મોદીઃ ત્રીજી મુદતની તૈયારી
Chitralekha Gujarati|December 18, 2023
ધારણા હતી એમ જ કોંગ્રેસે આંતરિક ખેંચતાણને કારણે રાજસ્થાન અને છત્તીસગઢમાં શિકસ્ત મેળવી છે તો ધારણાથી વિપરીત ભાજપે મધ્ય પ્રદેશમાં સત્તા જાળવી રાખી છે. લોકસભા ચૂંટણીમાં એનું પુનરાવર્તન થાય એ જરૂરી નથી, પણ... નરેન્દ્રમોદી: २०१४... २०१८ અને હવે २०२४ ?
હીરેન મહેતા
મોદીઃ ત્રીજી મુદતની તૈયારી

એક મહિના અગાઉ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના હાથે મળેલા પરાજયનું સાટું ભાજપે વાળી લીધું છે. કોઈ એક રાજ્યની તુલના બીજા સાથે ન થાય તો પણ કહેવું પડે કે ભાજપે કર્ણાટકના બદલામાં કોંગ્રેસ પાસેથી રાજસ્થાન અને છત્તીસગઢ આંચકી લીધાં છે. જો કે ભાજપને સૌથી વધુ આનંદ મધ્ય પ્રદેશ જેવું મોટું રાજ્ય લાગલગાટ જાળવી રાખવાનો હશે.

આગવું મહત્વ હમણાં પૂરા થયેલા ક્રિકેટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી ઘણાએ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લોકસભા અગાઉની સેમિ-ફાઈનલ ગણાવી છે.

આમ તો દરેક વિધાનસભા ચૂંટણીનું આગવું મહત્ત્વ હોય એટલે એવી સરખામણી ન થવી જોઈએ, કારણ કે મતદારો વિધાનસભા અને લોકસભામાં જુદા જુદા મુદ્દાના આધારે એમનો અભિપ્રાય આપે છે, પણ રાજકીય ધ્રુવીકરણ અત્યારે એ સ્તરે પહોંચ્યું છે કે લોકો આવાં જાતજાત નાં સમીકરણ બાંધતાં થઈ ગયા છે. એટલું નિશ્ચિત છે કે આ પરિણામ પછી ભાજપ લોકસભા ચૂંટણીમાં વધુ આત્મવિશ્વાસ સાથે ઝંપલાવશે તો વિરોધ પક્ષો માટે નેતૃત્વશક્તિ માટે કોંગ્રેસ પર ભરોસો રાખવો કે કેમ એ સવાલ હવે વધુ પેચીદો બનશે.

પાછલા દાયકાથી ભાજપના જમા ખાતે સૌથી મોટી પૂંજી છે એની સબળ-સક્ષમ નેતાગીરી. ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતથી નરેન્દ્ર મોદી માત્ર ગુજરાત નહીં, પણ આખા દેશના રાજકીય નકશામાં છવાઈ ગયા અને એ સાથે ભાજપને નેતૃત્વના પ્રશ્નનો ઉત્તર મળી ગયો.  પરિણામની કોઈ પૂર્વધારણા ન બાંધીએ તો પણ લોકસભા ચૂંટણીમાં ભાજપનું નેતૃત્વ નરેન્દ્ર મોદી જ કરવાના છે એ પાડ્યું છે. આમ પણ મોદી વડા પ્રધાન બન્યા એ પછી ભાજપે નાનામાં નાની ચૂંટણી સુદ્ધાં એમના નામે જ લડી છે. એમાં ક્યારેક મોદીના માથે અપજશ પણ આવ્યો છે. ચૂંટણીવિજયનાં વધામણાં એમણે લીધાં છે તો પરાજયને કારણે અળખામણા થવાનું જોખમ પણ મોદીએ સ્વીકાર્યું છે.

રાષ્ટ્રીય સ્તરે મોદીના ઉદય સાથે યોગાનુયોગ કોંગ્રેસના પતનના દિવસો પણ શરૂ થઈ ગયા હોય એમ દેશમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારો આ પક્ષ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં તદ્દન સંકોચાઈ ગયો છે અને ડૂબતી નાવડીનું સુકાન સંભાળવા કોઈ આગળ ન આવે એવી એની હાલત થઈ છે. સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયત અને રાહુલ ગાંધીની નાદાનિયતના અરસા પછી પ્રમુખ બનેલા મલ્લિકાર્જુન ખરગેનું પક્ષમાં કેટલું ઊપજે છે એ વિશે કશું બોલવા જેવું નથી.

هذه القصة مأخوذة من طبعة December 18, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 18, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
Chitralekha Gujarati

સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...

આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.

time-read
5 mins  |
May 20, 2024
કવર સ્ટોરી
Chitralekha Gujarati

કવર સ્ટોરી

જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...

time-read
1 min  |
May 20, 2024
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
Chitralekha Gujarati

ગઢ સચવાશે કે પડશે ગાબડું?

કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.

time-read
5 mins  |
May 20, 2024
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
Chitralekha Gujarati

શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?

વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી...

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
Chitralekha Gujarati

ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...

કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.

time-read
4 mins  |
May 20, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’

time-read
1 min  |
May 20, 2024
અવરોધને અતિક્રમવાની મથામણ
Chitralekha Gujarati

અવરોધને અતિક્રમવાની મથામણ

શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને.                                                                   - ખલીલ ધનતેજવી

time-read
2 mins  |
May 20, 2024
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?
Chitralekha Gujarati

KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?

બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

time-read
4 mins  |
May 13, 2024