વન્યસૃષ્ટિના યાદગાર અનુભવ માટે વિશ્વભરનાં પ્રસિદ્ધ પર્યટનસ્થળોમાંનું એક ગણાતું રાજસ્થાન પર્યટકોને સતત કંઈક નવું આપવાના અવિરત પ્રયાસ કરતું રહે છે, જેથી પ્રવાસીઓ એની મૂલ્યવાન ધરોહરનો લહાવો લઈ શકે. રણથંભોર નૅશનલ પાર્ક તથા એની બાજુનાં કૈલાદેવી અભયારણ્ય અને સારિસ્કા ટાઈગર રિઝર્વમાં દેશ-વિદેશના પર્યટકોને વર્ષોથી વાઘ જોવાનો લહાવો મળતો રહ્યો છે. રાજસ્થાનના વન્યજીવનની , ઝાંખી કરાવતાં આ અભયારણ્યોમાં કેટલાંક નવાં અભયારણ્યો પણ ઉમેરાયાં છે, જેમાં મુકુંદરા ટાઈગર રિઝર્વનો પણ સમાવેશ થાય છે.
આજે વૈશ્વિક ધરોહર સ્થળ તરીકે યુનેસ્કોની માન્યતા મેળવનાર કેવલાદેવ ઘાના નૅશનલ પાર્ક પણ વિભિન્ન પક્ષીઓને નિહાળવાનો આનંદ આપે છે. થારના રણના ખારા પાટમાં જેસલમેર નજીક આવેલો ડેઝર્ટ નૅશનલ પાર્ક પણ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. આખી દુનિયામાં નામશેષ થઈ જવાની અણીએ પહોંચેલાં ઘોરાડ (ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ) પક્ષીના સંરક્ષણમાં ડેઝર્ટ નૅશનલ પાર્કે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
રાજસ્થાનના પ્રવાસે જતા વન્યજીવનના પ્રેમીઓએ ત્યાંનાં પ્રતિષ્ઠિત પ્રવર્તમાન અભયારણ્યોનો લહાવો પણ લીધો છે. એમાં ટોકમાં આવેલા બિસાલપુર કન્ઝર્વેશન રિઝર્વ, બિકાનેરમાં આવેલા જેડબીડ ગઢવાલા બિકાનેર કન્ઝર્વેશન રિઝર્વ, ઝુંઝુનુમાં આવેલા ખેત્રી બંસ્થાલ કન્ઝર્વેશન રિઝર્વ અને પાલીમાં આવેલા દીપડા (લેપ) માટેના જવાઈ બંધ અભયારણ્યનો સમાવેશ થાય છે.
પર્યટકોને કેટલાંક ઓછાં જાણીતાં, પરંતુ રાજ્યના કુદરતી વારસાની બાબતે પ્રતિષ્ઠિત અભયારણ્યો જેટલાં જ સમૃદ્ધ એવાં અભયારણ્યો તથા પર્યાવરણીય પર્યટનસ્થળો વિશે જાણીને આનંદ આવશે. રાજસ્થાનના વન વિભાગે તાજેતરમાં જ ત્રણ નવાં વન્યજીવન કન્ઝર્વેશન રિઝર્લ્સ ખુલ્લાં મૂક્યાં છે, એમાં રાજ્યના વન્યજીવનની કેટલીક એવી દુર્લભ પ્રજાતિઓનું સંરક્ષણ થાય છે જેમના પર લુપ્ત થવાનો ભય ઝળૂબી રહ્યો છે. આ ત્રણ રિઝર્લ્સ છેઃ જોધપુરનું ખિચન, ભિલવાડાનું હમીરગઢ અને બારનનું સોરસાણ. આ ત્રણ સંરક્ષણ રિઝર્લ્સના ઉમેરા સાથે હવે રાજસ્થાનમાં કુલ ૨૬ રિઝર્લ્સ થઈ ગયાં છે.
ખિચન સંરક્ષણ રિઝર્વ
This story is from the September 25, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 25, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કાંઈ તડકા પડે છે, બાપ!
માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.
જસ્ટ, એક મિનિટ..
વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,
મફત, દૂરંદેશી અને મતદાન
સાચા સિક્કા રાહ જુએ છે ખોટા સિક્કા ખોઈ નાખો.
મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!
મોદી સામે કોઈ પડકાર નથી અને ચૂંટણીનું પરિણામ નિશ્ચિત લાગે છે એ કબૂલ, પણ એ કારણે નવી લોકસભા પસંદ કરવામાં ભાગીદાર જ ન બનવાનો ‘ઉપાય’ ખોટો છે.
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.