લગ્નને સ્મરણીય બનાવવા માટે હમ સાથ સાથ હૈ..
ABHIYAAN|December 31, 2022
લગ્નગાળાની શરૂઆત થઈ ગઈ છે, એ સાથે લગ્નપ્રસંગને ઉત્તમ કઈ રીતે બનાવવો તેના વિચારોના બજારમાં પણ તેજી આવી છે. પહેલાંના સમયમાં આંગણે મંડપ બંધાય એટલે દીકરી કે દીકરો ઘરની બહાર ન નીકળી શકે, પરંતુ હવે એવું નથી રહ્યું. હવે તો લગ્નના દરેક પ્રસંગ કે વિધિ સાથે મળીને કરવાની નવી પ્રથા ચાલી રહી છે. જેમાં સંગીતની વાત તો સાવ જુદી જ છે. હવે અતિથિ અને યજમાન બંને પક્ષ સાથે મળીને લગ્નનો આનંદ માણે છે.
લગ્નને સ્મરણીય બનાવવા માટે હમ સાથ સાથ હૈ..

જીજાજી..જીજાજી..હોને વાલે જીજાજી..' ‘અરે આર્યા, તું આ કેવા ગીત પર ડાન્સ કરીશ?’

‘નિત્યા દીદી, હું તો જીજુ પર બનેલા દરેક ગીત પર ડાન્સ કરવાની છું, તું જોજે ને, તારા સાસરી પક્ષવાળા તો જોતાં જ રહી જશે.'

‘અરે, અમારી પણ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.’ એમ કહેતાં નિત્યાની બંને ફોઈ વાતમાં જોડાઈ.

‘ફોઈ તમે પણ પ્રેક્ટિસ કરી રહ્યાં છો?’

‘અરે, તારી ફોઈઓ જ નહીં, પણ આ બંને ફુઆ પણ રોજ બે બે કલાક ડાન્સની પ્રેક્ટિસ કરે છે.’

‘અમે મામા પણ પાછળ નથી હોં' એમ કહેતા નિત્યાનાં મામા-મામી પણ લહેકો કરતાં આવ્યાં. નિત્યાના લગ્નને એક મહિનાની વાર છે, પરંતુ તેની નાની બહેન આર્યા, મમ્મી-પપ્પા, ફોઈ-ફુઆ, મામા-મામી અને તેની સખીઓ બધાં મળી કોરિયોગ્રાફર પાસે ડાન્સ શીખી રહ્યાં છે. ફોઈ અને મામા તો બીજા શહેરમાં રહે છે, પરંતુ અઠવાડિયામાં બે દિવસ પ્રેક્ટિસ કરવા આવી જાય છે. નિત્યાના સાસરીવાળા પણ નૃત્ય માટે ખાસ તૈયારી કરી રહ્યાં છે, કારણ કે નિત્યા અને નિયમની સંગીત સંધ્યા એક પાર્ટી પ્લોટમાં સાથે રાખવામાં આવી છે. જી હા, નિત્યા અને નિયમે નક્કી કર્યું હતું કે, આપણાં લગ્નની દરેક વિધિ એક સાથે જ અને એક જ સ્થળ પર કરીશું. જેમાં આપણે બંને તો મજા માણીશું જ, સાથે-સાથે બંને પરિવાર પણ એકબીજાની દરેક વિધિમાં હાજર રહી શકે અને લગ્નનો આનંદ બેવડાઈ જાય.

હવે એ જમાનો ગયો જ્યાં લગ્ન પછી વીડિયોમાં યુવતીને ખબર પડે કે પોતાની સાસરીમાં વિધિ કેવી રીતે કરવામાં આવી હતી. આજે તો યુગલ એક જ જગ્યા પર સાથે મળીને લગ્નના દિવસોને યાદગાર બનાવે છે. કંકોતરી લખવાથી લઈને, મહેંદી રસમ, માંડવા મુહૂર્ત, ગ્રહશાંતિ, લગ્નગીતો અને સંગીત સંધ્યા જેવા દરેક કાર્યક્રમ એક સ્થળે સાથે મળીને કરવામાં આવે છે.

هذه القصة مأخوذة من طبعة December 31, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 31, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

દુઃખના દવમાં પાંચ પગલાં

time-read
4 mins  |
Abhiyaan Magazine 18/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?

time-read
4 mins  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024