નારાયણ... નારાયણ.' નરેશકાકાની એન્ટ્રી થતાં બધાને ખબર પડી જાય કે નારદ નામે જાણીતા નરેશકાકા આવ્યા. લે, એમને ન ઓળખ્યા? મુકેશભાઈના દૂરના પિતરાઈ ભાઈ. એમના મુખમાં સદાય નારાયણ વસતા એટલે કે વાતે વાતે એમને નારાયણ... નારાયણ બોલવાની આદત. કંઈ જાણે કે ન જાણે, પણ એમને અહીંની વાત ત્યાં અને ત્યાંની વાત અહીં કરવાની કુટેવ પણ ખરી.
‘નારાયણ... નારાયણ! મારા કિશોરનાં ચોવીસમીએ મૅરેજ છે. તમે તો જાણો છો, ચોવીસ વરસ પહેલાં એની રાતી રાયણ જેવી મા કિશોરને જનમ આપતાંવેંત ભગવાનને ઘેર પહોંચી ગઈ. અમારો બાબલો જન્મતાંવેંત એવા વિચિત્ર રાગે રડ્યો જાણે યુડલી ઉડલી ઊઊ... એમ યોર્ડલિંગ કરતો હોય એટલે એનું નામ પાડ્યું કિશોર. મને બધાએ બહુ સમજાવ્યો કે ફરી પરણી જા, પણ ના. એવું તો કિશોરો કરે.' નરેશભાઈએ ડસ્... ડચુ કરી ડચકારા બોલાવ્યા, માથું હલાવ્યું અને આગળ ચલાવ્યું:
‘કિશોરને ખાતર મેં બીજાં લગન કિશોરને એકલા હાથે ઉછેરીને મોટો કર્યો. હવે એની વહુ આવીને ઘરને અને એને સાચવી લે એટલે હું છૂટો. જુઓને, બધા વહેવારેય મારે જ સાચવવાના એટલે હું કંકોતરીઓ વહેંચવા નીકળ્યો છું. આપ સૌ સહકુટુંબ પધારજો. ચંદુ ચીકણાને ત્યાં કંકોતરી આપીને આવ્યો. ઈ વર-બેરી કો’ક બાબતે એવાં બાખડતાં'તાં તે મને દેખીને ચૂપ થઈ ગયાં. આપણે શી પંચાત? મને તો લાગે છે કે બેય છૂટાછેડા લઈ લેશે.’
‘એમ? પણ તમે બેસો તો ખરા.
નરેશભાઈ, ચા-નાસ્તો કરીને જ જાવ.’ ગીતાબહેને વિવેક દાખવ્યો.
‘એ તો પંકજને ત્યાં પતાવીને આવ્યો. શું છે કે એની વાઈફ તેલ લેવા ગઈ હતી તે એના રામાએ હોંશભેર ચા અને સાથે ગરમાગરમ ભજિયાં ઉતારી દીધાં. કોઈ ટોકવાવાળું નહોતું ને. રામો આ પહેલાં રામભરોસે હિંદુ હોટેલમાં કામ કરતો'તો... એટલે આદતવશ હજી તો ખાવાનું પૂરું કરું એ પહેલાં ઈ રામુડો પ્લેટ પણ ઉપાડી ગ્યો. લો ત્યારે, હું નીકળું. નારાયણ... નારાયણ.’
‘મોઢું તો ગળ્યું કરવું જ પડે. આ પેંડો લ્યો.’
‘અરે ભાભી, સુરતી સાડીના વેપારી સુકેતુએ નવી ગાડી લીધી તે એણે પેંડો ખવડાવ્યો. મારે ડાયાબિટીસ છે, પણ તમે કહો છો તો એકાદો ખાઈ લઉં છું. બાકી તમે કહો, અમિત મજામાં ને? શું કામકાજ કરે છે?’
هذه القصة مأخوذة من طبعة December 25, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 25, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.
ઈલેક્શનમાં કરો સિલેક્શનઃ પહેલાં મતદાન પછી જળપાન
લોકસભા ૨૦૨૪ની ચૂંટણીનાં પડઘમ ચારેકોર વાગી રહ્યાં છે ત્યારે મહિલાઓનાં કેટલાંક કિટી પાર્ટી ગ્રુપ પણ અત્યારે હાઉઝી કે બીજી ગેમ સુધી સીમિત ન રહેતાં, શહેરની શેરીઓમાં અને ગામની ગલીઓમાં ‘મત આપો અને મત અપાવો’નો વિચાર ફેલાવી રહ્યાં છે.
લો, ટૅક્સ હેવન ગણાતા દુબઈમાં હવે આવે છે કૉર્પોરેટ ટૅક્સ
દુનિયાની ટોચની ઘણીખરી કંપની જ્યાં કોઈ ને કોઈ રીતે હાજરી ધરાવે છે એ દુબઈમાં અત્યાર સુધી આ કંપનીઓ પાસેથી કોઈ કર વસૂલવામાં આવતો નથી એ જાણીને નવાઈ લાગે. આ જ કારણે દુબઈ એ વ્યાપાર-ઉદ્યોગ માટે સ્વર્ગ ગણાય છે. જો કે હવે પશ્ચિમ એશિયાનું આ સૌથી મોટું બિઝનેસ હબ આર્થિક ગેરરીતિ ડામવાના નામે કરવેરા વસૂલશે.
એકની સંપત્તિ બીજાને...બ્રિટન-અમેરિકામાં શું છે સ્થિતિ?
સરખામણીનો આશય નથી, કરાય પણ નહીં... પરંતુ સંપત્તિની સમાન વહેંચણીની બીજા કેટલાક દેશોમાં કેવી જોગવાઈ છે એ જાણીએ...
સાબદા રહેજો, ચૂંટણીપંચની નજર ચારેકોર છે...
ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે એમ આચારસંહિતા ભંગના અને રોકડ રકમ સહિત ‘પ્રતિબંધિત’ સામગ્રી પકડાવાના કિસ્સા વધી રહ્યા છે.