કોણ છે આ છોકરી? ક્યાં જોઈ છે મેં આને?’
જીન્સ પૅન્ટ અને ગુલાબી ટી-શર્ટ પહેરેલી એ યુવતીને મેં ત્રીજી વાર ધારી ધારીને જોઈ, પણ યાદ ન આવ્યું. આને મેં જોઈ તો છે, પણ ક્યાં? એ છોકરીએ મને તીરછી નજરથી જોઈને પોતાનું મોં ફેરવી લીધું.
‘તુમને ભી કુછ ચોરી કિયા હૈ ક્યા?’ અચાનક મારી બાજુમાં બેઠેલા મુલિસ જેવા એક માણસે મને ધીમા અવાજમાં પૂછ્યું અને હું ચમક્યો. અચાનક મને ભાન થયું કે અત્યારે હું એક પોલીસસ્ટેશનમાં બેઠો છું અને એ પણ એક આરોપીની જેમ! મારે મારી જાતને નિર્દોષ સાબિત કરવાની છે.
- પણ અચાનક હું કઈ રીતે આમ ફસાઈ ગયો? એની નાનકડી સ્ટોરી છે.
ઑફિસમાં રિનોવેશન ચાલતું હોવાથી મારા બૉસ મોતીવાલા એક મહિના માટે લંડન એમના સાસરે ચાલ્યા ગયા છે. ઑફિસમાં અમને અણધાર્યું વેંકૈશન મળી ગયું છે અને એ માણવાની હું હજી શરૂઆત કરી રહ્યો હતો.
વૅકેશનનો પહેલો દિવસ દિવાળીની જેમ ઊજવવો જોઈએ એમ વિચારી મેં નક્કી કર્યું કે કોઈ મૉલમાં જઈ થોડુંઘણું શૉપિંગ કરીશ, મલ્ટિપ્લેક્સમાં કોઈ ફિલ્મ જોઈશ, પછી કોઈ હોટેલમાં લંચ લઈ ઘરે આવી મસ્ત ઊંઘ ખેંચી કાઢીશ.. અને રાત્રે ફોન પર કોઈ વેબ-સિરીઝ જોઈશ. કાલે ક્યાં વહેલું ઊઠવાનું છે કે ઑફિસ જવાનું છે?
ઘરને તાળું મારતાં વિચાર્યું કે એટીએમમાંથી પહેલાં થોડા પૈસા કઢાવી લઉં. તાળું મારીને ચાવી હંમેશની જેમ મેં મારા પર્સના અંદરના ખાનામાં સેરવી દીધી.
નીચે ઊતરી થોડું ચાલતાં રસ્તાની સામે તરફ એટીએમ હતું. રસ્તો ઝડપથી ક્રૉસ કરવા જતાં મારો પગ લપસ્યો અને હું એક પાર્ક થયેલી બાઈક સાથે અથડાતાં પડી ગયો અને બાઈક પણ ગબડી ગઈ. માંડ ઊભો થયો ત્યાં ‘માઝી બાઈક લા કોણી હાથ લાવલા?’ એમ સવાલ પૂછતો કરડા દેખાવનો એક પોલીસ હવાલદાર ક્યાંકથી આવી ગયો. આજુબાજુ ભેગા થયેલા લોકોએ મારી તરફ આંગળી ચીંધી. એ હવાલદારે મને ગુસ્સાથી જોતાં પૂછ્યું: ‘બહુત ચરબી હૈ તેરે કો?’
‘સૉરી, એક્સિડન્ટલી મેં બાઈક સે ટકરા ગયા.’ મેં ગરીબડા ચહેરે ખુલાસો આપતાં કહ્યું. એ હવાલદારે આગઝરતી નજરે મને જોયો. એ કંઈક બોલવા જતો હતો, પણ ત્યારે જ એના વૉકીટૉકી પર એના ઉપરીનો મેસેજ આવ્યો એટલે એ ‘હો સાહેબ, મી બઘતો, સાહેબ..' એમ બોલવા માંડ્યો અને એનું ધ્યાન નથી એ જોઈ હું ચુપચાપ એટીએમમાં સરકી ગયો.
This story is from the November 14, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 14, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.
ગુજરાતમાં ભાજપની રાજહઠ ફાવશે કે ક્ષત્રિયોનો વટ?
છેવટે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ફૉર્મ ભરી દીધા પછી ગુજરાતની કઈ બેઠક પર ક્ષત્રિયો ભાજપને નડશે એની ચર્ચા જામી છે. એ સામે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર મેદાન-એ-જંગમાં ટકી રહેવાનો છે.
રામદેવના પલટીઆસન સામે સુપ્રીમ કોર્ટનું ક્રોધાસન
યોગ ઉપરાંત આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી ભારે લોકપ્રિય થનારા બાબા રામદેવ અને એમના ‘પતંજલિ ગ્રુપે’ હઠીલા રોગોની ૧૦૦ ટકા સારવાર અંગેના સતત ફેલાવેલા દાવા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જો કે આ વિવાદનાં મૂળિયાં દેખાય છે એના કરતાં જુદાં અને વધારે ઊંડાં છે.
સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી
ભારતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે અર્થતંત્રને અસર કરતી બે મોટી માર્કેટમાં ઊથલપાથલ દેખાય છે. સામાન્ય રીતે શૅરબજાર તેજ હોય ત્યારે બુલિયનમાં મંદીનો ટ્રેન્ડ હોય છે. ક્યારેક આનાથી ઊંધું ચિત્ર હોય છે, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શૅરબજાર અને સોનાના ભાવમાં એકસાથે તેજી જોવા મળી રહી છે. સોનામાં આમ આદમીથી માંડી ધનિકોને પણ રસ પડે છે. સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ થયા છે ત્યારે જાણીએ એનાં કારણ-તારણ.
પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ
જેના પર ૪૦૦થી વધુ જીવનચરિત્ર્યો અસ્તિત્વમાં છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા સુધી લઈ જનારાં પરિબળોમાં સૌથી પહેલું યોગદાન પુસ્તકોનું હતું. એમણે કહ્યું છે કે શરૂઆતનાં વર્ષોમાં ‘ભગવદ્ગીતા’, જોન રસ્કિનના પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ’ અને લિયો તોલ્સતોય લિખિત ‘ધ કિંગડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’નો એમના પર બહુ પ્રભાવ હતો.
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.