Versuchen GOLD - Frei
‘ગૂગલ’ અને ‘એમેઝોન’થી પણ વિરાટ છે..ભારત સરકારનું બિઝનેસ પોર્ટલ GeM
Chitralekha Gujarati
|January 02, 2023
દેશમાં સરકાર તરફથી એવાં ઘણાં પગલાં લેવામાં આવે છે, જે વ્યાપક રીતે દરેકને ઉપયોગી હોય અને અર્થતંત્ર માટે પણ ફાયદાકારક હોય. જો કે કોઈક કારણસર સામાન્ય પ્રજા સુધી એ વાત પહોંચતી નથી. આવું એક પોર્ટલ ભારત સરકારે ૨૦૧૬થી કાર્યરત બનાવ્યું છે. તમે જાણો છો એના વિશે?

શું તમને ખબર છે કે ભારત સરકાર ગૂગલ અને એમેઝોન કરતાં પણ વિરાટ બિઝનેસ પોર્ટલ ધરાવે છે? આ પોર્ટલ મારફત તમે ચોક્કસ ચીજવસ્તુ અને સર્વિસની લે-વેચ કરી શકો છો, એ પણ બહુ સરળતા અને પારદર્શકતા સાથે.
બહુ ઓછા લોકોને આ ખબર છે યા આ વિશેની સમજ છે એટલે ચાલો, આજે અહીં કરીએ એ વિશે વિગતે વાત..
આ પોર્ટલ સરકારે ઊભું કર્યું છે, પરંતુ એનું સંચાલન સરકારી ઢબે નહીં, બલકે પ્રોફેશનલ ઢબે થાય છે. આ મંચનું નામ છે, જેમ (જીઈએમ) અર્થાત્ ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ (GeM). આ મંચ પર સરકારનાં જાહેર એકમોને તેમ જ વિવિધ મંત્રાલયોના વિભાગોને જરૂર હોય એવા માલ-સામાન અને સર્વિસિસની ખરીદી થાય છે તો સરકારનાં એકમો તરફથી લોકોને ઉપયોગી એવી વસ્તુઓ-સર્વિસિસનું વેચાણ પણ થાય છે. આ એક જ મંચ હેઠળ ઑનલાઈન સ્વરૂપે આ કામકાજ સફળતાપૂર્વક થઈ રહ્યું છે, જે વાસ્તવમાં એક ક્રાંતિ સમાન હોવા છતાં એના પ્રત્યેની જાગૃતિનો અભાવ જણાય છે.
ખાનગી ઈ–કૉમર્સ સામેની હરીફાઈમાં મજબૂત શસ્ત્ર
વાસ્તવમાં કેન્દ્ર સરકારે એનાં જાહેર એકમો અને વિવિધ મંત્રાલયના વિભાગોને એની જરૂરતની ચોક્કસ વસ્તુ ચોક્કસ પ્રમાણમાં આ મંચ પરથી જ ખરીદવી એવો આદેશ આપ્યો છે, જેથી આખા દેશના વિવિધ વર્ગને એમનો માલ વેચવાની તક મળે, માત્ર મર્યાદિત લોકો જ એનો લાભ લઈ જાય એવું ન બને. આ માટે ઈ-બીડિંગ અને રિવર્સ ઈ-ઑક્શનની સુવિધા છે. મજાની વાત એ છે કે આ મંચ મારફત કામકાજ કરનારાને લાભ થાય છે અને સરકારને પણ લાભ થાય છે. વળી, દેશના વ્યાપક વર્ગને એના માધ્યમથી બિઝનેસની તકો પ્રાપ્ત થાય છે. આને એક અર્થમાં ઈન્ફ્લુઝિવનેસ (સર્વ સમાવેશ) પણ કહી શકાય.
છેલ્લા કેટલાક વખતથી નાના-મધ્યમ વેપારીઓ પોતાનો બિઝનેસ ઑનલાઈન, ઈ-કૉમર્સવાળા છીનવી જતા હોવાની ફરિયાદ કરતા રહ્યા છે. એમના માટે પણ આ મંચ એક તક બને છે. સમય સાથે ચાલીને પરિવર્તન તો દરેકે અપનાવવું પડશે, પરંપરા ક્યાંક ને ક્યાંક તૂટશે યા બદલાશે. ટેક્નોલૉજી એ ક્રાંતિનું માધ્યમ છે, જેમાં સુસજ્જ રહેશે એ તરી જશે અને નિષ્ક્રિય રહેશે એ વહેલા-મોડા ડૂબી જશે.
Diese Geschichte stammt aus der January 02, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size