ઇન્ટેલિજન્ટ આર્ટ વિરુદ્ધ ઇમોશનલ આર્ટકલા નામે સંવેદના, કૃત્રિમ દિમાગ સામે જંગ
ABHIYAAN|March 11, 2023
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીની મદદથી યુઝર્સનું કામ સરળ બન્યું છે, ઝડપી બન્યું છે અને વધારે ચોક્કસ બન્યું છે. વળી, તેમાં કળા વિશેની કોઈ ખાસ આવડત હોવી પણ જરૂરી નથી આજે ઘણા કલાકારો પોતાના હિત માટે લડી રહ્યા છે. કોઈ નવી ટેક્નોલોજીનો વિરોધ નથી, પરંતુ લાખો કલાકારોની કૃતિને ડેટા માત્ર બનાવી દેવા પર નિયમન ને નિયંત્રણ લાગુ કરવાની જરૂર છે
પ્રિયંકા જોષી
ઇન્ટેલિજન્ટ આર્ટ વિરુદ્ધ ઇમોશનલ આર્ટકલા નામે સંવેદના, કૃત્રિમ દિમાગ સામે જંગ

જેસન એલને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એક ઓનલાઇન પ્રોગ્રામ દ્વારા બનાવેલ આ ચિત્ર ડિજિટલ આર્ટ કેટેગરીમાં વિજેતા બન્યું અને પછી જે સત્ય સામે આવ્યું તેનાથી ઉગ્ર વિવાદ સર્જાયો

‘Artis human thing.’ - કળા માનવીય સંવેદનોની નાજુક અભિવ્યક્તિ છે. પોતાના દરેક સર્જન સાથે કલાકાર કોઈ વિચાર કે લાગણીને દર્શાવતો હોય છે. રંગના દરેક લસરકામાં કોઈ કલ્પના વસેલી હોય છે. પૃથ્વી પર કળાના આવિષ્કારની ઘટના માનવના અસ્તિત્વ જેટલી જ પ્રાચીન છે. માનવીની હયાતી સાથે જ કળાના શ્વાસ જોડાયેલા છે. અભિવ્યક્તિનું સૌંદર્યમય સ્વરૂપ એટલે કળા. વિચારો અને લાગણીનું ચેતન જ્યારે નિર્જીવ વસ્તુઓ પણ રેડાય ત્યારે તે સજીવ થઈ ઊઠે છે. કળાએ પથ્થરની ગુફામાં ચિત્રો દોરીને જે-તે સમયનું દસ્તાવેજીકરણ કર્યું છે, તો લાગણીમાં ઝબોળાઈને ભીંતને શોભાવતી વહાલભરી ઓકળીઓ કાઢી છે. પરાપૂર્વથી ચાલી આવતી આ પ્રણાલી માનવ ઉત્ક્રાંતિ સાથે વિકાસ પામતી રહી છે, પેઢી દર પેઢી ચાલતી આવી છે. પથ્થરો પર, દીવાલો પર, ધાતુપત્રો પર, ભોજપત્ર પર માનવે પોતાની કળા અને કલ્પનાને અંકિત કરી છે. કાળક્રમે લોકકળા અને એ પછી શિષ્ટ કળાનો ઉદય થયો, તેમાં નિત્ય નવીન પદ્ધતિઓ અને અનેક પ્રકારનાં સંસાધનો ઉમેરાતાં રહ્યાં. સંવર્ધનના દરેક પડાવ પર દરેક કલાકાર પોતાની આગવી સૂઝ અને આવડત પ્રમાણે પોતાનું પ્રદાન નિશ્ચિત કરે છે. આધુનિકતાના પગલે ટૅક્નોલૉજીનો વિકાસ થતાં, કળાના નવતર સ્વરૂપ તરીકે ફોટોગ્રાફી આવી. પ્રતિભામૂલક આ સઘળી કળાની પરસ્પરની ગરિમા જળવાય છે. તેમની વચ્ચે ક્ષુલ્લક પ્રતિસ્પર્ધાનો ભાવ હોતો નથી. સમય સાથે આ સિલસિલો રંગ, પીંછી, તક્ષિણી અને તુલિકાને વટાવીને ફોટોગ્રાફી અને ડિજિટલ આર્ટ વર્કથી આગળ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) generation સુધી આવી પહોંચ્યો છે.

ટાઇપ કરો કે - Walking through the Van Gogh's starry night. કે પછી, Angelina Jolie as Monalisa. સેકન્ડ્સમાં તમારી સામે અનેક વિકલ્પો હાજર થઈ જશે. તરતાં પંખી કે ઊડતાં હાથી, હજુ દશ્યની કલ્પના કરતાં હશો એટલામાં તો સ્ક્રીન પર હાજર હશે. આજે આ બધું શક્ય છે. ટૅક્નોલૉજી ક્ષેત્રે આવેલી ક્રાંતિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે, આજે ઘણું - જે પહેલાં અશક્ય લાગતું હતું - તે શક્ય બન્યું છે.

મોનાલિસા - ઓરિજિનલ

This story is from the March 11, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the March 11, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
તસવીર કથા
ABHIYAAN

તસવીર કથા

સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
ABHIYAAN

બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...

તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 mins  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોંગ્રેસનું ઘોષણા પત્ર અને વડાપ્રધાનનું અર્થઘટન

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

સુરતની બિનહરીફ ચૂંટણી કોંગ્રેસની નિર્બળતાની પારાશીશી

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024