સર્વ સુખ અને યૌવનનો આનંદ જોબ આધારિત છે!
ABHIYAAN|January 07, 2023
જોબ એક નવી દુનિયા છે અને એ દુનિયાના દરેક યુવાને પોતે એક ચોક્કસ કદમ ઉપાડીને એણે જાતે બનાવવાની છે. એમાં એની પડખે કોઈ નથી, યુવક કે યુવતી એ યાત્રામાં એકલાં જ છે
સર્વ સુખ અને યૌવનનો આનંદ જોબ આધારિત છે!

કોરોના પહેલાંની સ્થિતિ કંઈ નવયુવાનો માટે આસાન ન હતી. લૉકડાઉને એ સંયોગોને વધુ પડકારરૂપ બનાવી દીધા. હવે ઓમિક્રોનને કારણે ફરી એક વિલંબિત અવકાશ સર્જાયો છે, પરંતુ દેશના યુવાનો જિંદગીના વિશિષ્ટ વળાંકમાંથી પસાર થઈ રહ્યા છે. અગાઉના જમાનામાં ભારતીય પ્રજાનો બહુધા વર્ગ ભાગ્યવાદી હતો અને તક પણ એટલી બધી હતી કે એમ લાગતું હતું કે ભાગ્ય સાથ આપી રહ્યું છે, પરંતુ હવે તેજસ્વી પ્રતિભાઓ પણ તક માટે ભટકતી જોવા મળે છે. છેલ્લાં પાંચ વરસમાં દેશના અર્થકારણે સહન કરેલા કેટલાક જગપ્રસિદ્ધ આંચકાઓને પરિણામે આપણને કોઈ કોઈ એવા વિષાદી પરિવારો પણ જોવા મળ્યા છે જેમાં પિતા અને પુત્ર બંને એક સાથે નોકરી શોધતા હોય. પિતા એની મધ્ય કે ઢળતી વયે નોકરી શોધે અને પુત્ર યૌવનના ઉંબરે પગ મૂકે ત્યારે પહેલી નોકરી શોધે. જે ઘરના બાપ- દીકરો, બંને નોકરી શોધતા હોય એની હાલત અકાળે આવી ચડેલી પાનખર જેવી હોય છે, એક તરફ સંતાનો પરણાવવા લાયક થયા હોય અને બીજી બાજુ ઘરની સર્વસામાન્ય દ૨માસિક આવક ધારા સુકાતી જતી હોય ત્યારે જિંદગી એના સૌથી વિકરાળ સ્વરૂપે નજરમાં તગતગે છે.

દરેક ઘરમાં એક મા હોય છે. માતાનો અર્થ જ છે કે જે સદાય એમ માને છે કે કાલે સોનાનો સૂરજ ઊગશે અને મારો દીકરો ઘોડે ચડશે. એટલે કે એની સર્વ કુશળતાઓના બદલામાં એના પૂરતી સફળતા તો એને રમતાં-રમતાં મળી જશે. દેશની એવી કંઈ કેટલીય માતાઓને જ્યારે તેમના કોઈ સ્વજન કે પરિચિત પૂછે કે આજકાલ તમારો દીકરો શું કરે છે? ત્યારે તે બહારથી તો એમ જ કહે છે કે બસ, હવે નોકરીએ ચડવાની તૈયારીમાં છે, પરંતુ એના હૃદયમાંથી એ ક્ષણે એક અદીઠ અશ્રુઝરણ વહેતું થઈ જાય છે. દેશના કોર્પોરેટ જગતમાં તેજસ્વી યુવાનોની કટોકટની તંગી છે, પરંતુ તકલીફ એ છે કે આપણા સરેરાશ તેજસ્વી યુવાનોમાં કોર્પોરેટ ક્ષેત્ર માટેની જોબ ફિટનેસ ઝીરો ડિગ્રી ઉપર છે. યુનિવર્સિટીના સાવ પુરાણા પાઠ્યક્રમોમાં કોર્પોરેટ કલ્ચરનો કોઈ અણસાર દેખાતો નથી. એક બીજી ન દેખાતી સમસ્યા પણ કોર્પોરેટ જગતમાં છે, કંપનીઓ એવા યુવાનોને નોકરી આપવા ચાહતી નથી જેઓ પોતાનો બિઝનેસ શીખી જાય અને પછી પોતાનું આગવું સાહસ કરે કે હરીફ કંપનીઓમાં જતા રહે.

This story is from the January 07, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the January 07, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

એઆઈના માધ્યમથી અમિત શાહને ટાર્ગેટ બનાવાય છે ત્યારે...

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કાંડ : ભાજપ માટે સંકટ

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/05/2024
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
ABHIYAAN

વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)

બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
મુવી-ટીવી
ABHIYAAN

મુવી-ટીવી

થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024