વરસ નવું... વ્યાધિ જૂની...
Chitralekha Gujarati|January 15, 2024
દરેક નવો દિવસ નવી આશા સાથે ઊગે છે એમ આગલી રાત સુધીની નિરાશા પણ સાથે લઈને આવે છે. ઈસુનું નવું વર્ષ ઉજ્વળ ભવિષ્યનાં અનેક શમણાં લઈને આવ્યું હશે તો એની સાથે અમુક ન ઉકેલાઈ હોય એવી સમસ્યાનું ભાથું પણ છે જ.
હીરેન મહેતા
વરસ નવું... વ્યાધિ જૂની...

નવા વર્ષનાં એંધાણ બહુ સારાં નથી.ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં એવી અમુક ઘટના બની છે જે સૂચવે છે કે વૈશ્વિક સ્તરે આગામી કેટલાક મહિના કે કદાચ આખું વર્ષ શાંતિથી પાર નહીં પડે.

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ આમ તો વિસ્મૃતિમાં સરી ગયું છે અને પેલેસ્ટિનના ગાઝા પટ્ટી વિસ્તાર પર શાસન કરી રહેલા સંગઠન હમસ તથા ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ પણ હવે અખબારોનાં અંદરનાં પાને ઢંકાવા લાગ્યો છે.

જો કે હમણાં અચાનક રશિયા-યુક્રેન યુદ્ધમાં ગરમાવો આવી ગયો અને હમસની પડખે ઊભેલા યમનના આતંકી જૂથ હીએ સમુદ્રમાંથી પસાર થતાં માલવાહક જહાજો પર હુમલા કરવા માંડ્યા. ડિસેમ્બરના ૧૫ દિવસમાં હુથી આતંકીઓએ પાંચ જહાજોને નિશાન બનાવ્યાં એ પછી યુરોપની એક મોટી કંપનીએ રાતા સમુદ્રમાં એનાં જહાજોની અવરજવર ગિત કરી દીધી છે. ૨૦૨૩ના વિદાય લેતા સપ્તાહમાં રશિયાએ ગણતરી ના કલાકોમાં યુક્રેન પર દોઢસોથી વધુ મિસાઈલ્સ દાગી અને એના જવાબ રૂપે યુક્રેને એની સરહદ નજીકના રશિયન શહેર પર બૉમ્બવર્ષા કરી. યુક્રેન પર આક્રમણ કર્યાને બે વર્ષ વીતવા આવ્યાં તેમ છતાં રશિયા એની પાશવી લશ્કરી તાકાત સાથે પણ નોંધપાત્ર કહી શકાય એટલો વિસ્તાર કબજે કરી શક્યું નથી. રશિયન પ્રમુખ પુતિન એમની સામે અવાજ ઉઠાવનારા લોકોને એક પછી એક કાં મરાવી રહ્યા કાં જેલભેગા કરી રહ્યા છે. જો કે યુક્રેનને થોડા જ દિવસોમાં મસળી નાખવાની એમની મનસા હજી પૂરી થઈ નથી. યુક્રેન મોરચે રશિયાએ ચાર લાખથી વધુ સૈનિકો ખડક્યા છે અને હજી વધારે જવાનોને ત્યાં તહેનાત કરવાની વાત પુતિને ઉચ્ચારી છે.

સમસ્યામાં ગૂંચવાઈ જવાની શક્યતા વધુ છે, સમાધાનની શક્યતા ઓછી.

ધારી સફળતા ન મળતાં પુતિન મરણિયા થયા છે. કોઈ પણ ભોગે જંગ જીતવાની પુતિનની જીદ એમને આગામી દિવસોમાં યુક્રેન પ્રત્યે વધુ આક્રમક બનાવશે એ નિશ્ચિત છે. પુતિન જેવા જક્કી માણસો વાર્યા તો નથી જ વળતા, હાર્યા પણ પાછા વળતા નથી. એમના માટે આબરૂ બચાવીને પારોઠનાં પગલાં ભરવાનો વિકલ્પ પણ નથી, કારણ કે યુક્રેન પર આક્રમણ કરી પુતિન કશું સિદ્ધ કરી શક્યા નથી. જો કે આ જ હકીકત પુતિનને કઠતી હશે. જેના માથે ભૂત સવાર થયું હોય એ ગાંડપણની કોઈ પણ હદે જઈ શકે. પુતિન અત્યારે ગાંડપણની એ હદની નજીક સરકી રહ્યા છે એ સ્થિતિ ચિંતા ઉપજાવનારી છે.

هذه القصة مأخوذة من طبعة January 15, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 15, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
Chitralekha Gujarati

સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...

આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.

time-read
5 mins  |
May 20, 2024
કવર સ્ટોરી
Chitralekha Gujarati

કવર સ્ટોરી

જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...

time-read
1 min  |
May 20, 2024
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
Chitralekha Gujarati

ગઢ સચવાશે કે પડશે ગાબડું?

કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.

time-read
5 mins  |
May 20, 2024
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
Chitralekha Gujarati

શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?

વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી...

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
Chitralekha Gujarati

ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...

કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.

time-read
4 mins  |
May 20, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’

time-read
1 min  |
May 20, 2024
અવરોધને અતિક્રમવાની મથામણ
Chitralekha Gujarati

અવરોધને અતિક્રમવાની મથામણ

શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને.                                                                   - ખલીલ ધનતેજવી

time-read
2 mins  |
May 20, 2024
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?
Chitralekha Gujarati

KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?

બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

time-read
4 mins  |
May 13, 2024