ગુજરાતનું એક માત્ર ગામ જ્યાં ‘હોલિકા દહન’ ધુળેટીના દિવસે થાય છે
ABHIYAAN|March 11, 2023
ભારત તહેવારોનો દેશ છે અને અહીં અનેક ઉત્સવોની ઉજવણી થાય છે. જેમાં હોળીના તહેવારની રંગત જ જુદી હોય છે. ફાગણ માસની પૂર્ણિમાએ હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોત્સવ એટલે કે ધામધૂમથી ધુળેટી ઊજવાય છે. કહેવાય છે કે હોળીની જ્વાળા અસત્ય પર સત્યની જીતની નિશાની છે. માટે જ હોળીના બીજા દિવસે ધુળેટી રમીને લોકો આનંદ વ્યક્ત કરે છે, પરંતુ ગુજરાતનું એક ગામ એવું છે જ્યાં હોળીના દિવસે નહીં, પરંતુ ધુળેટીના દિવસે હોલિકા દહન થાય છે.
હેતલ રાવ
ગુજરાતનું એક માત્ર ગામ જ્યાં ‘હોલિકા દહન’ ધુળેટીના દિવસે થાય છે

બી.બીએમાં અભ્યાસ કરતા અક્ષર પટેલને રજાઓ હોવાથી તેને નક્કી કર્યું કે આ વખતે તો હોળીધુળેટીના તહેવારની ઉજવણી તેના મિત્ર નિર્મિતની સાથે જ તેના ગામડે જઈને ક૨શે. બંને મિત્રોને રજા મળી એટલે નિર્મિતના ગામડે જવા નીકળી પડ્યા. પહેલેથી જ શહેરમાં રહીને ઉચ્ચ અભ્યાસ અને હાઈફાઈ લાઇફ સ્ટાઇલમાં રહેલા અક્ષર માટે ગામડાની હોળી-ધુળેટીની મજા માણવી એ કોઈ અકલ્પનીય વાત જેવી હતી. તે ખૂબ જ ઉત્સાહિત હતો. નિર્મિતના ઘરે પહોંચતા જ તેને મિત્રને પહેલો સવાલ કર્યો કે યાર, ‘તારા ગામમાં હોલિકા દહનની તૈયારી કેમ દેખાતી નથી? અમારી સોસાયટીમાં તો હોળીના આગળના દિવસથી જ તૈયારી શરૂ થઈ જાય છે. કાલે હોળી છે, પણ તારા ગામમાં તો જાણે કોઈ ઉત્સાહ જ જોવા મળતો નથી!’ નિર્મિતે હસીને અક્ષરને કહ્યું, ભાઈ, તું શાંત થા. આમેય તે જે હોળી-ધુળેટી જોઈ છે અને અહીં તને જે જોવા મળશે તે બિલકુલ અલગ છે. તું માત્ર ગામડાના હોળીના તહેવારની મજા નહીં માણું, પરંતુ તું સમગ્ર ગુજરાતની એક માત્ર એવા હોલિકા દહનનો ભાગ બનીશ જે અમારા ગામમાં જ થાય છે. અક્ષરને કંઈ ખબર ન પડી, તેણે ફરી પૂછ્યું, ‘યાર હોલિકા દહન તો ધુળેટીના આગળના દિવસે એટલે કે ફાગણ પૂર્ણિમાએ થાય છે. હું હાઈફાઈ લાઇફ સ્ટાઇલ ભલે જીવું, પરંતુ આપણી હિન્દુ સંસ્કૃતિના આટલા તો સંસ્કાર છે જ, મને ખબર પડે કે કયો તહેવાર ક્યારે ઊજવાય. હા, તારી વાત સાચી છે. સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ હોલિકા દહન ફાગણ પૂર્ણિમાએ જ કરવામાં આવે છે, પરંતુ અમારા ગામમાં હોળીની જ્વાળા ધુળેટીના દિવસે જ પ્રગટાવવામાં આવે છે અને હોળી પ્રગટાવ્યા પછી ધામધૂમથી અમે રંગોત્સવની ઉજવણી પણ કરીએ છીએ.

Bu hikaye ABHIYAAN dergisinin March 11, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin March 11, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 dak  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 dak  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 dak  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?

time-read
3 dak  |
May 25, 2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 dak  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 dak  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 dak  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024