બાપુ તો કચકડે પણ છવાયા..
Chitralekha Gujarati|May 08, 2023
આઝાદી પહેલાં અને પછી પણ છેક અત્યારની ૨૧મી સદીમાં પણ સિનેમા, સાહિત્ય, નાટ્ય, વગેરેમાં ગાંધીજી અથવા બાપુ કે એમનાં સિદ્ધાંતો-આંદોલનો, કાર્યપ્રણાલી, વગેરે વિષય પર પુષ્કળ ખેડાણ થયું છે, થઈ રહ્યું છે. આ મણકામાં ગુજરાતસ્થિત એક સરકારી અધિકારી ગાંધીજી પરની ન્યૂઝ રીલ, ફિલ્મો, ડોક્યુમેન્ટરીઝને આવરી લેતું આર્કાઈવલ વૅલ્યૂનું એક પુસ્તક લાવ્યા છે.
બાપુ તો કચકડે પણ છવાયા..

હજી પણ મહાત્મા ગાંધીને એમના જન્મદિન, પુણ્યતિથિ, દાંડી માર્ચ કે ભારત છોડો આંદોલનની વરસીએ ઉપરાંત સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિન, વગેરે પર્વ પર એક યા બીજા સ્વરૂપે અચૂક યાદ કરવામાં આવે છે. બાપુ પરનાં પુસ્તક તો લગભગ દર અઠવાડિયે બહાર પડતાં હશે.

ગાંધીજી બેશક રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન કે શાહરુખ ખાન જેવા ફિલ્મસ્ટાર નહોતા, પણ એ ન્યૂઝ રીલ સ્ટાર જરૂર કહેવાયા છે. આઝાદીના આંદોલનમાં એમની આગેવાની મહત્ત્વપૂર્ણ હતી એટલે એવી ઘણી ઘટનાનું ફિલ્માંકન કે દસ્તાવેજીકરણ થયું. પછી એમાંની ઘણી ઘટના સમાચાર રૂપે જુદાં જુદાં થિયેટરોમાં ફીચર ફિલ્મ પહેલાં ઈન્ડિયન ન્યૂઝ રીલ (ભારતીય સમાચાર ચિત્ર)માં દર્શાવવામાં આવી. કહો કે ઈન્ડિયન ન્યૂઝ રીલમાં દર્શાવાતી મહત્ત્વપૂર્ણ ઘણી ઘટનાના કેન્દ્રમાં ગાંધીજી રહ્યા. એના લીધે જ બાપુ ન્યૂઝ રીલ સ્ટારની વિશિષ્ટ ઓળખ પામ્યા!

જાણી લો કે અંદાજે વર્ષ ૧૯૩૨માં અમેરિકાની ન્યૂઝ રીલ કંપની ફોક્સ મૂવીટોનની ટીમ ગાંધીજીનો સૌપ્રથમ ટૉકી ઈન્ટરવ્યૂ રેકૉર્ડ કરવા માટે ગુજરાતના બોરસદ ગામમાં બળદગાડામાં ગઈ હતી. પછીના સમયમાં અમુક વિદેશી સહિત ઘણા ભારતીય ફિલ્મમેકરોએ ગાંધીજીની દિનચર્યા, એમનાં આંદોલનો, વગેરે કચકડે કંડાર્યાં.

આશ્ચર્ય ગણો તો ફિલ્મ સેન્સર બોર્ડે પ્રતિબંધ મૂકેલી પ્રથમ ફિલ્મ પણ ગાંધીજી આધારિત હતી. ફિલ્મનું નામ હતું ભક્ત વિદુર. વર્ષ ૧૯૨૧માં રજૂ થયેલી કાનજી રાઠોડ દિગ્દર્શિત આ ફિલ્મમાં પૌરાણિક પાત્ર વિદુરને ગાંધી ટોપી અને ખાદીનાં વસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું હતું. એ સમયે ગાંધીજીની ઘણી લોકપ્રિયતા હતી એટલે સેન્સર બોર્ડે ઈટ્સ નોટ વિદુર, ઈટ્સ ગાંધી કહીને ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો!

Diese Geschichte stammt aus der May 08, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der May 08, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 Minuten  |
May 06, 2024
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati

સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?

time-read
3 Minuten  |
May 06, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 Minuten  |
May 06, 2024
હું અમદાવાદની રિક્ષાવાળી...
Chitralekha Gujarati

હું અમદાવાદની રિક્ષાવાળી...

પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.

time-read
5 Minuten  |
May 06, 2024
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
Chitralekha Gujarati

વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર

૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.

time-read
2 Minuten  |
May 06, 2024
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
Chitralekha Gujarati

ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો

ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.

time-read
2 Minuten  |
May 06, 2024
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
Chitralekha Gujarati

સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!

લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.

time-read
2 Minuten  |
May 06, 2024
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
Chitralekha Gujarati

અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!

સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.

time-read
4 Minuten  |
May 06, 2024
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
Chitralekha Gujarati

મને માફ કરો...આઈ ઍમ સૉરી...

જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.

time-read
5 Minuten  |
May 06, 2024
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
Chitralekha Gujarati

તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર

આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.

time-read
5 Minuten  |
April 29, 2024