નોવો સૂરજ
Chitralekha Gujarati|November 20-27, 2023 - Diwali
આ મારો વહેમ હતો કે પછી તેઃ પ્રકાશથી આંખો અંજાઈ ગઈ હતી? મોઢામાં બ્રશ નાખી હું આ કૌતુક વિશે વિચારવા લાગ્યો. આ શક્ય જ નથી છતાંઆવું બન્યું તો છે. ન ભૌગોલિક દ્રષ્ટિોએ, ન તો વૈજ્ઞાનિક રીતે... પણ રાતોરાત બન્યું તો છે...  તો શું કંઈ પણ શક્ય છે આ શહેરમાં? 
એક્તા નીરવ દોશી
નોવો સૂરજ

જે મારી ઊંઘ જરાક વહેલી ઊડી ગઈ. ના... ના, રોજની જેમ કંઈ ઉંદરની મારા પરની દોડાદોડીને કારણે નહોતી ઊડી! ન તો રોજની જેમ પાણી ભરવાનાં વાસણોના અવાજથી કે ન તો રોજની જેમ હાજતની લાઈનમાં વારો નહીં આવે એ ચિંતામાં.  મેં કોઈ પણ સમયે સૂરજનો પ્રકાશ જોયો નહોતો. મારા ઓરડાનું બારણું સીધું ચાલીમાં ખૂલતું અને કહેવા ખાતર હતી આ બારી, જે ખોલો કે ન ખોલો, ઉજાસમાં કોઈ ફરક ન પડતો. હા, ખુલ્લી બારીમાંથી આવતી હવામાં બહારની ગંધ આવતી. આ બારીનો એથી વિશેષ ઉપયોગ નહોતો, પણ આજે?

મેં માથું ખંજવાળ્યું, ચાદર ફગાવી ગાદલામાંથી ઊભો થયો. હા, સાચે સવારના સાત. મારી બારી સૂરજના તેજ પ્રકાશથી ઝળહળી રહી હતી. ઊંઘરેટા મગજમાં ગડ બેસાડતો હું વધારે વિચારું એ અગાઉ તો પાણી ભરવાનાં વાસણોના અવાજ આવવા માંડ્યા. આ અલગ રીતે ઉદય થયેલા સૂરજને એની જગ્યાએ પડતો મૂકી હું મારી બાલદી લઈ પાણી ભરવા નળની લાઈનમાં લાગ્યો. આવી લાઈનમાં ઊભા રહેવા આવ્યો હતો આ શહેરમાં?

 ‘સવારના અગિયાર થવા આવ્યા. રાજકુમાર ઊઠશે કે નહીં?’ આ વાસણોના અવાજ જેવો જ પપ્પાનો અવાજ હતો, એકદમ કર્કશ!

‘સૂવા દો ને, બિચારાને! હજુ તો હમણાં કૉલેજ પતી છે.’ મમ્મી હળવેકથી કહેતાં પપ્પાને મારા ઓરડામાંથી ખેંચી જતી.

મમ્મી, સાથે સાથે બારી પણ બંધ કરજે. તડકો આવે છે.’ ‘

'બોલો, લોકોને હવા-ઉજાસ જોતાં હોય, પણ તમારા ફટવેલા કુંવરને તો ઉજાસ તડકો લાગે છે.’ મમ્મી મારા રૂમનું બારણું બંધ કરતી ત્યાં સુધી પપ્પાની કટકટ ઘડિયાળના સેકન્ડ કાંટાની જેમ વાગતી રહેતી. અહીંના ઓરડાની દીવાલ પર એક જૂનું ઘડિયાળ લટકેલું હતું, જેના બધા કાંટા ટૂંટિયું વાળીને જ્યાં-ત્યાં પડેલા, બિલકુલ નકામા!


 ‘યે કમરા નહી, આખા કા આખા ઘર હૈ. તુમ્હારે બજેટ મેં તો યહી મિલેગા.’ બારણું ખોલતાં જ પૂરું થઈ જાય એવડા આઠ બાય દસના ઓરડાને બતાવતાં દલાલે કહેલું. ભરબપોરે એ ઓરડામાં અંધારું હતું. આ ઓરડો લઉં તો સગવડના નામે એક ભેજવાળું ગાદલું, તકિયો, બે ખુરસી અને એક ગૅસનો ચૂલો હતાં.

This story is from the November 20-27, 2023 - Diwali edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the November 20-27, 2023 - Diwali edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
Chitralekha Gujarati

સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...

આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.

time-read
5 mins  |
May 20, 2024
કવર સ્ટોરી
Chitralekha Gujarati

કવર સ્ટોરી

જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...

time-read
1 min  |
May 20, 2024
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
Chitralekha Gujarati

ગઢ સચવાશે કે પડશે ગાબડું?

કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.

time-read
5 mins  |
May 20, 2024
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
Chitralekha Gujarati

શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?

વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી...

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
Chitralekha Gujarati

ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...

કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.

time-read
4 mins  |
May 20, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’

time-read
1 min  |
May 20, 2024
અવરોધને અતિક્રમવાની મથામણ
Chitralekha Gujarati

અવરોધને અતિક્રમવાની મથામણ

શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને.                                                                   - ખલીલ ધનતેજવી

time-read
2 mins  |
May 20, 2024
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?
Chitralekha Gujarati

KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?

બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

time-read
4 mins  |
May 13, 2024