રંગોળી કળાનું સંવર્ધન કરતું વડોદરા
ABHIYAAN|October 22, 2022
સમયાંતરે વ્યસ્ત બનતાં જતાં અને બદલાતાં જતાં જીવનમાંથી ઘણી બધી બાબતોની જેમ રંગોળીની પણ બાદબાકી થઈ ગઈ છે, પરંતુ આ કલાને વિસરાવા ન દે એવા શહેરનું નામ વડોદરા છે! વડોદરા સાથે રંગોળી વિશિષ્ટ રીતે જોડાયેલી અને જળવાયેલી છે.
સુશીલા મેકવાન
રંગોળી કળાનું સંવર્ધન કરતું વડોદરા

સૂક્ષ્મ જીવોથી માંડી કદાવર પ્રાણીઓ વિવિધ રંગધારી હોય છે. તો ફળો, ફૂલો કે વૃક્ષોના રંગવૈવિધ્યની તો વાત જ શી કરવી? પણ જો તમારે કુદરતની જીવંત રંગોળી જોવી હોય તો ઊડતાં પતંગિયાં નીરખવાં પડે, ડિઝાઇન અને રંગોની અદ્ભુત જીવંત રંગોળી તમને જોવા મળે. ફૂલોની રંગોળી જોવી હોય તો વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત લેવી પડે. કેટલાક સાવ નાના કીટકોના સુંદર ભડકીલા રંગો જોઈને આભા બની જવાય કે આ અલ્પજીવી નાના જીવને પણ કુદરતે કેવા શણગાર્યા છે! આ બધી રંગીન શોભા જોતાં એમ નથી લાગતું કે કુદરત આપણને રંગોની સમીપ રાખવા ઇચ્છે છે. કુદરત તો રંગવિહીન પાણીમાં પ્રકાશના સાયુજ્યથી સપ્તરંગી મેઘધનુષ્યની રંગોળી પૂરી, જાણે આપણને પણ જીવનમાં રંગ પૂરણી માટે પ્રેરિત કરે છે. માટીના એકમાત્ર રંગમાંથી તે પુષ્પોમાં અનેક રંગોની રંગોળી પ્રગટાવે છે.

રંગોલી કલાનું ઉદ્ભવસ્થાન ભારત જ છે. આ પ્રાચીન લોકકલા ક્યારેક પ્રત્યેક આંગણાના ઉંબરે શોભતી હતી. જે ઘરમાં પ્રવેશનારના સ્વાગત સાથે તેના મનને પણ પ્રસન્નતાથી ભરી દેતી હતી. પરાપૂર્વથી ચાલતી આવતી આ કલાનું સ્વરૂપ કાળક્રમે બદલાતું રહ્યું છે. રંગોળી ખુશી અને આનંદનું પ્રતીક છે. મહારાષ્ટ્ર અને કેરળના કેટલાક ભાગોમાં આજે પણ આ કલા જીવંત છે. તામિલનાડુ, આંધ્ર, ઓડિસા અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં રંગોળી જુદાં-જુદાં નામે ઓળખાય છે. રંગોળીમાં વપરાતા પદાર્થો પણ બદલાતા રહ્યા છે. આધુનિક રંગો ઉપલબ્ધ નહોતા ત્યારે કુદરતી પદાર્થો, રંગીન પથ્થરો કે ફૂલ પાંદડાં, અનાજ અને મસાલા જેવી વસ્તુઓનો પણ રંગોળીમાં કે ઉપયોગ કરવામાં આવતો.

ગ્રામ્ય માન્યતા અનુસાર રંગોળી અનિષ્ટ અને દરિદ્રતાને ઘરમાં પ્રવેશતાં રોકે છે. તેથી કેરળ અને મહારાષ્ટ્રમાં આજે પણ અમુક ઘરોમાં સવારે ઉંબરાને વ્યવસ્થિત સાફ કર્યા બાદ સ્ત્રીઓ તેને રંગોળીથી સજાવે છે. `ગોળી એક પ્રકારની લક્ષ્મણ રેખા જ છે જે અશુભને ઘરમાં પ્રવેશતાં રોકે છે.

This story is from the October 22, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the October 22, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
ABHIYAAN

Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?

કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે

time-read
1 min  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
ABHIYAAN

નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!

બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN

કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
બિંજ-થિંગ,
ABHIYAAN

બિંજ-થિંગ,

કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
અવસર
ABHIYAAN

અવસર

પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/06/2024