ડિજિટલ ઇગો અને સામાજિક સંબંધોનું ગુંફન
ABHIYAAN|January 21, 2023
સોશિયલ મીડિયા જનિત રિએક્ટિવ મનોવૃત્તિને કારણે સ્વ-અગ્રતાક્રમો પડતા મૂકીને લોકો સતત પ્રત્યાઘાતી થવા તરફ ધકેલાતા જાય છે જે એની સરેરાશ સુખાકારી ઘટાડે છે એક તરફ આપણા સામાજિક સંબંધોનું હૃદયગુંફન ઝડપથી સંકેલાઈ રહ્યું છે અને જગતના ચોકમાં નવા સંબંધોના હજારો તાર જોડાઈ રહ્યા છે!
ડિજિટલ ઇગો અને સામાજિક સંબંધોનું ગુંફન

માણસજાત એક ડિજિટલ યુગમાં પ્રવેશી ગઈ છે અને એને ઘણો સમય પસાર થઈ ગયો છે. ટૅક્નોલૉજી એ હદે આગળ વધી ગઈ છે કે જેઓ એને સંપૂર્ણ જાણે છે તેઓ એના દુરુપયોગનો એક પણ કીમિયો જતો કરતા નથી. જેની પાસે આ ટૅક્નોલૉજીને પોતાના સ્વાર્થમાં મિસયુઝ કરતા આવડે છે તેઓ અનેક ખેલ કરી શકે છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર તેઓ સત્તામાં આવ્યા એ પ્રથમ દિવસથી છેલ્લા દિવસ સુધી એવો આરોપ મૂકાતો રહ્યો કે તેઓ રશિયન વડા વ્લાદિમિર પુતિનની કોઈક રહસ્યમય ટૅક્નોલૉજિકલ મદદથી સત્તા પર આવ્યા છે.

ડિજિટલ યુગે માણસજાતના વર્તમાન અને ભવિષ્યને જાણે કે ટૅક્નોલૉજીને જ સોંપી દીધું છે. વ્યક્તિગત રીતે જુઓ તો દરેકની એક નવી ડિજિટલ ઓળખ બનવા લાગી છે. એમાં એ જોખમ રહે છે કે વ્યક્તિ પોતાની વાસ્તવિક ઓળખ વીસરી જઈને ડિજિટલ ‘પહેચાન’ને એ જ પોતે છે એમ માનવા લાગે. ત્યાંથી એના ડિજિટલ ઇગોની શરૂઆત થાય છે. આજકાલ દરેક વ્યક્તિને એક ડિજિટલ ઇગો છે અને જેમને નથી તે આવનારા સમયમાં વિકસશે, તેઓ જાતે વિકસાવી લેશે.

ડિજિટલ ઇગો આપણી વર્ચ્યુઅલ પ્રવૃત્તિઓમાંથી જન્મે છે અને તબક્કાવાર એ સાત આસમાનની ઊંચાઈએ પહોંચી જાય છે, કારણ કે દરેક વાસ્તવને એક મર્યાદા હોય છે, પરંતુ વર્ચ્યુઅલ અસ્તિત્વ તો અનંત અને અમર્યાદિત છે. સોશિયલ મીડિયા શરૂઆતમાં તો માત્ર લોકોને એકબીજા સાથે હળવા-મળવાનું માધ્યમ હતા. પરંતુ ક્રમશઃ એની લોકપ્રિયતા સતત અનિવાર્યતા ધરાવતા માધ્યમમાં રૂપાંતરિત થઈ. ધીરે ધીરે સોશિયલ મીડિયાએ આપણી જિંદગીને છાને પગલે નિયંત્રિત કરવાની શરૂઆત કરી.

This story is from the January 21, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the January 21, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

એઆઈના માધ્યમથી અમિત શાહને ટાર્ગેટ બનાવાય છે ત્યારે...

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કાંડ : ભાજપ માટે સંકટ

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/05/2024
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
ABHIYAAN

વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)

બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
મુવી-ટીવી
ABHIYAAN

મુવી-ટીવી

થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024