લડાખનો લલકારઃ એવા રે અમે એવા, રહેવા દો જેવા છીએ એવા...
Chitralekha Gujarati|April 08, 2024
પર્યટક તરીકે આપણને લેહ પેલેસ અને પેંગોંગ લેક જોવા જવું બહુ ગમે, પણ ત્યાં જઈને આપણે પર્યાવરણનો સોથ વાળી નાખીએ એ ન ચાલે. વિચાર કરો, ‘થ્રી ઈડિયટ્સ’નો રેન્ચો લડાખી પ્રજાના અધિકાર માટે ઉપવાસ પર ઊતર્યો છે ને એની એક માગણી છેઃ અમને અમારા પર્યાવરણની રક્ષા કરવા દો!
કૌશિક મહેતા
લડાખનો લલકારઃ એવા રે અમે એવા, રહેવા દો જેવા છીએ એવા...

ડિયર નૅચર,

દસ-બાર હજાર ફૂટની ઊંચાઈ છે. દેશમાં બીજે ઉનાળો બેસવામાં છે અને અમુક ઠેકાણે તો તાપમાનનો પારો વગર ઉનાળે ૩૫-૩૬ ડિગ્રીએ પહોંચી ગયો છે, પણ આપણે અત્યારે જ્યાંની વાત કરીએ છીએ એ સ્થળે તો માઈનસ પાંચ-છ સેલ્સિયસ તાપમાન છે. ૨૦૦થી ૩૦૦ લોકો આવી કડકડતી ઠંડીમાં આંદોલન કરે છે. એક માણસ અનશન પર છે અને એના ટેકામાં અન્ય લોકો પણ વારાફરતી જોડાઈ રહ્યા છે. જ્યાં શ્વાસ લેવાની સમસ્યા હોય અને હાડ ગાળતી ઠંડી હોય એવા સંજોગોમાં શા માટે આંદોલન? કારણ એક જ છે, એ જ્યાં રહે છે એ પ્રદેશમાં કુદરતે એટલા બધી સુંદરતા વેરી છે, જેનું શબ્દોમાં બયાન થઈ શકતું નથી અને જેની સુંદરતા આંખોમાં ભરી શકાતી નથી એવા લાખેણા લડાખને બચાવવું છે. એને જેવું છે એવું જ રાખવું છે.

લડાખનો વિસ્તાર બહુ મોટો છે (આશરે ૫૯,૦૦૦ ચોરસ કિલોમીટર), પણ માનવવસતિ માત્ર પોણા ત્રણ લાખ છે. અહીં પશુ-પક્ષીઓની અદ્ભુત સૃષ્ટિ છે, ઉત્તુંગ પહાડો છે, એની વચ્ચેથી વહેતી નદીઓ અને હિમનદીઓ છે. એ પહાડોની ઓથે વસે છે બહુ ભોળા લોકો. એમની સંસ્કૃતિ પણ નોખી છે. એ આપણને એમ થાય કે અહીં રહેતા લોકોને શી ખોટ હોય? ધરતી પરના એક પ્રકારે સ્વર્ગ કહી શકાય એવા પ્રદેશમાં રહેતા લોકો આંદોલન પર કેમ ઊતરી આવ્યા છે? અને એમના આંદોલનના પડઘા દેશભરમાં કેમ પડતા નથી? શું આ પ્રદેશને આપણે જોશીમઠમાં જે બન્યું અને કેદારનાથ સુધી જે બની રહ્યું છે એવું બનવા દેવું છે? આપણે કુદરતની અનુપમ સુંદરતાને કદરૂપી કરવા કેમ હરદમ તત્પર રહીએ છીએ?

કેટલા બધા પ્રશ્નો અને એય એક પ્રદેશ માટે? અહીંના પર્યાવરણવાદી અને જગવિખ્યાત ઈનોવેટર સોનમ વાંગચૂક (જેમના પરથી થ્રી ઈડિયટ્સ ફિલ્મમાં આમીર ખાનનું પાત્ર રેન્ચો તૈયાર થયું હતું એ) અનશન પર ઊતરે અને એની સાથે આ પ્રદેશના લોકો પણ જોડાય અને છતાં જ્યાં અવાજ સંભળાવો જોઈએ એ ન સંભળાય તો શું થશે એની ચિંતા જરૂર થાય.

Diese Geschichte stammt aus der April 08, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der April 08, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
દેખ જોગી, ઉનાળો
Chitralekha Gujarati

દેખ જોગી, ઉનાળો

પરબ લગાવો બરફ જમાવો તરસ અમારી કોઈ બુઝાવો ગરમ હવાઓ વહી રહી છે જરા કૂલર કે એસી ચલાવો. -રશ્મિ અગ્નિહોત્રી

time-read
2 Minuten  |
May 27, 2024
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
Chitralekha Gujarati

જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!

નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.

time-read
2 Minuten  |
May 20, 2024
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
Chitralekha Gujarati

ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!

સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.

time-read
5 Minuten  |
May 20, 2024
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
Chitralekha Gujarati

બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક

દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.

time-read
6 Minuten  |
May 20, 2024
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
Chitralekha Gujarati

ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...

માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી

time-read
4 Minuten  |
May 20, 2024
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
Chitralekha Gujarati

માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી

માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.

time-read
4 Minuten  |
May 20, 2024
આ રાજા તો બહુ ગુણવાન છે!
Chitralekha Gujarati

આ રાજા તો બહુ ગુણવાન છે!

ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.

time-read
3 Minuten  |
May 20, 2024
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
Chitralekha Gujarati

ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...

નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.

time-read
3 Minuten  |
May 20, 2024
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
Chitralekha Gujarati

સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...

આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.

time-read
5 Minuten  |
May 20, 2024
કવર સ્ટોરી
Chitralekha Gujarati

કવર સ્ટોરી

જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...

time-read
1 min  |
May 20, 2024