ફેશનમાં છવાઈ કચ્છી કલા
ABHIYAAN|August 26, 2023
કચ્છી વણાટકામ, ભરતકામ, આભલાં તથા કોડીનું કામ વિખ્યાત છે. આજે ફૅશનમાં ઇનટ્રેન્ડ કહેવાતા વિવિધ પ્રકારના ડ્રેસીસમાં કચ્છી પરંપરા છવાઈ ગઈ છે. જિન્સ પર પહેરાતાં ટોપ હોય કે કોર્ડ સેટ હોય કે સાડી હોય કે નવરાત્રિના ચણિયાચોળી હોય, તમામ જગ્યાએ કચ્છીકામ શોભે છે.
ફેશનમાં છવાઈ કચ્છી કલા

કચ્છની હસ્તકલા વિશ્વવિખ્યાત છે. ગામડાંમાં વસેલા વિવિધ સમુદાયોના લોકોની પોતાની આગવી કલા હોય છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં રહેતી મહિલાઓ પોતાનાં ખેતી અને પશુપાલનનાં રોજિંદા કામની સાથે-સાથે ખૂબસૂરત રંગબેરંગી ભરતકામ કરતી હોય છે. અજરખ પ્રિન્ટ અહીંનું આગવું છપાઈકામ છે. તેવી જ કાલા કોટનમાંથી કાપડ કે સાડી પણ કચ્છમાં જ બને છે. પહેલાં અહીંના લોકો મુખ્યત્વે પોતાના વપરાશ માટે પોતાની કલા વાપરતાં હતાં, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી આ કામની કિંમત વિદેશીઓની સાથે-સાથે ભારતના કસબીઓએ જાણી હોવાથી તેમના કામની માંગ વધી છે, જેના પરિણામે તેમને સારું વળતર પણ મળવા લાગ્યું છે. કચ્છનું પરંપરાગત ભરતકામ, વણાટકામ કે છપાઈ કામ યુવાઓમાં ખૂબ ચાલતી ફેશનમાં વણી લેવાયું છે. યુવતીઓમાં પ્રચલિત ટોપ, પ્લાઝો સેટ કે કોર્ડ સેટમાં કચ્છી બનાવટના કાપડ, કચ્છી પ્રિન્ટના કાપડ કે કચ્છી હાથભરતના કામે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આજે કચ્છ ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાં અજરખ પ્રિન્ટના કાપડનો ઉપયોગ વધ્યો છે. નવરાત્રિનાં વસ્ત્રોમાં પણ કચ્છી કલા હવે ખૂબ જ જરૂરી બની ગઈ છે. કચ્છી કલાનો પ્રસાર કરતાં વસ્ત્રો બનાવડાવીને વેચનારા, હસ્તકલાઓ સાથે સંકળાયેલા લોકો પણ વધવા લાગ્યા છે. કચ્છી કલાના સ્ટોર્સ પણ દેશભરમાં અલગ અલગ જગ્યાએ લોકોમાં આવકાર પામી રહ્યા છે. સમય જતાં કાપડના પ્રકારમાં, રંગોના વૈવિધ્યમાં, ડ્રેસના વૈવિધ્યમાં બદલાવ આવ્યો છે.

કચ્છી કલાવાળાં વસ્ત્રો થોડાં મોંઘાં પડતાં હોવા છતાં જાણકારો તે માટે આગ્રહ રાખે છે, પરંતુ અન્ય તમામ ક્ષેત્રની જેમ જ આ ક્ષેત્રમાં પણ મશીનવર્ક હસ્તકલાનું સ્થાન લઈ રહ્યું છે. મશીનની મદદથી આબેહૂબ વણાટકામ, છપાઈકામ, ભરતકામ કરીને, મૂળ કચ્છી હસ્તકળાના નામે સસ્તાભાવે વસ્તુઓ વેચવાનું પ્રમાણ વધ્યું છે. અનેક લોકો આવી વસ્તુઓ ખરીદીને છેતરાઈ રહ્યા છે.

This story is from the August 26, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the August 26, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વાગ્દ્ત્તાના વિઝા

time-read
3 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
ABHIYAAN

ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને

બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
ABHIYAAN

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન

જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
ABHIYAAN

અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!

સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
ABHIYAAN

કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ

કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.

time-read
6 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વન્ય જીવન
ABHIYAAN

વન્ય જીવન

ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
શ્રદ્ધા
ABHIYAAN

શ્રદ્ધા

રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

અસ્તિત્વના સંઘર્ષનો કોયડોઃ થ્રી બૉડી પ્રોબ્લેમ

time-read
4 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

દવાની વિદેશી કંપનીઓનાં કારનામાં

time-read
7 mins  |
Abhiyaan Magazine 27/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

રોહન ગુપ્તાને ભાજપમાં મોટી ભૂમિકા મળવાની શક્યતા

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024