ચેટ-જીપીટીઃ કૃત્રિમ બદ્ધિની દિશામાં નવો પડાવ
ABHIYAAN|January 21, 2023
ગૂગલની બહાર આવેલી આંતરિક અફવાઓ પ્રમાણે એ આ ક્ષેત્રે અન્યોથી ઘણું આગળ નીકળી ગયું છે. ચેટ-જીપીટી કરતાં ઘણા એડવાન્સ એવા પોતાના ‘લામડા’ પ્રોગ્રામ પર કામ કરી રહ્યું છે
સ્પર્શ હાર્દિક
ચેટ-જીપીટીઃ કૃત્રિમ બદ્ધિની દિશામાં નવો પડાવ

વર્ષ ૨૦૧૫માં એક સમાચારે ખાસ્સી ચર્ચા જગાવેલી. મૂળ ચાઇનાની ‘ગો’ નામક એક રમતમાં ગૂગલની માલિકીનો આલ્ફાગો નામક પ્રોગ્રામ પ્રોફેશનલ મનુષ્યને મા’ત આપીને આ રમતમાં આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ પ્રોગ્રામ બન્યો હતો. ચેસ કરતાં ગો રમત અત્યંત જટિલ હોવાથી એક કૉમ્પ્યુટર પ્રોગ્રામની આ ઉપલબ્ધિ કૃત્રિમ બુદ્ધિક્ષમતાના વિકાસમાં નોંધપાત્ર ઘટના ગણાઈ હતી. ત્યાર પછી ૨૦૧૬માં ગૂગલની જ ટ્રાન્સલેશન સર્વિસ પાછળ કામ કરતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિવિધ ભાષાઓ વચ્ચે અનુવાદનું કાર્ય પાર પાડવા પોતાની એક અલાયદી ભાષા જ વિકસાવી નાખી હોવાના સમાચાર ચગ્યા હતા. એ પછી ૨૦૧૭માં ફેસબુકના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વડે કામ કરતા બે રૉબોટ પણ એકબીજા સાથે એમણે જાતે બનાવેલી કોઈ અલગ જ ભાષામાં વાત કરતા હોવાનું જાહેરમાં આવતા ચકચાર જાગી હતી. સરળ શબ્દો દ્વારા સમજીએ તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે અત્યંટ જટિલ કૉમ્પ્યુટર પ્રોગ્રામ કે સોફ્ટવેર, જે ઘણા પ્રકારે માણસના દિમાગની જેમ કામ કરે, નહીં કે ફક્ત યંત્ર જેમ. ટૅક્નોલૉજીનાં પેટા ક્ષેત્રોમાં આ સૌથી વધુ ઝડપથી વિકસતી શાખામાં ગણના પામે છે અને સમયાંતરે એમાં થતી સીમાચિહ્નરૂપી ઘટનાઓના વિશાળ પડઘા પણ પડે છે. આ વખતે પડેલા પડઘા પાછળ ચેટ-જીપીટી નામક એક વેબસાઇટ કે પ્રોગ્રામ જવાબદાર છે.

જેના કુલ છ સ્થાપકોમાંથી એક એલન મસ્ક પણ હતો અને જેણે માઇક્રોસોફ્ટ પાસેથી ઘણું મોટું ફન્ડિંગ મેળવ્યું છે એ ‘ઓપન એઆઈ’ કંપનીએ નવેમ્બર ૨૦૨૨માં ચેટિંગ કરી શકે એવો એક પ્રોગ્રામ ઇન્ટરનેટના દરિયામાં વહેતો કર્યો જેનું નામ આપ્યું ચેટ-જીપીટી. પ્રથમ પાંચ દિવસોમાં જ એના દસ લાખ યુઝર થઈ ગયેલા અને એક જ મહિના અંદર નેટિઝનો દ્વારા મળેલા વ્યાપક પ્રતિસાદને કારણે ગૂગલ મૅનેજમૅન્ટે કોડ રેડ જાહેર કરી દીધો અને પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રોગ્રામના વિકાસ પર એમણે પુનરવલોકન કરવાની ફરજ પડી. થોડા જ મહિનાઓમાં ચેટ- જીપીટીને મળેલી લોકપ્રિયતાનું કારણ છે કે ત્યાં પૂછવામાં આવેલ સવાલ કે કરવામાં આવેલી ફરમાઈશનો સીધો અને વ્યવસ્થિત રીતે જવાબ મળી જાય છે. ગૂગલમાં સર્ચ કર્યા પછી રિઝલ્ટમાં આવતી ઘણી બધી માહિતીઓ ખંખોળીએ ત્યારે છેક જોઈતો જવાબ મળે એવો ઘણાનો અનુભવ હશે. જ્યારે ચેટ-જીપીટી ત્યાં ચઢિયાતી સાબિત થતી સર્વિસ છે.

This story is from the January 21, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the January 21, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

એઆઈના માધ્યમથી અમિત શાહને ટાર્ગેટ બનાવાય છે ત્યારે...

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કાંડ : ભાજપ માટે સંકટ

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/05/2024
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
ABHIYAAN

વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)

બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
મુવી-ટીવી
ABHIYAAN

મુવી-ટીવી

થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024