يحاول ذهب - حر
ડૉ. દેવેન્દ્ર બાળા નારીચાણિયા: લોહીનો નહીં.. લાગણીનો સંબંધ
August 21, 2023
|Chitralekha Gujarati
રક્તપિત્ત એટલે કે કુષ્ઠરોગનું નામ પડે ને આપણી નજર સમક્ષ જુગુપ્સાપ્રેરક માનવચહેરા તરી આવે. આ રોગથી પીડાતા લોકોને બહારના તો ઠીક, પરંતુ એમના ઘરના પણ અપનાવવા તૈયાર હોતા નથી ત્યારે એક મહિલાએ છેલ્લા ચાર દાયકાથી પોતાનું સંપૂર્ણ જીવન આ દરદીઓની સેવામાં સમર્પિત કર્યું છે.
રવિવારની એ સવારે પણ રોજની જેમ જ વડોદરાના કમાટી બાગમાં થોડા લોકો કસરત કરી રહ્યા હતા. કોઈ લીલાંછમ્મ ઘાસમાં ખુલ્લા પગે ચાલી આંખોનું તેજ વધારવાના પ્રયત્ન કરતું તો કોઈ વળી યોગના સહારે સ્ટ્રેસ દૂર કરવાના પ્રયાસમાં હતું. આ બધાની વચ્ચે એક વૃદ્ધા બાગની અંદર ઘટાદાર વૃક્ષને ટેકે બેઠી હતી. એના હાથની આંગળીઓ વળી ગઈ હતી, ચહેરાનો આકાર પણ બદલાયેલો હતો. પગ પર બાંધેલા કાપડના ચીથરામાંથી લોહી ટપકી રહ્યું હતું. ત્યાંથી પસાર થતી જે વ્યક્તિની નજર એના પર જતી એ જાણે કોઈ બિહામણું દશ્ય જોઈ લીધું હોય એમ છળીને આગળ નીકળી જતી.
આવામાં પોતાના નિત્યક્રમ પ્રમાણે ૩૫ વર્ષની એક સ્ત્રી ત્યાંથી પસાર થઈ, એના પગને જાણે બ્રેક લાગી હોય એમ એ વૃક્ષ આગળ ઊભી રહી ગઈ. પેલી વૃદ્ધાને જોઈને એણે પૂછ્યું: ‘મા, તમે કોણ છો? આમ અહીં કેમ બેઠાં છો? તમને શું થયું છે?’
આ સાંભળી વૃદ્ધા રાડ પાડીને બોલીઃ ‘દૂર રહે. મને કુષ્ઠરોગ છે. તું ચાલી જા. ઘરનાએ તો મને હાંકી કાઢી. જો તું નજીક આવીશ તો તને પણ..’ એટલું બોલતાં બોલતાં એ વૃદ્ધા જ ઊભી થઈ ચાલવા લાગી.
એ દિવસે આ મહિલાએ નિર્ધાર કર્યોઃ બસ, હવે મારું સમગ્ર જીવન રક્તપિત્તના દરદીઓની સેવામાં સમર્પિત! આ મહિલા એટલે ચારેક દાયકાથી શ્રમ મંદિરમાં રક્તપિત્તના દરદીઓની સેવા કરતાં ડૉ. દેવેન્દ્રબાળા નારીચાણિયા, જેમને પ્રેમથી શ્રમ મંદિરમાં દેવીબહેન કહેવામાં આવે છે.
શ્રમ મંદિર.. ઘટાદાર વૃક્ષોની હારમાળા અને પાછળ ખળખળ વહેતી મહીસાગર નદી. નદીની કોતરમાંથી પસાર થતાં જાણે કે કેડીઓ આપણી સાથે વાત કરતી હોય એવો અહેસાસ થાય. આ કેડી પસાર કરી શ્રમ મંદિરમાં પ્રવેશ કરીએ તો ચોતરફ નીરવતાની અનુભૂતિ થાય.. અને શબ્દો સરી પડે કે દોસ્ત, ચોક્કસ અહીં એક નગર વસે છે. વડોદરાથી ૧૮ કિલોમીટરના અંતરે સિંધરોટ ગામ, જેની કોતરો નજીક ૧૫૦ એકરમાં ફેલાયેલું છે રક્તપિત્તના દરદીઓનું નાનકડું ગામ. એ જ છે શ્રમ મંદિર અને એમની સેવામાં સમગ્ર જીવન અર્પણ કરનાર છે દેવીબહેન.
જેમનું કોઈ નથી એવા રક્તપિત્તના રોગીઓ માટે છે ‘શ્રમ મંદિર’.
هذه القصة من طبعة August 21, 2023 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Translate
Change font size

