ગુજરાતમાં પ્રથમ વખત યોજાશે ‘એગ્રી સ્ટાર્ટઅપ એક્ઝિબિશન'
ABHIYAAN|July 23, 2022
ગુજરાતના ખેડૂતો પાસે ખેતીની અવનવી પદ્ધતિ છે. તો સાથે જ અનેક પ્રકારની ખેતીની ઊપજ પણ છે. છતાંય ખેતીને પ્રોત્સાહિત કરવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ નથી પરંતુ હવે ગુજરાતમાં પ્રથમ વાર એગ્રી સ્ટાર્ટઅપ એક્ઝિબિશનની તૈયારી કરવામાં આવી છે. આગામી ૨૧ અને ૨૨ જુલાઈએ જીટીયુ કેમ્પસમાં વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ વિશે જાણવું રસપ્રદ રહેશે.
હેતલ રાવ
ગુજરાતમાં પ્રથમ વખત યોજાશે ‘એગ્રી સ્ટાર્ટઅપ એક્ઝિબિશન'

‘અમે તો જન્મજાત જ ખેડૂત અને ગમે એટલું ભણીએ તો પણ ખેતી વગર કંઈ ફાવે નહીં, પરંતુ હા, ખેતીમાં પ્રગતિ કરીએ છતાંય કમાણીમાં તો છીએ એમના એમ જ. અમારી અવનવી આવડત ક્યાં લોકો સુધી પહોંચે છે?’ આ વાત કરી રહ્યા છે ગુજરાતના યુવા ખેડૂત યોગિન પઢિયાર. તો સોફ્ટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી અનેક અવનવી ઍપ્લિકેશનનો આવિષ્કાર કરનાર ઋત્વિકા પટેલ કહે છે, ‘હું ખેતી સાથે પ્રત્યક્ષ નહીં, પરંતુ પરોક્ષ રીતે જોડાયેલી છું. જેની પાછળનું કારણ છે, મારી ખેતીલક્ષી ઍપ્લિકેશન, જેનો બહોળો ઉપયોગ કરી ખેડૂતોને અનેક લાભ થઈ શકે છે, પરંતુ મારા આ સ્ટાર્ટઅપને યોગ્ય દિશા મળી રહે તેવું કોઈ સ્પોટ નથી. આ બંને નવયુવાનની વાત પરથી એટલું તો નક્કી થાય છે કે ગુજરાતના ખેડૂતો ખેતીમાં નવી તકનીકનો ઉપયોગ કરી તેનો વિકાસ કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ગેમ ઍપ્લિકેશનોથી હટીને આજના યુવાનો દેશના ખેડૂતોને આવકનું વિશાળ મેદાન મળી રહે તેવા પ્રયાસમાં પોતાના સ્ટાર્ટઅપ લઈને ઊભા છે, પરંતુ પ્રશ્ન હજુ પણ ત્યાંનો ત્યાં જ છે કે કેવી રીતે એગ્રીકલ્ચરને પ્રોત્સાહન આપી શકાય? તો તેનો જવાબ છે, એગ્રી સ્ટાર્ટઅપ એક્ઝિબિશન. જી હા, ગુજરાતમાં પ્રથમ વખત વિશાળ પાયે અમદાવાદના જીટીયુ કેમ્પસમાં માત્ર ખેતીલક્ષી સ્ટાર્ટઅપ માટે સુવર્ણ તક મળી રહી છે.

અમદાવાદ દેશનું એક અગ્રણી વ્યાપારી હબ છે. સદીઓથી તે વેપાર અને વાણિજ્ય કેન્દ્રોનો ઇતિહાસ ધરાવે છે. જેમાં મોટી સંખ્યામાં વ્યવસાયો અને વ્યાવસાયિકોના હિતની સંભાળ રાખવા માટે એક છત્ર સંસ્થાનો અભાવ હતો. અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ વેલ્ફેર ફાઉન્ડેશન એ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનનો એક ભાગ છે, જે ગુજરાતની ટ્રેડ અને બિઝનેસ ઍસોસિયેશનની સર્વોચ્ચ સંસ્થા છે અને હવે આ સંસ્થા દ્વારા એગ્રીકલ્ચરને લગતા સ્ટાર્ટઅપને વેગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આપણે વાત કરવી છે એગ્રી સ્ટાર્ટઅપ એક્ઝિબિશનની જ્યાં માત્ર ખેતીને લગતા સ્ટાર્ટઅપની શરૂઆત કરવા ઇચ્છતા યુવાનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે જ્યાંથી તે વિશ્વફલક સુધી પહોંચી શકે. તો બીજી બાજુ એવા સ્ટાર્ટઅપની વાત હશે જેમાં જગતના તાતની અનેક મુશ્કેલીનો હલ મળશે. ખેડૂતો પોતાની ઊપજને સીધી જ ગ્રાહકો સુધી પહોંચાડી શકશે, જ્યારે ગ્રાહકો ખેડૂતો સાથે સીધો સંપર્ક કરી ખરીદી કરી શકશે અને આ બંને વચ્ચે કડી બનશે એગ્રી સ્ટાર્ટઅપ.

This story is from the July 23, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the July 23, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
ABHIYAAN

વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)

બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
મુવી-ટીવી
ABHIYAAN

મુવી-ટીવી

થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
તસવીર કથા
ABHIYAAN

તસવીર કથા

સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
ABHIYAAN

બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...

તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 mins  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/05/2024