેસનો રેકૉર્ડ તોડીને દેશમાં સ્પષ્ટ બહુમતી મેળવશે.

Diese Geschichte stammt aus der April 22 , 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der April 22 , 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 Minuten  |
May 06, 2024
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati

સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?

time-read
3 Minuten  |
May 06, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 Minuten  |
May 06, 2024
હું અમદાવાદની રિક્ષાવાળી...
Chitralekha Gujarati

હું અમદાવાદની રિક્ષાવાળી...

પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.

time-read
5 Minuten  |
May 06, 2024
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
Chitralekha Gujarati

વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર

૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.

time-read
2 Minuten  |
May 06, 2024
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
Chitralekha Gujarati

ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો

ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.

time-read
2 Minuten  |
May 06, 2024
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
Chitralekha Gujarati

સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!

લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.

time-read
2 Minuten  |
May 06, 2024
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
Chitralekha Gujarati

અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!

સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.

time-read
4 Minuten  |
May 06, 2024
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
Chitralekha Gujarati

મને માફ કરો...આઈ ઍમ સૉરી...

જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.

time-read
5 Minuten  |
May 06, 2024
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
Chitralekha Gujarati

તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર

આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.

time-read
5 Minuten  |
April 29, 2024