તો, થઈ જાવ તૈયાર. લોકશાહીમાં ચૂંટણી એ સૌથી મોટો તહેવાર ગણાય છે અને ગુજરાતમાં એ તહેવારની ઉજવણીની ઘડીઓ ગણાઈ ચૂકી છે. ડિસેમ્બર, ૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનના ઓછાયા વચ્ચે ભાજપ માંડ માંડ ૯૯ બેઠક જીત્યો એ પછી ૨૦૨૨ સુધીમાં ગુજરાતના રાજકારણમાં ઘણું બદલાયું. મુખ્ય મંત્રી પણ બદલાયા. વિજય રૂપાણી ગયા ને ભૂપેન્દ્રભાઈ આવ્યા.
૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં હાંફી ગયેલા ભાજપે જો કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ફરીથી તમામેતમામ ૨૬ બેઠક જીતીને મોદીનો ડંકો વગાડી દીધો. ૨૦૧૭માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા એમાંના કેટલાક આજે ભાજપના ધારાસભ્ય-મંત્રી છે. પાટીદાર આંદોલનના આગેવાનો આંદોલનકારી મટીને રાજકારણી બની ગયા છે અને એક સમયે નરેન્દ્ર મોદી-અમિત શાહ સામે બેફામ વાણી-વિલાસ કરનાર હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાઈ ચૂક્યો છે. ઈન શૉર્ટ, આ પાંચ સાબરમતીના રાજકીય ગાળામાં વર્ષના પાણીએ ઘણા વાણીએ પણ પ્રવાતો બદલ્યા છે.
- અને હવે ફરીથી જંગ જામી રહ્યો છે. ભાજપ એનો એ જ છે, કોંગ્રેસ પણ એની એ જ છે, ચહેરાઓ પણ મોટા ભાગે એના એ જ છે અને તેમ છતાંય ૨૦૨૨નો જંગ ગુજરાતની અગાઉની વિધાનસભા ચૂંટણી કરતાં આ વખતે ઘણો અલગ છે. આમ તો દર વખતે ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠક મળશે, કોંગ્રેસ કાંઈ કરી શકશે કે નહીં, મોદી છેલ્લી ઘડીએ કેવો દાવ મારશે એવી બધી ચર્ચા થતી હોય છે, પણ આ વખતે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની એન્ટ્રીને કારણે રાજકીય તખ્તો બદલાયેલો લાગે છે. મંગળવાર, એક નવેમ્બરે આ લખાઈ રહ્યું છે ત્યારે ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવું થવું થઈ રહી છે. શક્ય છે કે તમે આ અંક વાંચતાં હશો ત્યારે ચૂંટણીપંચ એની જાહેરાત કરી ચૂક્યું હશે.
આ વખતની ચૂંટણીમાં પણ ભાજપનો હાથ ઉપર હોવાનું સૌ માને છે, પણ તેમ છતાં સૌથી વધારે જો કોઈ ચર્ચા થતી હોય તો એ છે આમ આદમી પાર્ટીના રૂપમાં ત્રીજા રાજકીય પરિબળની. એવું નથી કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પહેલી વાર ચૂંટણી લડી રહી છે. અગાઉ પણ આપના ઉમેદવારો વિધાનસભા-લોકસભામાં લડી ચૂક્યા છે અને હારી ચૂક્યા છે.
This story is from the November 14, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 14, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.
ગુજરાતમાં ભાજપની રાજહઠ ફાવશે કે ક્ષત્રિયોનો વટ?
છેવટે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ફૉર્મ ભરી દીધા પછી ગુજરાતની કઈ બેઠક પર ક્ષત્રિયો ભાજપને નડશે એની ચર્ચા જામી છે. એ સામે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર મેદાન-એ-જંગમાં ટકી રહેવાનો છે.
રામદેવના પલટીઆસન સામે સુપ્રીમ કોર્ટનું ક્રોધાસન
યોગ ઉપરાંત આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી ભારે લોકપ્રિય થનારા બાબા રામદેવ અને એમના ‘પતંજલિ ગ્રુપે’ હઠીલા રોગોની ૧૦૦ ટકા સારવાર અંગેના સતત ફેલાવેલા દાવા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જો કે આ વિવાદનાં મૂળિયાં દેખાય છે એના કરતાં જુદાં અને વધારે ઊંડાં છે.
સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી
ભારતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે અર્થતંત્રને અસર કરતી બે મોટી માર્કેટમાં ઊથલપાથલ દેખાય છે. સામાન્ય રીતે શૅરબજાર તેજ હોય ત્યારે બુલિયનમાં મંદીનો ટ્રેન્ડ હોય છે. ક્યારેક આનાથી ઊંધું ચિત્ર હોય છે, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શૅરબજાર અને સોનાના ભાવમાં એકસાથે તેજી જોવા મળી રહી છે. સોનામાં આમ આદમીથી માંડી ધનિકોને પણ રસ પડે છે. સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ થયા છે ત્યારે જાણીએ એનાં કારણ-તારણ.
પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ
જેના પર ૪૦૦થી વધુ જીવનચરિત્ર્યો અસ્તિત્વમાં છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા સુધી લઈ જનારાં પરિબળોમાં સૌથી પહેલું યોગદાન પુસ્તકોનું હતું. એમણે કહ્યું છે કે શરૂઆતનાં વર્ષોમાં ‘ભગવદ્ગીતા’, જોન રસ્કિનના પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ’ અને લિયો તોલ્સતોય લિખિત ‘ધ કિંગડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’નો એમના પર બહુ પ્રભાવ હતો.
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.