‘તમને ખબર છે, આ વર્ષે મહિલાદિન અને હોળી સાથે જ આવ્યા છે?’
‘આપણને એની ક્યાં નવાઈ છે?’
‘કેમ? આમ દરેક વાતમાં વાંકું બોલવાનો તમારો નિયમ છે? સીધો જવાબ નથી અપાતો?’
‘તે આટલાં વર્ષોમાં તને ખબર જ ન પડી?’
‘હું એટલી પણ મૂરખ નથી જેટલી તમે મને સમજો છો, સમજ્યા ને?’
‘એટલી એટલે? કેટલી છે અને કેટલી નથી?’
‘પ્લીઝ! બહુ થયું હવે. હજી તો વાત શરૂ જ કરું કે, તમે તમારી હોશિયારી બતાવવાનો મોકો છોડો નહીં કેમ? બહુ હોશિયાર હતા તો..’
‘કેમ તારી સાથે પરણ્યો એમ જ ને?’
‘હે ભગવાન! આ માણસ વાત પણ પૂરી નથી કરવા દેતો!’
‘લે, કાયમ તો લોકો આગળ ફરિયાદ કરતી હોય કે, આ માણસના મોંમાં મગ ભર્યા છે કે શું? ઘરમાં આવે કે ટીવી જોવા જ બેસી જાય ને, હું બોલું તેમાં હું, હા, કર્યા કરે! કંઈ સમજ જ ન પડે કે શું કહેવા માગે છે! તો હમણાં વળી સાવ ઊંધી વાત કરવા બેઠી.’
‘આમ વાત ફેરવીને બધું મારે માથે ઢોળવાની ચાલાકી રહેવા દેજો. એમ તમે મૂળ વાત ભુલાવી નહીં શકો.’
‘કઈ મૂળ વાત?’
‘જો છે ને? મહિલાદિન અને હોળી સાથે આવે છે તેની વાત.’
‘હા, તો તેમાં શું? એ તો હજી અમારો પુરુષદિન નથી ઊજવાતો, નહીં તો વસંતપંચમીને જ પુરુષદિન જાહેર કરી શકાય.’
‘બધી વાતમાં અમારી બરોબરી કરવાની કે તમારી વાત ઉમેરવાની જરૂર છે?’
‘અમે તમારી બરોબરી કરીએ છીએ? કે તમે અમારી બરોબરી કરો છો? જે છો તે કેમ નથી ગમતું? મહિલાદિન ઊજવવા નીકળી પડ્યા!'
‘આ..જ આ જ મારો વાંધો છે.’
‘તને કઈ વાતમાં વાંધો નથી?’
This story is from the March 11, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 11, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?
એનાલિસિસ
પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?
રાજકાજ
કોંગ્રેસનું ઘોષણા પત્ર અને વડાપ્રધાનનું અર્થઘટન
રાજકાજ
સુરતની બિનહરીફ ચૂંટણી કોંગ્રેસની નિર્બળતાની પારાશીશી