આમ તો ડેસ્ટિનેશનનો અર્થ મંજિલ થાય, આ પણ ચિંતનકારોના હાથમાં શબ્દ આવે ત્યારે ચાંપલા શબ્દોમાં લખશે કે માણસનું અંતિમ ડેસ્ટિનેશન તો મૃત્યુ છે. ત્યાં સુધી પહોંચવાની જે સફર છે એને જ જીવન કહે છે.
હા ભઈ હા, પણ જેને ડેસ્ટિનેશન વેડિંગ કરવાં હોય એ કંઈ સ્મશાનમાં થોડો મંડપ બંધાવવા જાય? અને ધારો કે ત્યાં મંડપ બાંધી પણ દીધો તો જે આત્માઓ ત્યાં વાંઢા ભટકતા હોય એમને તો વાંધા જ પડે ને? છતાં ભલું પૂછવું, વિદેશનાં કપલો ડેસ્ટિનેશન વેડિંગના નામે જેમ પહાડની ટોચ ઉપરથી કૂદકો મારીને પૅરાશૂટ વેડિંગો કરે છે કે પછી દરિયામાં પંદરસો ફૂટ ઊંડે ડૂબકીઓ મારીને ફેસ પર સાફો કે ઘૂંઘટ રાખવાને બદલે ઑક્સિજનનું માસ્ક રાખીને પરણે છે તો એ ઘનચક્કર લોકો કબ્રસ્તાનમાં જઈને પરણેય ખરાં!
આપણાં ગુજરાતી કપલોને આવું બધું કરવાનું શૂર ભલે ના ચડે, પણ ભલું પૂછવું, એકાદ ગુજરાતી કપલ તો એવું નીકળશે, જે શનિ-રવિના દિવસોમાં મુંબઈના સ્ટૉક એક્સચેન્જના બિલ્ડિંગમાં ડેસ્ટિનેશન વેડિંગ ગોઠવશે! કપલ ફેરા ફરતું હોય ત્યારે એમની પર ફૂલો વરસાવવાને બદલે લગડી કંપનીઓનાં IPOનાં ફૉર્મ વરસાવશે! એ જ રીતે રૂપિયા ભરેલાં કવરો આપવાને ચાંલ્લો-કન્યાદાનમાં બદલે લોકો મામૂલી કંપનીઓના સસ્તા ભાવના શૅર ટ્રાન્સફર કરી આપશે.
ચાલો, આ બધી શેખચલ્લી જેવી હવાઈ વાતો છોડો, રિયલમાં જે ડેસ્ટિનેશન વેડિંગો થતાં હોય છે એમાં પણ કંઈ ઓછી જફાઓ હોય છે? એક તો આ બધાં ડેસ્ટિનેશનો કાં તો દરિયાકિનારે હોય, કાં તો કોઈ હિલસ્ટેશન પર હોય છે. કોઈને તો વળી આખેઆખો ટાપુ બુક કરી દેવાનાં જોશ ચડે છે તો કોઈને વળી રજવાડી સ્ટાઈલમાં પરણવું હોય તો કોઈ જૂના કિલ્લામાં જવા માટે જાન જોડશે.
આમાં સૌથી મોટી જફા મહેમાનોને હોટેલમાં આપેલા ઉતારાની હોય છે. આખું અઢીસો જણનું ટોળું બાય ઍર, પછી બાય લક્ઝરી કોચ હોટેલના રિસેપ્શન પર એવી રીતે ભેગું થઈને રાહ જોતું હોય છે કે જાણે અહીં કોઈ સત્સંગનાં દૂધ-જલેબી વહેંચાવાનાં હોય! અહીં દૂધ-જલેબીનો મતલબ રૂમ નંબર હોય છે.
This story is from the February 20, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 20, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.
ગુજરાતમાં ભાજપની રાજહઠ ફાવશે કે ક્ષત્રિયોનો વટ?
છેવટે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ફૉર્મ ભરી દીધા પછી ગુજરાતની કઈ બેઠક પર ક્ષત્રિયો ભાજપને નડશે એની ચર્ચા જામી છે. એ સામે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર મેદાન-એ-જંગમાં ટકી રહેવાનો છે.
રામદેવના પલટીઆસન સામે સુપ્રીમ કોર્ટનું ક્રોધાસન
યોગ ઉપરાંત આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી ભારે લોકપ્રિય થનારા બાબા રામદેવ અને એમના ‘પતંજલિ ગ્રુપે’ હઠીલા રોગોની ૧૦૦ ટકા સારવાર અંગેના સતત ફેલાવેલા દાવા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જો કે આ વિવાદનાં મૂળિયાં દેખાય છે એના કરતાં જુદાં અને વધારે ઊંડાં છે.
સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી
ભારતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે અર્થતંત્રને અસર કરતી બે મોટી માર્કેટમાં ઊથલપાથલ દેખાય છે. સામાન્ય રીતે શૅરબજાર તેજ હોય ત્યારે બુલિયનમાં મંદીનો ટ્રેન્ડ હોય છે. ક્યારેક આનાથી ઊંધું ચિત્ર હોય છે, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શૅરબજાર અને સોનાના ભાવમાં એકસાથે તેજી જોવા મળી રહી છે. સોનામાં આમ આદમીથી માંડી ધનિકોને પણ રસ પડે છે. સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ થયા છે ત્યારે જાણીએ એનાં કારણ-તારણ.
પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ
જેના પર ૪૦૦થી વધુ જીવનચરિત્ર્યો અસ્તિત્વમાં છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા સુધી લઈ જનારાં પરિબળોમાં સૌથી પહેલું યોગદાન પુસ્તકોનું હતું. એમણે કહ્યું છે કે શરૂઆતનાં વર્ષોમાં ‘ભગવદ્ગીતા’, જોન રસ્કિનના પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ’ અને લિયો તોલ્સતોય લિખિત ‘ધ કિંગડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’નો એમના પર બહુ પ્રભાવ હતો.
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.