‘ટાલ’નો પણ એક તાલ હોય છે!
ABHIYAAN|January 28, 2023
'ટાલ પડવાથી માણસ જુવાન તરીકે મટી નથી જતો. યુવાનોને પણ ટાલ ક્યાં નથી હોતી? હોય જ છે ને.. પેલા રોહિત શેટ્ટીને ટાલ છે એટલે એ બુઢ્ઢો થઈ ગયો?’
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત'
‘ટાલ’નો પણ એક તાલ હોય છે!

નાનપણમાં ટાલ વિશે સાંભળેલું ખરું, પણ અનુભવેલું નહીં. સાંભળ્યાના સુખ કરતાં અનુભવ્યાનું દુઃખ વધારે હોય એવું લગ્નના સંદર્ભે જ કહેવાય એવું કોણે કહ્યું? ઘણા બધા પ્રસંગો અને ઘણી બધી પરિસ્થિતિઓ આપણા જીવનને યાદગાર બનાવવામાં પોતાનો યથાશક્તિ ફાળો આપે છે.

અહાહાહા..! કેવા કાળા ભમ્મર અને જથ્થાદાર વાળ હતા! જેનું વર્ણન કરતાં કવિઓ તો ઠીક, કેશકર્તન કલાકારો પણ થાકતા નહોતા, વાઇફ તો પોતાના ફ્રેન્ડ્સ સર્કલમાં ગર્વથી ઊંચી ડોક રાખીને કહેતી, ‘મેં તો એમને પહેલી નજરે જ પસંદ કરી લીધેલા! વાહ, શું વાળ હતા એમના!’ આ સાંભળીને કોઈ ફ્રેન્ડ વાઇફને પૂછતીઃ ‘એમ? એટલા સુંદર વાળ હતા? મને તો લાગે છે કે તમારા હસબન્ડના વાળ જોઈને એમની સામાજિક, આર્થિક સ્થિતિ વિશે પૂછવાનું જ ભૂલી ગયા હશો, ખરું ને?’ ત્યારે પણ વાઇફ તો ગૌરવભેર કહેતી: ‘વાળ સિવાય, બીજું કાંઈ પૂછવા જેવું, એમની પાસે હોય એવું લાગવું જોઈએ ને?’

વાઇફની વાત સાચી છે, એ દિવસમાં મારી પાસે વાળ સિવાય ગુમાવવા જેવું બીજું કશું હતું પણ નહીં. વાળની હું બહુ જ કાળજી રાખતો. વાળ કપાવવા ગયો હોઉં ત્યારે કેશકર્તનકારને પ્રસન્ન રાખવા હું સ્પેશિયલ ચા પણ પીવડાવતો. ક્યારેક એ પૂછતોઃ ‘સાહેબ, સહેજ ઓછા કરું?’ ત્યારે હું એનો મનીબોક્સ (જે મારી ખુરશીની બાજુમાં હતો, એને) સહેજ ખોલીને કહેતોઃ ‘આમાંથી હું સહેજ ઓછા કરું?’ ત્યારે એ સમજી જતા કે, વાળ મારા માટે શું મૂલ્ય ધરાવે છે! અને આમેય, દેખાવની બાબતમાં આ વાળ સિવાય ગૌરવ લેવા જેવું મારી પાસે હતુંય શું? મારા શ્રીમંત મિત્રો, બસ આ જ બાબતે મારી ઈર્ષા કરતા. મારા ઉપર ભલે લક્ષ્મીજીની કૃપા નહોતી, પણ લક્ષ્મીપતિની પૂર્ણ કૃપા હતી એવું, એ દિવસોની મારી વાળસમૃદ્ધિ જોઈને મને લાગતું.

વાળની શ્રીમંતાઈ યાદ કરીને તમારામાં મારા પ્રત્યે ઈર્ષાની લાગણી પેદા થાય એવો મારો લેશ માત્ર આશય નથી. વળી મારા એ (અ)ભૂતપૂર્વ વાળને યાદ કરી મારા હૃદયને શોકનો અનુભવ પણ મારે શા માટે કરાવવો અને એટલે જ વાળવિહોણા અહીં અટકાવી, આવી પડેલી ટાલ વિશે કંઈક કહેવું છે.

This story is from the January 28, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the January 28, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

એઆઈના માધ્યમથી અમિત શાહને ટાર્ગેટ બનાવાય છે ત્યારે...

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કાંડ : ભાજપ માટે સંકટ

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/05/2024
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
ABHIYAAN

વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)

બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
મુવી-ટીવી
ABHIYAAN

મુવી-ટીવી

થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024