يحاول ذهب - حر
ભક્તિની સોયથી સંવેદનાના ધાગે પરોવાયેલી સુવાસ. પ્રભાતનાં પુષ્પો
June 26, 2023
|Chitralekha Gujarati
જીવનનાં અવિરત અને અથાગ વહેણ વચ્ચે અંતરમાંથી પ્રગટેલા પ્રેરણાત્મક વિચારોને વજુ કોટકે શબ્દદેહ આપીને ઉગાડ્યાં પ્રભાતનાં પુષ્પો. હજારો વાચકો માટે દીવાદાંડી સમાન ઠરનારાં આ ફૂલો છ દાયકા પછી પણ કરમાયાં નથી, બલકે હવે અત્તરની જેમ સુવાસ ફેલાવવા માટે ઑડિયો રૂપે રજૂ થઈ રહ્યાં છે. મહાભારતના સમય અર્થાત્ ઉદ્ઘોષક હરીશ ભીમાણીના ઘૂંટાયેલા સ્વરમાં વજુભાઈનાં શબ્દસુમન શ્રોતાઓના આંતરિક જગતને આધ્યાત્મિક આનંદથી ભરી દેવા સક્ષમ છે. અનેક ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા ‘પ્રભાતનાં પુષ્પો’ના ઑડિયો સંસ્કરણના લોકાર્પણનો કેવો રહ્યો કાર્યક્રમ?

આ જગતના બાગમાંથી આપ વિદાય લઈને ગયા પછી આપે ખીલવેલાં પ્રભાતનાં પુષ્પોની વાટિકા જોઈને મેં અનેક વાર વિચાર કર્યો, આ પુષ્પો ચૂંટીને સુંદર માળા બનાવીશ, પણ જ્યારે હું બાગમાં જઈને ઊભી રહેતી ત્યારે પુષ્પોના રંગો જોઈને મારાં ચક્ષુ ભરાઈ આવતાં અને એના મઘમઘાટથી અંતર મહેકી ઊઠતું. એક-એકથી ચડિયાતાં લાગતાં પુષ્પોમાંથી પહેલાં કયું ચૂંટવું અને પછી કયું એના નિર્ણયમાં જ મારું મુગ્ધ મન મૂંઝાઈ જતું.
ચિત્રલેખાનાં સહસંસ્થાપક સ્વર્ગીય મધુરીબહેન કોટકના આ શબ્દો પ્રસિદ્ધ અભિનેત્રી સરિતાબહેન જોશીના સ્વરમાં ગુંજી ઊઠ્યા ત્યારે માત્ર ચિત્રલેખા પરિવાર જ નહીં, પણ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહેમાનોનાં અંતરમાં કૃતજ્ઞતાના ભાવ ઊમટી પડ્યા.
કૃતજ્ઞતા એટલા માટે કે વર્ષો પહેલાં મધુરીબહેને ચિત્રલેખાના સંસ્થાપક સ્વર્ગીય વજુ કોટક લિખિત પ્રભાતનાં પુષ્પોની લેખમાળા પુસ્તક રૂપે રજૂ કરી, જેની પ્રસ્તાવના એમણે પાંખડી એ નામે લખી હતી. હવે એમના પૌત્ર મનન કોટકે અતિ જહેમતથી પ્રભાતનાં પુષ્પોનું ઑડિયો સંસ્કરણ તૈયાર કરાવ્યું છે, જેનું લોકાર્પણ શનિવાર, ૧૦ જૂને મુંબઈના બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સસ્થિત નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)માં યોજાયેલા એક ઝાકઝમાળભર્યા સમારોહમાં કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય પછી પ્રસિદ્ધ કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ મહારાષ્ટ્ર સરકારના પર્યટન તથા કૌશલ્યવિકાસ ખાતાના પ્રધાન મંગલ પ્રભાત લોઢા, નૅશનલ સ્ટૉક એક્સચેન્જના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ, ઉદ્ઘોષક હરીશ ભીમાણી, અદાકાર મનોજ જોષી તથા વક્તા-લેખક જય વસાવડાની ઉપસ્થિતિમાં એનએસસીનો બેલ વગાડીને ઑડિયોરૂપમાં પ્રભાતનાં પુષ્પોનું સંસ્કરણ ડાઉનલોડ માટે ખુલ્લું મૂક્યું. સરળ તત્ત્વજ્ઞાનથી ભરેલી ૧૭૩ મણકાની શ્રેણી એટલે કે પ્રભાતનાં પુષ્પોને ગુજરાતી યુવાનો સુધી પહોંચાડવા માટે હરીશ ભીમાણીના સ્વરમાં ધ્વનિમુદ્રિત કરાયાં છે.
هذه القصة من طبعة June 26, 2023 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size