يحاول ذهب - حر
આજ બિરજ મેં હોરી રે, આયી રસિયા કી ટોરી...
April 01, 2024
|Chitralekha Gujarati
‘ઐસી હોરી તોહે ખિલાઉં, દૂધ છઠ્ઠી કો યાદ દિલાઉં, સૂન રે સાંવરે...’ વસંત પંચમીથી શરૂ થયેલી વ્રજમંડળની હોળી દોઢ મહિનો ચાલે છે. વ્રજનાં તમામ માં વિવિધ સ્વરૂપે હોળી ખેલાય છે, અનેક મનોરથ થાય છે, પણ બરસાનાની લઠમાર હોળી જોવા તો દુનિયાભરમાંથી ટૂરિસ્ટો ઊમટે છે. આ પ્રસંગે કૃષ્ણના ભક્તોને રાધાજીની ભક્તાણીઓ તરફથી પડતી લાઠી પાછળનો ભાવ સમજવા જેવો છે.
અને આખી ગલીમાં લાલ રંગનું પ્રવાહી વહી નીકળે છે ત્યારે સર્વ ઉપસ્થિત જનોનાં હૃદયમાં લાગણીનાં ઘોડાપૂર ઊમટે છે.
જી ના, આ કોઈ રમખાણ કે કાપાકાપીની વાત નથી. આ તો બરસાનાની વિશ્વપ્રસિદ્ધ લઠમાર (લઠ્ઠામાર પણ કહે છે) હોળીનો પ્રસંગ છે. લઠમાર હોળીમાં રાધાજીના ગામ બરસાનાની સ્ત્રીઓ કૃષ્ણના ગામ નંદગાંવના પુરુષો પર લાઠી વરસાવીને હોળી રમે છે. આ પરંપરાનાં મૂળ પાંચ હજાર વર્ષ પૂર્વેની કૃષ્ણલીલામાં છે.
મુંબઈની ભક્તિવેદાંત હૉસ્પિટલમાં સ્પિરિચ્યુઅલ કૅર વિભાગ સંભાળતા ડૉ. વિવેકાનંદ શાનબાગ વ્રજના ભોમિયા અને કૃષ્ણલીલાના અઠંગ અભ્યાસુ છે. વ્રજવાસીઓના સત્સંગ અને પ્રાચીન શાસ્ત્રોમાંના ઉલ્લેખોને આધારે વિવેકાનંદજી ચિત્રલેખાને કહે છે:
વ્રજમાં વસંત પંચમીથી હોળી ઉત્સવનો આરંભ થાય, જે ફાગણ પૂનમ પછીના પાંચ દિવસ સુધી અર્થાત્ આશરે ૪૫ દિવસ ચાલે. આમાં સૌથી વધારે પ્રસિદ્ધ ફાગણ સુદ આઠમની લઠ્ઠમાર હોળી અને ફાગણ સુદ નોમની લઠમાર હોળી અથવા રંગીલી હોળી છે. કૃષ્ણલીલામાં આવતી કથા મુજબ બાળકૃષ્ણ અને બલરામજી એક બ્રાહ્મણને હોળીખેલના આમંત્રણ સાથે રાધાજી પાસે બરસાના મોકલે છે. પાંડે નામના આ બ્રાહ્મણ બિચારા રાધાજીના મહેલ સુધી પહોંચે એ પહેલાં જ બરસાનાની ભાગોળે ગોપીઓ એમને ઘેરી લે છે અને પિચકારીથી રંગી નાખે છે. એ બાપડા દિગ્મૂઢ થઈ જાય છે. દરમિયાન ગોપીઓના ટોળાને ચીરતાં રાધાજી આવી પહોંચે છે અને શરમથી પાણી પાણી થઈ ગયેલા બ્રાહ્મણને નટખટ ગોપીઓના સકંજામાંથી છોડાવીને પોતાના મહેલ પર લઈ જાય છે.
‘પાંડેલીલા તરીકે ઓળખાતી આ કથામાં પછી તો નંદગાંવના બ્રાહ્મણ પાસે રાધારાણી ક્ષમાયાચના કરે છે. હૂંફાળા સુગંધી જળથી એમના સ્નાનનો બંદોબસ્ત કરાવે છે. નવાં વસ્ત્રો આપે છે. રાજમહેલના સિંહાસન પર બેસાડીને એમનું ચરણપ્રક્ષાલન કરે છે. મીઠાઈ અને પ્રસાદનો થાળ આપે છે. માતા કીર્તિદાને બ્રહ્મદેવના આગમનની જાણ થતાં એ રાજી થઈને લાડુનો થાળ લઈને આવે છે. અતિથિભાવથી કીર્તિદાદેવી એક પછી એક લાડુ પાંડેજીના મુખમાં આગ્રહ કરી કરીને ઠોસે છે. ત્યાર બાદ પાંડે બ્રાહ્મણને દક્ષિણા, દાગીના આપીને રાજવી ઠાઠ સાથે પાલખીમાં બેસાડીને વૈદિક મંત્રોચ્ચાર સાથે નંદગાંવ જવા વિદાય કરે છે.'
هذه القصة من طبعة April 01, 2024 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

