અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં રહેતાં ફેસબુકમાં કમ્યુનિકેશન મૅનેજર અનેકા પટેલ હાલ મૅટરનિટી લીવ પર છે. ગયા શુક્રવારે મળસકે એમણે ઑફિસના ઈ-મેઈલ ચેક કર્યા.. એમને ખયાલ હતો કે કંપનીમાં મોટે પાયે છટણી થઈ રહી છે અને માર્ક ઝકરબર્ગનો ઈ-પત્ર ગમે ત્યારે આવશે. અને સવારે સાડા પાંચ વાગ્યે એ ઈ-મેઈલ આવ્યોઃ છટણીમાં એમનું નામ હતું..
દુબઈમાં રહેતાં પ્રિયા પટેલ મેટા (ફેસબુકનું નવું નામ)માં સાત વર્ષથી પ્રોડક્ટ માર્કેટિંગનાં હેડ હતાં. એ મિડલ ઈસ્ટ, તુર્કી અને આફ્રિકા ખાતેનો કારભાર સંભાળતાં હતાં. એમના કહેવા મુજબ, ગયા બુધવારે મેટાના ૧૮ વર્ષના ઈતિહાસમાં પહેલી વાર કુલ સ્ટાફના ૧૩ ટકા અથવા અંદાજે ૧૧,૦૦૦ કર્મચારીને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમનસીબે એ ૧૧,૦૦૦માં હું પણ છું..
હૈદરાબાદના હિમાંશુનો કિસ્સો જરા વિચિત્ર છે. મેટમાં નોકરી મળતાં એ કેનેડામાં સ્થિર થવા ગયા. બે જ દિવસ નોકરી કરી ને ત્રીજા દિવસે એમને કાઢી મૂકવામાં આવ્યા. એમનો સમાવેશ પણ પેલા ૧૧,૦૦૦માં થતો હતો!
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હૉટ્સઍપ જેવી ઍપ્સ ચલાવતી માર્ક ઝકરબર્ગની કંપની મેટાએ એકસાથે ૧૧,૦૦૦ કર્મચારીઓની છટણી કરી એ આજકાલ ગરમ વિષય બન્યો છે. આ તો અમેરિકાની વાત છે, એમાં આપણા કેટલા ટકા? એવું કહેનારા જાણી લે કે ફેસબુક તથા વિવિધ કંપનીઓમાંથી હાલ આડેધડ છટણી થઈ રહી છે, એમાં ભારતીય યુવાન-યુવતીઓની સંખ્યા મોટી છે. આવી કંપનીની ભારત કે દુબઈની શાખામાંથી નોકરી ગુમાવનારાની તો માત્ર નોકરી ગઈ છે, પરંતુ અમેરિકામાં રહીને નોકરી કરનારા અને હવે એ ગુમાવનારા જો સાઠ દિવસમાં બીજી નોકરી ન શોધે તો એમને દેશ છોડી દેવો પડે અથવા કોઈ બીજા કાયદેસરના રસ્તા અપનાવવા પડે. આમાંના ઘણા એવા છે, જેમણે સારી કંપનીમાં સારા પગારની નોકરી મેળવીને ઘર માટે લોન, ગાડી, વગેરે લીધાં છે. એના હપ્તાનું શું, હેલ્થ ઈન્સ્યોરન્સનું શું, વગેરે જાતજાતના પ્રશ્નો સામે આવ્યા છે.
This story is from the November 28, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 28, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લો, ટૅક્સ હેવન ગણાતા દુબઈમાં હવે આવે છે કૉર્પોરેટ ટૅક્સ
દુનિયાની ટોચની ઘણીખરી કંપની જ્યાં કોઈ ને કોઈ રીતે હાજરી ધરાવે છે એ દુબઈમાં અત્યાર સુધી આ કંપનીઓ પાસેથી કોઈ કર વસૂલવામાં આવતો નથી એ જાણીને નવાઈ લાગે. આ જ કારણે દુબઈ એ વ્યાપાર-ઉદ્યોગ માટે સ્વર્ગ ગણાય છે. જો કે હવે પશ્ચિમ એશિયાનું આ સૌથી મોટું બિઝનેસ હબ આર્થિક ગેરરીતિ ડામવાના નામે કરવેરા વસૂલશે.
એકની સંપત્તિ બીજાને...બ્રિટન-અમેરિકામાં શું છે સ્થિતિ?
સરખામણીનો આશય નથી, કરાય પણ નહીં... પરંતુ સંપત્તિની સમાન વહેંચણીની બીજા કેટલાક દેશોમાં કેવી જોગવાઈ છે એ જાણીએ...
નિવૃત્તિ હોય તો આવી!
ભાવનગરના મધુભાઈ શાહ ૨૦૦૪માં બૅન્કની નોકરીમાંથી નિવૃત્ત થયા, પણ એ પછીય બે દાયકાથી એ રોજ બૅન્કમાં જાય છે ને અગાઉની જેમ જ એમનું કામ કરે છે. માત્ર સેવાભાવથી.
છત્રીસ વર્ષનો અનોખો ગાઢ સંબંધ...
દર વર્ષે નિયમિત યોજાતી ‘સાહચર્ય’ શિબિર એ કળા-સાહિત્યની એક એવી નિકટતા છે, જેનો ગર્વ દરેક ગુજરાતી ભાવકે લેવો જોઈએ.
કચ્છની એકમાત્ર રાજાશાહી રખાલનું રખોપું થશે?
જૈવ વિવિધતા અને પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ વિલક્ષણ કહી શકાય એવું કચ્છનું સાડા બાર હજાર એકરમાં ફેલાયેલું ચાડવા રખાલ જંગલ ભૂતપૂર્વ રાજવી અને સરકાર વચ્ચે વર્ષોથી અદાલતી જંગનું કારણ બન્યું છે, જેનો હજી નિવેડો આવ્યો નથી. બન્ને પક્ષ અને પ્રજાને પણ સંતોષ થાય એવો ઉકેલ કચ્છમાં પર્યટન વિકાસનો વધુ એક વિકલ્પ ઊભો કરી શકે એમ છે.
સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...
માનવીય સંબંધો ગતિશીલ હોય છે, અચળ નહીં. સંબંધો જો સમયની સાથે વિકાસ ન કરે તો એ કટાઈ જાય છે. લગ્ન સામે ખતરો લિવ-ઈનનો નથી. એની અસલી મુશ્કેલી આધુનિક સમયની જરૂરત, દબાવ અને પડકારોને પહોંચી વળવા ની ક્ષમતાનો અભાવ છે.
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.