ગયા અઠવાડિયે મેં ઘણા દિવસો પછી રોટલી ખાધી. ઉપર-નીચેના દાંતે એવી હેરાન કરી કે પોચી રોટલી પણ ચવાય-ખવાય નહીં. અમુક દાંત સડી ગયા હતા અને અમુક દાંત હલતા હતા. જો કે દાંત કઢાવીને ચોકઠું પહેરું તો ફિટ નહીં થાય એનો ભય હતો, પરંતુ ડૉક્ટરની સલાહ માનીને હિંમત કરીને ચાર દાંત ઈમ્પ્લાન્ટ કરાવ્યા. હવે પહેલાંની જેમ રોટલી ખાઉં છું અને ખાખરા, પિઝા, પાણીપૂરીની પણ મોજ લીધી.’
અમદાવાદનાં ચાલીસેક વર્ષીય કાનનબહેન ફોન પર ભત્રીજી પ્રોફેસર નિર્મિતાને આ વાત કહેતાં હતાં. નિર્મિતાએ પૂછ્યું: ‘કાકી, તમે ઘણા દિવસોથી હેરાન થતાં હતાં એટલે ડેન્ટલ ઈમ્પ્લાન્ટ કરાવ્યું એ બરાબર છે. કોની પાસે ઈમ્પ્લાન્ટ કરાવ્યું?’
કાનનબહેને હરખભેર કહ્યું: ‘શેલ્બી હૉસ્પિટલમાં ડૉક્ટર દર્શિની શાહ પાસે.. એમને ત્યાં કૉસ્મેટિક ટ્રીટમેન્ટ પણ થાય છે. તું પ્રોફેસર છે એટલે તું પણ કરાવી શકે છે.’
કાનનબહેનની જેમ અમદાવાદ-આસામ કે અમેરિકા-આફ્રિકા એમ દેશ-વિદેશના અસંખ્ય હૉસ્પિટલના શેલ્બી ડેન્ટલ કૉસ્મેટિક્સ ઍન્ડ ઈમ્પ્લાન્ટોલૉજી સેન્ટરનાં કન્સલ્ટન્ટ ડેન્ટિસ્ટ અને ઓરલ ઈમ્પ્લાટોલૉજિસ્ટ ડૉ. દર્શિની વિક્રમ શાહ પાસે દાંતની જુદી જુદી સારવાર લીધી છે.
ડૉ. દર્શિની શાહે અમદાવાદમાં અભ્યાસ તથા લંડન અને અમેરિકામાં સઘન તાલીમ મેળવીને અમદાવાદમાં વિજય-શેલ્બી હૉસ્પિટલમાં વર્ષ ૧૯૯૪માં એક ડેન્ટલ ચૅરથી ડેન્ટલ કૅર સેન્ટર શરૂ કર્યું હતું. અત્યારે એ અમદાવાદની વિખ્યાત કૉર્પોરેટ હૉસ્પિટલ શેલ્બી હૉસ્પિટલનાં ડિરેક્ટર તથા શેલ્બી ડેન્ટલ કૉસ્મેટિક્સ ઍન્ડ ઈમ્પ્લાન્ટોલૉજી સેન્ટરનાં કન્સ્ટન્ટ ડેન્ટિસ્ટ અને ઓરલ ઈમ્પ્લાન્ટોલૉજિસ્ટ છે.
વિદેશમાં પ્રશિક્ષિત અને દાંતના વિવિધ રોગોની સારવારનાં બહોળા અનુભવી નામાંકિત ડેન્ટિસ્ટ ડૉ. દર્શિની શાહ અમેરિકાની ઈન્ટરનૅશનલ કોંગ્રેસ ઑફ ઓરલ ઈમ્પ્લાન્ટોલૉજિસ્ટનાં ડિપ્લોમેટ છે. એમને વુમન્સ આન્ત્રપ્રેન્યૉર એવૉર્ડ, ગ્લોબલ ગુજરાતી એનઆરઆઈ મીટ સહિત અનેકવિધ એવૉર્ડ અને પુરસ્કારો મળ્યા છે.
ડૉ. દર્શિની શાહના અનુભવગત નેતૃત્વમાં તૈયાર થયેલાં વિદેશી સાધનોથી સુસજ્જ શેલ્બીના અત્યાધુનિક ડેન્ટલ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ દાંતના રોગોનું સચોટ નિદાન અને સારવાર થાય છે. એની જેમ અન્ય સાત શહેરોમાં આવેલી શેલ્બી હૉસ્પિટલનાં ડેન્ટલ સેન્ટરો પણ આધુનિક સુવિધાયુક્ત છે.
This story is from the October 03, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 03, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.
ગુજરાતમાં ભાજપની રાજહઠ ફાવશે કે ક્ષત્રિયોનો વટ?
છેવટે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ફૉર્મ ભરી દીધા પછી ગુજરાતની કઈ બેઠક પર ક્ષત્રિયો ભાજપને નડશે એની ચર્ચા જામી છે. એ સામે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર મેદાન-એ-જંગમાં ટકી રહેવાનો છે.
રામદેવના પલટીઆસન સામે સુપ્રીમ કોર્ટનું ક્રોધાસન
યોગ ઉપરાંત આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી ભારે લોકપ્રિય થનારા બાબા રામદેવ અને એમના ‘પતંજલિ ગ્રુપે’ હઠીલા રોગોની ૧૦૦ ટકા સારવાર અંગેના સતત ફેલાવેલા દાવા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જો કે આ વિવાદનાં મૂળિયાં દેખાય છે એના કરતાં જુદાં અને વધારે ઊંડાં છે.
સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી
ભારતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય ગરમી વચ્ચે અર્થતંત્રને અસર કરતી બે મોટી માર્કેટમાં ઊથલપાથલ દેખાય છે. સામાન્ય રીતે શૅરબજાર તેજ હોય ત્યારે બુલિયનમાં મંદીનો ટ્રેન્ડ હોય છે. ક્યારેક આનાથી ઊંધું ચિત્ર હોય છે, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી શૅરબજાર અને સોનાના ભાવમાં એકસાથે તેજી જોવા મળી રહી છે. સોનામાં આમ આદમીથી માંડી ધનિકોને પણ રસ પડે છે. સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈ થયા છે ત્યારે જાણીએ એનાં કારણ-તારણ.
પુસ્તકોની પ્રેમ કહાનીઃ સમજણ, સંવેદના અને સંબંધ
જેના પર ૪૦૦થી વધુ જીવનચરિત્ર્યો અસ્તિત્વમાં છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા સુધી લઈ જનારાં પરિબળોમાં સૌથી પહેલું યોગદાન પુસ્તકોનું હતું. એમણે કહ્યું છે કે શરૂઆતનાં વર્ષોમાં ‘ભગવદ્ગીતા’, જોન રસ્કિનના પુસ્તક “અનટુ ધિસ લાસ્ટ’ અને લિયો તોલ્સતોય લિખિત ‘ધ કિંગડમ ઑફ ગૉડ ઈઝ વિધિન યુ’નો એમના પર બહુ પ્રભાવ હતો.
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.