પ્રિયજનનો અર્થ માત્ર સાંકેતિક છે. એનો અર્થ પ્રિયતમ કે પ્રિયતમા સુધી સીમાઃ ઇતિ નથી. જેના હૃદયમાં અનંત સૌન્દર્યની તરસ છે તે તો દેવોનાં દર્શન વિના તૃપ્ત થતાં નથી. દેવોનું મુખારવિંદ એટલે એમની નિત્યની વસંત. એમને માટે દેવમૂર્તિ જ પ્રિયજન. કોઈની આંખોને એવું ઘેન ચડે કે જ્યાં સુધી એ નેત્રો હિમાલયના ધવલગિરિ જુએ નહિ ત્યાં સુધી ચિત્ત ઠેકાણે ન પડે. અમદાવાદથી ટ્રેનમાં પ્રવાસ કરો એટલે ત્રીજા દિવસે બારીમાંથી હિમાલય દેખાવા લાગે. એ એમની વસંત છે.
શહેરના પૉશ વિસ્તારમાં મહેલ જેવો બંગલો બનાવ્યા પછી એના આગળના પ્રથમ દીવાનખંડમાં એક આરામ ખુરશી છે. એમના દાદાજીની આરામ ખુરશી. એમાં એક છાપું છે આજનું. એના પર છે ચશ્મા. પોતાની મહાકાય કંપનીના ચૅરમેન થયેલા જુવાનને દીવાનખંડનું આ આરામ ખુરશીનું દૃશ્ય પરમ સુખ આપે છે. આ દુનિયામાં જે લોકો એના દાદાના હાથે ઘડાયેલા છે એ ઉત્તમ મનુષ્યત્વને અલ્પપ્રયાસે પામ્યા છે. એ લોકો માટે દાદાની એક જ સ્મરણઝલક પરિપૂર્ણ વસંત છે. માતા શિશુને નીરખે અને શિશુ તાકે ટગર ટગર માને, એ તારામૈત્રક વચ્ચેના માર્ગમાં વસે છે વસંત. વસંત હવામાનના વાર્ષિક ચક્રમાં તો હોય, પણ જિંદગીના ચક્રમાં તો એ કેન્દ્રબિંદુ પાછળ છુપાયેલો છે આપણો અનુરાગ.
This story is from the February 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?