KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
Chitralekha Gujarati|May 13, 2024
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
જયેશ ચિતલિયા
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?

પણને બધાને દર થોડાં વરસે બૅન્ક સહિત જ્યાં જ્યાં આપણે પૈસા રોક્યા છે ત્યાંથી કેવાયસી માટે સૂચના-સંદેશ આવતાં જ હશે. એની અવગણના પણ થઈ ન શકે, કારણ કે તમે કેવાયસી ન કરાવો તો બૅન્ક યા સંબંધિત સંસ્થા તમારા એકાઉન્ટને કામચલાઉ સ્થગિત કરવાની ચીમકી આપે છે. પરિણામે તમારે નાછૂટકે પુનઃ કેવાયસીની વિધિ કરવી જ પડે છે. આમ તો આપણે પહેલી વાર એકાઉન્ટ ખોલાવીએ ત્યારે કેવાયસી થતું જ હોય છે, પણ ચોક્કસ શંકા અને અનુભવોને ધ્યાનમાં રાખી સરકારે દર થોડાં વરસે કેવાયસી કરાવવાનું ફરજિયાત લાગુ કર્યું છે.

મ્યુચ્યુઅલ ફંડ્સ હોય કે બૅન્ક એકાઉન્ટ, કેવાયસીનું કોકડું હવે માથાનો દુખાવો બની રહ્યું છે. સતત મની લોન્ડરિંગના ભયથી પીડાતી સરકાર કે સંબંધિત સરકારી વિભાગો સમયાંતરે કેવાયસીનો આગ્રહ રાખે છે. ખોટું કરનારા ચાર કે ચાલીસ જણ, પણ એને કારણે બનતા નિયમોના પાલનની સજા ભોગવનારા ચાર કરોડ લોકો જેવો આ ઘાટ છે. કેવાયસી એટલે નો યૉર કસ્ટમર (તમારા ગ્રાહકને ઓળખો). પૈસાની ઉચાપત સહિત નાણાકીય વ્યવહારો સંબંધી બોગસ એકાઉન્ટ્સ વગેરેનાં જોખમ સામે સરકારે તથા સેબી અને રિઝર્વ બૅન્ક જેવી નિયમન સંસ્થાઓએ કેવાયસી ફરજિયાત કર્યું છે, કરવું પણ જોઈએ, પરંતુ એમાં કંઈક તો તર્ક કે વ્યાવહારિકપણે અમલની શક્યતા જોઈએ કે નહીં? એનો જવાબ કોણ આપશે?

હવે ‘આધાર’નો જ આધાર

અત્યારે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં કેવાયસી માટે આધાર કાર્ડનો પુરાવો અનિવાર્ય છે. તમે ફંડના ઈન્વેસ્ટર છો અને આધાર-બેઝ્ડ કેવાયસી કરાવ્યું છે તો કોઈ સમસ્યા નથી, પણ અત્યારે ફંડ્સના રોકાણકારોમાંથી ૭૦ ટકા જેટલા લોકો આધારબેઝ્ડ વેલિડ કેવાયસી ધરાવતા નથી. બીજો વિકલ્પ છે, ઓવીડી (ઑફિસિયલ વેલિડ ડોક્યુમેન્ટ્સ) હોય તો વર્તમાન રોકાણના વ્યવહાર કરી શકો છો, પરંતુ નવું રોકાણ કરવા આધાર-બેઝ્ડ રિ-કેવાયસી કરાવવું પડે. જો ઓવીડી નથી, મોબાઈલ અથવા ઈ-મેલ પણ વેરિફાઈડ નથી તો એમનાં બધાં રોકાણ સ્થગિત રહેશે, જે નવી જરૂરી વિધિ બાદ જ કાર્યરત થઈ શકશે.

પેન કાર્ડની પારાયણ

This story is from the May 13, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the May 13, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
Chitralekha Gujarati

જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!

નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.

time-read
2 mins  |
May 20, 2024
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
Chitralekha Gujarati

ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!

સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.

time-read
5 mins  |
May 20, 2024
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
Chitralekha Gujarati

બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક

દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.

time-read
6 mins  |
May 20, 2024
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
Chitralekha Gujarati

ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...

માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી

time-read
4 mins  |
May 20, 2024
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
Chitralekha Gujarati

માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી

માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.

time-read
4 mins  |
May 20, 2024
આ રાજા તો બહુ ગુણવાન છે!
Chitralekha Gujarati

આ રાજા તો બહુ ગુણવાન છે!

ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.

time-read
3 mins  |
May 20, 2024
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
Chitralekha Gujarati

ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...

નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.

time-read
3 mins  |
May 20, 2024
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
Chitralekha Gujarati

સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...

આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.

time-read
5 mins  |
May 20, 2024
કવર સ્ટોરી
Chitralekha Gujarati

કવર સ્ટોરી

જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...

time-read
1 min  |
May 20, 2024
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
Chitralekha Gujarati

ગઢ સચવાશે કે પડશે ગાબડું?

કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.

time-read
5 mins  |
May 20, 2024