અવકાશવિજ્ઞાન ક્ષેત્રે આપણને કલ્પના આ નામ સાંભળવા મળે એટલે સૌપ્રથમ તો કલ્પના ચાવલાનું જ નામ મગજમાં આવે. અઢી દાયકા અગાઉ અવકાશમાં જનારાં ભારતીય મૂળનાં પ્રથમ અમેરિકન મહિલા તરીકે કલ્પના ચાવલાએ દેશનું નામ પણ રોશન કર્યું હતું.
અત્યારે જો કે આ જ નામનાં ઔર એક મહિલા ચર્ચામાં છે. હમણાં ચંદ્ર સુધી પહોંચેલા આપણા ચંદ્રયાન-૩ મિશનની સફળતામાં ઈસરોના અનેક વિજ્ઞાની સાથે કલ્પના નામનાં એક મહિલા પણ સામેલ છે. એમનું પૂરું નામ છે: કલ્પના કલાહસ્તી.
ભારતની અવકાશવજ્ઞાન સંશોધન સંસ્થા (ઈસરો) સાથે બે દાયકાથી સંકળાયેલાં કલ્પના કલાહસ્તીએ ચંદ્રયાન-૩ અગાઉ ચંદ્રયાન-૨ અને મંગળયાન જેવાં ભારતનાં અતિ મહત્ત્વાકાંક્ષી સ્પેસ મિશનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ભારતે હમણાં જેની મદદથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તિરંગો લહેરાવ્યો એ ચંદ્રયાન-૩ મિશનમાં તો કલ્પના કલાહસ્તીએ ડેપ્યુટી પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે જવાબદારી નિભાવી છે. એ કારણે ચંદ્રયાન-૩ની સફળતાનું ઘણું શ્રેય કલ્પના કલાહસ્તીને જાય છે.
ચંદ્રયાન-૩ના પ્રોજેક્ટને લગતા મોટા ભાગના નિર્ણય કલ્પનાએ જ લેવાના હતા. ચાર વર્ષ અગાઉ ચંદ્રયાન-૨ ચાંદામામાની સપાટી પર ઊતરવામાં નિષ્ફળ નીવડ્યું એની હતાશામાં ડૂબેલા વિજ્ઞાનીઓને ફરી માનસિક રીતે સજ્જ કરવા ટીમ લીડર તરીકે કલ્પના કલાહસ્તીએ ભારે જહેમત લેવી પડી.
અધૂરામાં પૂરું, ચંદ્રયાન-૩ની તૈયારી ચાલતી હતી ત્યારે કોરોના વાઈરસનો ઉપદ્રવ ફેલાયો હતો. એ ગાળામાં પણ કલ્પનાજીએ નજીવા સ્ટાફની હાજરી વચ્ચે પ્રોજેક્ટનું કામ ચાલુ રાખ્યું. ચંદ્રયાન-૨ અને ચંદ્રયાન-૩માં અમુક ઉપકરણ રશિયા આપવાનું હતું, એ કોઈક કારણસર શક્ય ન બન્યું તો ઈસરોના વિજ્ઞાનીઓએ એ કામ પણ ઉપાડી લીધું અને એમાંય પડદા પાછળ કલ્પના કલાહસ્તીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી. આ પ્રોજેક્ટની દરેક માહિતીનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરી પોતાના અતૂટ સમર્પણથી પ્રોજેક્ટ સામેના તમામ પડકારનો સામનો કરી એ ચંદ્રયાન-૩ની સફળતા સુનિશ્ચિત કરીને જ જંપ્યાં.
This story is from the September 18, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 18, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કાંઈ તડકા પડે છે, બાપ!
માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.
જસ્ટ, એક મિનિટ..
વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,
મફત, દૂરંદેશી અને મતદાન
સાચા સિક્કા રાહ જુએ છે ખોટા સિક્કા ખોઈ નાખો.
મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!
મોદી સામે કોઈ પડકાર નથી અને ચૂંટણીનું પરિણામ નિશ્ચિત લાગે છે એ કબૂલ, પણ એ કારણે નવી લોકસભા પસંદ કરવામાં ભાગીદાર જ ન બનવાનો ‘ઉપાય’ ખોટો છે.
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.