ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati|May 20, 2024
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
કૌશિક મહેતા
ઝેર તો પીધાં જાણી જાણી...

મરેલીના પ્રવાસ વખતે એક મિત્રને મળવાનું થયું. એમણે કોઠીનો આઈસક્રીમ મગાવ્યો. બહુ સ્વાદિષ્ટ હતો. એમાંથી આઈસક્રીમની વાત નીકળી તો એમણે કહ્યું કે અમરેલીના ફલાણા ઢીંકણા વિસ્તારમાં મળતો અમુક આઈસક્રીમ ખાવાનું ટાળજો. અમે કારણ પૂછ્યું તો કહેઃ એ નકલી દૂધમાંથી બને છે.!

આવો જ એક બીજો કિસ્સો. અમે અમૂલના એક અધિકારી સાથે બેઠા હતા અને દૂધની ગુણવત્તાની વાત આવી તો એમણે કહ્યું કે ગુજરાતની ડિમાન્ડ છે એટલું દૂધનું ઉત્પાદન નથી. એનો મતલબ એ છે કે નકલી દૂધ વેચાય છે અથવા તો એમાં ભેળસેળ થાય છે અને આવા કિસ્સા પકડાયા પણ છે.

ઉપલેટા બાજુના એક ખેડૂતે ફોન કરીને કહ્યું હતું કે અહીં આવો, તમને બતાવું કે એક ડ્રમમાં પાણી ભર્યું હોય અને એમાં કેમિકલનાં થોડાં ટીપાં નાખવામાં આવે તો એ સફેદ બની જાય છે અને એ દૂધ તરીકે વેચાય છે.

ગુજરાત જ નહીં, દેશમાં ઘણી જગ્યાએથી નકલી દૂધ પકડાયાના કિસ્સા અસંખ્ય હશે અને આ માત્ર દૂધ પૂરતી વાત નથી. શાકભાજી, ફળ અને અનાજમાં પણ એટલી હદે કીટનાશકો જોવા મળી રહ્યા છે કે શું ખાવું ને શું ન ખાવું એની મૂંઝવણ થઈ પડે. કોરોના કાળમાં લોકો બહુ ડરી ગયા હતા અને કોઈ પણ ચીજ બહારથી લાવવામાં આવે તો એને બરાબર સાફ કરવામાં આવતી. પછી એ છાપું પણ કેમ ન હોય! એ સમયમાં વેજી વૉશ નામની પ્રોડક્ટ જાણીતી થઈ હતી. ઘરમાં શાકભાજી પહેલાં બરાબર ધોવામાં આવે, એ પછી જ એનો ઉપયોગ થાય. જો કે ખરી સમસ્યા તો શાકભાજી ઉગાડવા માટે વપરાતાં કેમિકલ્સની છે. આ શાક સમારતાં પહેલાં સાફ કરીએ તો એની ઉપરની ગંદકી દૂર થાય, પણ શાકભાજીની અંદર જે હોય એનું શું? એ રસાયણ તો આપણા પેટમાં જાય અને અનેક બીમારીને નોતરું આપે. જાણ્યે-અજાણ્યે આપણે આજે શાકભાજી કે દૂધ કે ફળ કે પછી અનાજ ખાઈ શરીરમાં ઝેર નાખીએ છીએ અને એનાથી પેટની ખરાબીથી માંડી કૅન્સર સુધીના ઘાતક રોગનો ભોગ બનીએ છીએ.

This story is from the May 20, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the May 20, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
Chitralekha Gujarati

બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!

નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.

time-read
3 mins  |
June 03, 2024
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
Chitralekha Gujarati

યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...

ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.

time-read
3 mins  |
June 03, 2024
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
Chitralekha Gujarati

લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!

એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.

time-read
4 mins  |
June 03, 2024
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
Chitralekha Gujarati

પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!

વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.

time-read
6 mins  |
June 03, 2024
અવરોધો ઊભા કરવાની કળા
Chitralekha Gujarati

અવરોધો ઊભા કરવાની કળા

ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી

time-read
2 mins  |
June 03, 2024
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
Chitralekha Gujarati

સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ

શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.

time-read
10 mins  |
June 03, 2024
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
Chitralekha Gujarati

ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!

મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.

time-read
4 mins  |
June 03, 2024
લાપતા લેડીઝઃ સંબંધોનાં સાચાં સરનામાં
Chitralekha Gujarati

લાપતા લેડીઝઃ સંબંધોનાં સાચાં સરનામાં

‘લાપતા લેડીઝ’ની સફળતામાંથી એ પણ સમજવા જેવું છે કે એક સમયે પતિ-પત્ની રહી ચૂકેલા એવા એના નિર્માતા અને નિર્દેશક કેટલી સારી રીતે વ્યાવસાયિક સહયોગી બની શકે છે. ૧૫ વર્ષના ઉતાર-ચઢાવવાળા લગ્નજીવનમાંથી અલગ થઈને બન્નેએ એમની સર્જનાત્મક હિસ્સેદારીને અને દોસ્તીને અકબંધ રાખી છે.

time-read
5 mins  |
June 03, 2024
ઘર ફૂટે ઘર જાય...
Chitralekha Gujarati

ઘર ફૂટે ઘર જાય...

દિલ્હી અને પંજાબની લોકસભા ચૂંટણી ટાણે જ આ બે રાજ્યમાં ભાજપને મજબૂત લડત આપી શકે એવી ‘આમ આદમી પાર્ટી’ના બે નેતા બાખડ્યા છે. અરવિંદ કેજરીવાલે મૌન તોડીને પણ ઘરની આગ પહેલાં ઠારવી પડશે.

time-read
4 mins  |
June 03, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

સમજદાર માણસ કોઈ પણ વ્યક્તિ પાસેથી શીખે છે ને જેવી પોતાની ભૂલ સમજાય છે

time-read
1 min  |
June 03, 2024