કુશલઃ ઈલૅન્ડમાં પહેલી વાર એક ફ્રેન્ડ સામે રહસ્યોદ્ઘાટન કર્યું, પણ મારી અંદર તો એ વરસોથી ઘર કરીને બેઠું હતું.
રાણીના દેશ ઈંગ્લૅન્ડમાં વસતા કુશલ બંધારનો જન્મ-ઉછેર મુંબઈના એક ગુજરાતી જૈન પરિવારમાં થયો. પરિવારમાં ત્રણ જણઃ મમ્મી, પપ્પા અને કુશલ. નાનપણથી જ કુશલ એકલવાયો અને જુદો હતો. એને પોતાની સંગતમાં જ રહેવું ગમતું. હા, ઈતર પ્રવૃત્તિમાં એ તેજ. સાહિત્યલેખન, વાંચન, અભિનય, વક્તૃત્વમાં સક્રિય. પરીક્ષામાં હંમેશાં પહેલો નંબર લાવે, વિવિધ સ્પર્ધામાં ઈનામો જીતે. ૧૨મીની પરીક્ષામાં કુશલને આખા મહારાષ્ટ્રમાં ૧૩મી રૅન્ક મળી તો સીએ એન્ટ્રન્સ (સીપીટી)માં ભારતમાં ૧૦મી રૅન્ક!
કુશલ ૨૧નો થયો અને અનુસ્નાતક કરવા ઈંગ્લૅન્ડ ગયો એ એના જીવનનો અગત્યનો વળાંક હતો. ઘરથી દૂર રહેવાનો પહેલો અનુભવ હતો. જીવનનાં ૨૧ વરસમાં નહોતો શીખ્યો એટલું એ એક વરસમાં શીખ્યો. સુખી હોવું શાને કહેવાય, તે એ વર્ષે આ અનુભવથી સમજાયું.
પોતે હોમોસેક્સ્યુઆલિટી તરફ ઢળી રહ્યો છે એવી પ્રતીતિ ક્યારે થઈ એ વિશે કુશલ કહે છેઃ ‘મને હંમેશથી અંદેશો તો હતો જ. બાળપણમાં, લૈંગિક પરિપક્વતા આવી એની પણ પહેલાં મને લૈંગિક પરિપક્વતા આવી એની પણ પહેલાં મને છોકરી કરતાં છોકરાઓ પ્રત્યે એક પ્રકારનું ભાવનાત્મક આકર્ષણ રહેતું. સમય થતાં શારીરિક આકર્ષણ પણ ઊપજ્યું. ટૂંકમાં, એવી કોઈ એક ચોક્કસ ક્ષણ નહોતી, જ્યારે અચાનક એનો ભાસ થયો. જન્મથી જ એ મારા અસ્તિત્વનો ભાગ રહ્યો છે. બસ, આ સત્યને શબ્દોમાં બાંધવામાં સમય લાગી ગયો. ૨૧ વરસે ઈંગ્લૅન્ડમાં પહેલી વાર એક બહેનપણી પાસે આ રહસ્યોદ્ઘાટન કર્યું, પણ મારી અંદર તો વરસોથી આ રહસ્ય ઘર કરીને બેઠું હતું.’
هذه القصة مأخوذة من طبعة April 03, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 03, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?
પૈસાનો દેખાડો કે પરિવાર ચલાવવાની જવાબદારીનો બોજ, મા-બાપ એમની ફરજ ચૂકે ત્યારે આવું જ થાય.
શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!
સરેરાશ દર ચારમાંથી ત્રણ સ્ત્રીને સતાવતી ‘હૉટ ફ્લૅશ’ની સમસ્યા વિશે જાણી લો...
ભારતીય ભોજનનો નિવાર્ય સાથીદાર
કેરીથી માંડી કરમદાનાં અથાણાં બનાવીને આખું વર્ષ સાચવવાં કેવી રીતે?
આ છે હજારો વૃક્ષોની જનેતા
વ્યવસાયે એ શિક્ષિકા, પણ ઝાડપાન પ્રત્યે ગજબનો પ્રેમ, જેને કારણે પોતાનું સમગ્ર જીવન એમના નામે કર્યું. એટલું જ નહીં, અમદાવાદની બીજી ઘણી મહિલાઓને પણ એમણે હરિયાળીની રખેવાળ બનાવી પ્રકૃતિ તરફ વાળી છે.
રમત રમાડે રાવણ...
રાજકોટના ‘ટીઆરપી ગેમ ઝોન’ની આગમાં કંઈકેટલાં સપનાં, આશા-ઉમ્મીદ બળીને રાખ થઈ ગયાં. હવે દાઝ્યા પર બિનઅસરકારક મલમ જેવાં બદલી, સસ્પેન્શન, ધરપકડનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે સવાલ એ છે કે આ કરુણાંતિકાના અસલી ગુનેગાર હાથમાં આવશે ખરા?
મોતની ગેમ રમનારા ફ્રી ઝોનમાં કેમ?
છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાં જાતજાતની દુર્ઘટના ઘટી છે. મોરબીમાં કૅબલ બ્રિજ તૂટવાની અને રાજકોટ અગ્નિકાંડની ઘટનાને ગુજરાત હાઈ કોર્ટે સુઓ મોટો ગણી છે. શું સ્થિતિ છે આ બધા કેસની?
પ્રકૃતિ, પાણી, પર્યાવરણનું આમ કરો જતન...
સ્વાર્થી માનવની વિધ્વંસક પ્રવૃત્તિને કારણે પૃથ્વી રસાતળ જઈ રહી છે ત્યારે દેશ-દુનિયાના વિચારવંત લોકોએ ધરતીને બચાવવા કમર કસી છે. જળ, જમીન ને વાયુ જેવાં કુદરતી પરિબળોને પૂરતો આદર આપ્યા વિના આ કામ થાય એમ નથી. મુંબઈ–ગુજરાતના કેટલાક પર્યાવરણવીરો જ નહીં, પણ અમુક સરકારી વિભાગો પણ જોમ-જુસ્સાથી અવનિને આબોહવાની વિષમતામાંથી ઉગારવાના પ્રયાસોમાં લાગેલા છે. એક ઝલક એમની ભગીરથ ઝુંબેશની.
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું