સિદ્ધિના સરવાળા સરસ, પણ...
Chitralekha Gujarati|November 20-27, 2023 - Diwali
G20 સમૂહના દેશોની આગેવાનીના વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમની આયોનક્તિનો પરચો આખી દુનિયાને કાવ્યો અને રાષ્ટ્રને કુશળ નેતૃત્વનું વધુ અેક ઉદાહરણ આપ્યું. જો કે સહમતી હોવી જોઈએ એવા નિર્ણટામાં પણ કોઈને સાથે ન રાખવાની એમની માનવસહજ નબળાઈ સુદ્ધાં બહાર આવી.
હીરેન મહેતા
સિદ્ધિના સરવાળા સરસ, પણ...

મોરબીનો ઐતિહાસિક પુલ તૂટી પડવાની દુર્ઘટના સાથે શરૂ થયેલું વિક્રમ સંવત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના હોકારા-પડકારા સાથે પૂરું થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે રશિયા-યુક્રેન યુદ્ધ ઓછું હતું એમ પેલેસ્ટિનના એક હિસ્સા પર રાજ કરતા ઉગ્રવાદી સંગઠન હમસ દ્વારા ઈઝરાયલ પરના હિચકારા હુમલા બાદ પશ્ચિમ એશિયામાં પણ રણમોરચો ખૂલ્યો છે.

ગયા વર્ષના ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે વિશ્વ હજી કોરોના મહામારીની અસરમાંથી બહાર આવી રહ્યું હતું. આખા મામલામાં ચીનની ભૂમિકા તરફ એક નહીં, પણ બધી આંગળી ચીંધાયેલી હતી અને એમાં રશિયાએ ઊંબાડિયું કર્યું. અમેરિકા સહિત પશ્ચિમના દેશોએ રશિયાનો બહિષ્કાર કર્યો અને એમની સામે ખુન્નસ કાઢવા ચીને રશિયા સાથે મળી ધરી બનાવી લીધી તથા વિરોધી દેશોનું નાક દબાવવા અનેક ચીજવસ્તુની કૃત્રિમ અછત ઊભી કરી હતી.

ઈઝરાયલ-પેલેસ્ટિન વચ્ચેનું યુદ્ધ હજી એ કક્ષાએ પહોંચ્યું નથી એટલે અત્યારે તો આ વિગ્રહની એટલી અસર વર્તાતી નથી, પણ લડાઈ લંબાતી જશે તો ક્રૂડ તેલના ભાવ વધવાથી માંડી અનેક દેશ વચ્ચેનાં સમીકરણ પણ બદલાશે. કોઈ પણ યુદ્ધ મોટા પ્રમાણમાં વિસ્થાપન નોતરે છે અને એને કારણે એક પ્રાંતમાંથી બીજે શરણ લેવા જતા લોકોની સમસ્યા પણ વકરે છે. એશિયા અને આફ્રિકાનાં અનેક રાષ્ટ્રો આંતરવિગ્રહમાં ઘેરાયેલાં છે અને ત્યાંના લાખો નાગરિકોએ, ખાસ તો યુરોપના દેશોમાં નિરાશ્રિત તરીકે ડેરાતંબુ તાણ્યા છે. માનવતાના નામે અત્યારે તો યુરોપ આ નિરાશ્રિતોને સ્વીકારી રહ્યું છે, પણ પેટમાં ઘૂસીને પગ પહોળા કરવાની માનવસહજ વૃત્તિને કારણે થોડાં વર્ષ પછી યુરોપ માટે રાતે પાણીએ રોવાનો વારો આવવાનો છે.

This story is from the November 20-27, 2023 - Diwali edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the November 20-27, 2023 - Diwali edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
Chitralekha Gujarati

સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...

આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.

time-read
5 mins  |
May 20, 2024
કવર સ્ટોરી
Chitralekha Gujarati

કવર સ્ટોરી

જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...

time-read
1 min  |
May 20, 2024
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
Chitralekha Gujarati

ગઢ સચવાશે કે પડશે ગાબડું?

કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.

time-read
5 mins  |
May 20, 2024
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
Chitralekha Gujarati

શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?

વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી...

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
Chitralekha Gujarati

ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...

કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.

time-read
4 mins  |
May 20, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’

time-read
1 min  |
May 20, 2024
અવરોધને અતિક્રમવાની મથામણ
Chitralekha Gujarati

અવરોધને અતિક્રમવાની મથામણ

શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને.                                                                   - ખલીલ ધનતેજવી

time-read
2 mins  |
May 20, 2024
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?
Chitralekha Gujarati

KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?

બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

time-read
4 mins  |
May 13, 2024