ઢોલ ઢમક્યા ને વર-વહુના હાથ મળ્યા.. ઘરના ફળિયાથી દૂર!
Chitralekha Gujarati|February 20, 2023
છેલ્લાં થોડાં વર્ષથી ડેસ્ટિનેશન વેડિંગ જાનૈયા-માંડવિયામાં જબરાં લોકપ્રિય થયાં છે. ઘરઆંગણાથી દૂર રમણીય સ્થળે પરિવારજનો આત્મીયતાથી હળેમળે, લગ્ન ઉપરાંત વિવિધ પ્રસંગો માણે ને મોજ કરે એ વિચાર રોમાંચક છે.
કેતન મિસ્ત્રી (મુંબઈ) । અરવિંદ ગોંડલિયા (સુરત) । મહેશ શાહ (અમદાવાદ) । દેવેન્દ્ર જાની (રાજકોટ) ।
ઢોલ ઢમક્યા ને વર-વહુના હાથ મળ્યા.. ઘરના ફળિયાથી દૂર!

જન્મભૂમિ છે જેમની મુંબઈ, પણ કર્મભૂમિ છે કેલિફોર્નિયા એવાં હેતલ અને કેતુલને એમનાં લગ્ન યાદગાર બનાવવાં હતાં. બન્નેના પરિવાર, સ્નેહીજન મુંબઈ-ગુજરાતમાં, પણ લગ્ન એમને મુંબઈથી દૂર કોઈ રળિયામણી જગ્યાએ કરવાં હતાં. લાંબા વિચારના અંતે એમણે તથા પરિવારજનોએ કળશ ઢોળ્યો સરોવરના શહેર તરીકે પ્રખ્યાત એવા ઉદયપુર પર.

રાજકોટના 'ચોકી ધાણી'માં મંગળફેરાની તૈયારી.

ઘરના આંગણા અને ફળિયાથી લઈને વાડી, બૅન્ક્વે હૉલ, મોટું મેદાન.. લગ્નનો પ્રસંગ વિસ્તરી રહ્યો છે. એમાં છેલ્લાં કેટલાંક વર્ષથી વર-કન્યા, સાજનમાજનને ડેસ્ટિનેશન વેડિંગનું ઘેલું લાગ્યું છે. ઘરથી દૂર કોઈ હિલસ્ટેશનના રિસોર્ટમાં કુદરતી સૌંદર્યની સમીપ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવાનો આનંદ કંઈ ઔર હોય છે. અતિ અતિ ધનાઢ્ય પરિવારો યુરોપમાં લગ્ન યોજે છે, જ્યારે સુખી ઘરના શ્રેષ્ઠી ઉદયપુર, જોધપુર, જેસલમેરથી લઈને લોનાવલા, મહાબળેશ્વર, ગોવાથી લઈને ઈગતપુરી, વગેરે જેવાં સ્થળે લગ્ન યોજે છે, જ્યાં સંગીતસંધ્યા, મેંદી રસમ, બોહેમિયન લંચ, વગેરે ઈવેન્ટનાં આયોજન કરી લગ્નને એક કદીય ન ભુલાય એવી સુખદ ઘટના બનાવે છે. આ માટે ત્રણ-ચાર દિવસ કે અમુક કિસ્સામાં આખું અઠવાડિયું રિસોર્ટ્સ કે હોટેલ બુક કરાવવામાં આવે છે.

ગાંધીનારના 'અલોહા માં સરોવરની સાક્ષીએ નવજીવનનો આરંભ.

કેલિફોર્નિયાની કોડીલી કન્યા હેતલના પિતા વિનોદ માંડવિયા કહે છે: ડેસ્ટિનેશન વેડિંગનો સૌથી મોટો ફાયદો એ કે અંગત પરિવારજનો સાથે ત્રણ-ચાર દિવસ સતત હળવા-મળવાનું થાય, સંબંધો રિન્યુ થાય, સૌ પોતીકો પ્રસંગ સમજી એમાં મહાલે.’

ઉદયપુર ઍરપોર્ટથી આશરે કલાકના અંતર પર આવેલા ઑરિકા રિસોર્ટ્સમાં પ્રસંગ પાર પાડનારા વિનોદભાઈ, એમના વેવાઈ અને પરિવારજનોએ સતત ત્રણ દિવસ ૧૭૫થી વધુ મહેમાનોને કોઈ ને કોઈ ઍક્ટિવિટીમાં વ્યસ્ત અને મસ્ત રાખ્યા. સૂફી નાઈટ, કાર્નિવલ (રાજસ્થાની મેળો), સંગીતસંધ્યા, ગેમ્સ, વગેરે. હા, લગ્નવિધિ તો ખરી જ.

ડેસ્ટિનેશન મૅરેજ કરવા ઈચ્છતા પરિવારો જો નયનરમ્ય પ્રાકૃતિક સ્થાનની પસંદગી ઈચ્છતા હોય તો એમના માટે ગુજરાતમાં એક ઉમદા સ્થાન છે પાટનગર ગાંધીનગર નજીક આવેલો અલોહા હિલ્સ ઍન્ડ રિસોર્ટ્સ. સાબરમતી નદી નજીક અંદાજે સાતસો વીઘાંમાં ફેલાયેલો અલોહા હિલ્સ ઍન્ડ રિસોર્ટ્સ ડેસ્ટિનેશન વેડિંગ માટેનું પરફેક્ટ વેન્યૂ છે.

Diese Geschichte stammt aus der February 20, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der February 20, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
Chitralekha Gujarati

શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?

વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.

time-read
4 Minuten  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 Minuten  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી...

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 Minuten  |
May 20, 2024
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
Chitralekha Gujarati

ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...

કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.

time-read
4 Minuten  |
May 20, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’

time-read
1 min  |
May 20, 2024
અવરોધને અતિક્રમવાની મથામણ
Chitralekha Gujarati

અવરોધને અતિક્રમવાની મથામણ

શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને.                                                                   - ખલીલ ધનતેજવી

time-read
2 Minuten  |
May 20, 2024
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?
Chitralekha Gujarati

KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?

બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

time-read
4 Minuten  |
May 13, 2024
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
Chitralekha Gujarati

કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?

નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?

time-read
3 Minuten  |
May 13, 2024
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
Chitralekha Gujarati

સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?

સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.

time-read
3 Minuten  |
May 13, 2024
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
Chitralekha Gujarati

બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...

આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.

time-read
2 Minuten  |
May 13, 2024