હે : અમર બની ગયેલા પલ દો પલ કા ગાયક : મુકેશ
ABHIYAAN|September 02, 2023
ત્રણ મહાન ગાયકો મુકેશ, રફી અને કિશોર કુમારમાં મુકેશે આગવી પરંપરા બનાવીને સ્થાન મેળવ્યું. આમ તો ગાયક પરંપરા વિચારીએ તો આજે પણ આ ત્રણ ગાયકોની ગાયકી અને શૈલી આધારે જ દરેક નવા ગીત અથવા ગાયકોની તુલના થાય છે
દેવલ શાસ્ત્રી
હે : અમર બની ગયેલા પલ દો પલ કા ગાયક : મુકેશ

પ્રસિદ્ધ ગાયક મુકેશની પુણ્યતિથિ નિમિત્તે ટીમ અભિયાન’માંથી એક સંદેશો આવે છે, મુકેશ વિશે લખશો? ‘અભિયાન’ જેવા માતબર મૅગેઝિનમાંથી ફોન આવવો એ મારા માટે ગૌરવની વાત હતી. આમ પણ મુકેશના પરિવાર સાથે એકસમયે ઘરોબો રહેલો એટલે એમના માટે લખવાનું ગમે જ.

બ્રિટિશ ઇન્ડિયામાં ફિલ્મો બનવા લાગી, પ્રારંભમાં ફિલ્મો સાયલન્ટ હતી. વિજ્ઞાનની શોધ સાથે ફિલ્મો બોલતી થઈ, પહેલી બોલતી ફિલ્મ હતી ‘આલમઆરા’... ભારતીય કલ્ચરમાં હજારો વરસોથી ઉત્સવોનું અનેરું મહત્ત્વ છે. કદાચ દુનિયાના બીજા કોઈ ઉપખંડમાં આટલા બધા ઉત્સવો નહીં હોય, ઉત્સવો હોય એટલે નાચગાન તો હોય જ. સંગીત આપણી રગોમાં છે, એની અસર પહેલી બોલતી ફિલ્મથી જ દેખાવા લાગી. ‘આલમઆરા’ ફેમ અર્દેશર ઇરાની મૂળ હોલિવૂડની દુનિયા જોઈ ચૂકેલા. લોકોની નાડ જાણતાં હોવાથી ‘આલમઆરા'માં સાત ગીતો હતાં. ફિલ્મમાં ગીતોની પરંપરા પહેલી બોલતી ફિલ્મથી છે. ‘આલમઆરા'ની બે વાર રિમૅક ૧૯૫૬ અને ૧૯૭૩માં બની હતી. એ યુગમાં પ્લેબૅક સિંગર નહોતાં. ‘આલમઆરા' સંગીત સાથે જોડાયેલી ફિલ્મ હતી, એના સંગીતકાર હતા ડબલ્યુ.એમ. ખાનસાહેબ. સારી અભિનેત્રી બનવા સાથે સારી ગાયિકા હોવું એ ખાસ લાયકાત હતી. જુબેદાથી શરૂ થયેલી પરંપરા સુરૈયા સુધી ચાલી હતી. ‘આલમઆરા’માં ડાયલોગ અને ગીતો એક સાથે જોઈને એ સમયે દર્શકોએ નવા યુગ વિશે કેવી કલ્પનાઓ કરી હશે? ફિલ્મ સાથે સંવાદ એ યુગમાં આશ્ચર્યની ઘટના હતી. તબલાં, હાર્મોનિયમ અને વાયોલિન થકી સંગીત બનતું, એમાં એક ફિલ્મ આવી ‘ઇન્દ્રસભા’. ‘ઇન્દ્રસભા’ નામની ફિલ્મમાં ૭૦ કરતાં વધારે ગીતો હતાં. સામાન્ય રીતે સફળ ફિલ્મો ત્રણ-ચાર વીક ચાલતી, પણ આટલાં બધાં ગીતો સાંભળવા દર્શકો દીવાના બન્યાં અને ‘ઇન્દ્રસભા’ મુંબઈની એક થિયેટરમાં સાત વીક ચાલી. ‘ઇન્દ્રસભા’ એ યુગની સુપરડુપર હિટ ફિલ્મ કહેવાતી હતી.

This story is from the September 02, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the September 02, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વાગ્દ્ત્તાના વિઝા

time-read
3 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
ABHIYAAN

ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને

બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
ABHIYAAN

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન

જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
ABHIYAAN

અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!

સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
ABHIYAAN

કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ

કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.

time-read
6 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વન્ય જીવન
ABHIYAAN

વન્ય જીવન

ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
શ્રદ્ધા
ABHIYAAN

શ્રદ્ધા

રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

અસ્તિત્વના સંઘર્ષનો કોયડોઃ થ્રી બૉડી પ્રોબ્લેમ

time-read
4 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

દવાની વિદેશી કંપનીઓનાં કારનામાં

time-read
7 mins  |
Abhiyaan Magazine 27/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

રોહન ગુપ્તાને ભાજપમાં મોટી ભૂમિકા મળવાની શક્યતા

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024